કોઈ જુદી ઍપ પરથી WhatsApp સાથે લિંક કેવી રીતે કરવું
તમારી iPhone ઍપ્લિકેશનથી WhatsAppને જોડવા માટેની ઘણી રીતો છે: જેમ કે, યુનિવર્સલ લિંક, કસ્ટમ URL સ્કીમ, શેર એક્સ્ટેંશન અને ડોક્યુમેન્ટ ઇન્ટરેક્શન API.
યુનિવર્સલ લિંક
WhatsApp એકાઉન્ટ સાથે લિંક કરવા માટે યુનિવર્સલ લિંકને વધુ પસંદ કરાય છે.
https://wa.me/<number>નો ઉપયોગ કરો કે જ્યાં <number> એ આંતરરાષ્ટ્રીય શૈલીમાં આખો ફોન નંબર છે. આંતરરાષ્ટ્રીય શૈલીમાં ફોન નંબર ઉમેરતી વખતે કોઈ પણ કૌંસ, ડેશ, વત્તાની નિશાની કે આગળ શૂન્ય લખશો નહિ.
દાખલા તરીકે:
આનો ઉપયોગ કરો: https://wa.me/15551234567
આનો ઉપયોગ કરશો નહિ: https://wa.me/+001-(555)1234567
યુનિવર્સલ લિંકમાં પહેલેથી ભરેલો મેસેજ પણ હોઈ શકે છે જે ચેટ લખવાની જગ્યામાં આપમેળે દેખાશે. https://wa.me/whatsappphonenumber/?text=urlencodedtextનો ઉપયોગ કરો કે જ્યાં whatsappphonenumber એ આંતરરાષ્ટ્રીય શૈલીમાં આખો ફોન નંબર છે અને URL-encodedtext URL દ્વારા એન્કોડ કરેલો પહેલેથી ભરેલો મેસેજ છે.
દાખલા તરીકે: https://wa.me/15551234567?text=I'm%20interested%20in%20your%20car%20for%20sale
ફક્ત પહેલેથી ભરેલા મેસેજથી લિંક બનાવવા માટે, https://wa.me/?text=urlencodedtextનો ઉપયોગ કરો
દાખલા તરીકે: https://wa.me/?text=I'm%20inquiring%20about%20the%20apartment%20listing`
કસ્ટમ URL સ્કીમ
નીચેના કોઈ એક માપદંડથી whatsapp:// URL ખોલવાથી અમારી ઍપ ખુલશે અને કસ્ટમ કાર્ય કરશે.
URL | માપદંડો | આ ખોલે છે |
---|---|---|
ઍપ | - | WhatsApp Messenger ઍપ્લિકેશન |
મોકલો | નવું ચેટ કમ્પોઝર | |
લખેલો મેસેજ | જો ઉપલબ્ધ હશે, તો વાતચીતની સ્ક્રીન પર આ લખાણ મેસેજ લખવાની ફિલ્ડમાં પહેલેથી ભરેલું હશે. | |
આમાંથી કોઈ પણ URL ખોલવા માટે ઓબ્જેક્ટિવ C કૉલ આ પ્રકારે છે:
NSURL *whatsappURL = [NSURL URLWithString:@"whatsapp://send?text=Hello%2C%20World!"]; if ([[UIApplication sharedApplication] canOpenURL: whatsappURL]) { [[UIApplication sharedApplication] openURL: whatsappURL]; }
જો તમે એ નક્કી કરવા માંગતા હો કે WhatsAppને વપરાશકર્તાના iPhoneમાં -[UIApplication canOpenURL:] વાપરીને ઇન્સ્ટોલ કરાયું છે કે નહિ, તો તમારી ઍપ્લિકેશનની LSApplicationQueriesSchemes કીની અંદર Info.plist માં WhatsApp URLને સામેલ કરવાનું ભૂલતા નહિ.
શેર એક્સ્ટેંશન
iOS 8માં બહાર પાડેલા શેર એક્સ્ટેંશનથી કોઈ પણ ઍપ માટે વપરાશકર્તાના iPhone પર ઇન્સ્ટોલ કરેલી બીજી ઍપના કોન્ટેન્ટને શેર કરવાનું સરળ રહે છે. WhatsApp પર તમારું કોન્ટેન્ટ શેર કરવા આ રીત હવે વધારે પસંદ કરાય છે. શેર એક્સ્ટેંશનને વાપરવા માટે UIActivityViewController નો એક નમૂનો બનાવો અને તેને તમારી ઍપમાં રજૂ કરો. WhatsApp નીચેના પ્રકારના કોન્ટેન્ટ સ્વીકારે છે:
- લખાણ (UTI: public.plain-text)
- ફોટા (UTI: public.image)
- વીડિયો (UTI: public.movie)
- ઓડિયો નોટ અને મ્યુઝિક ફાઇલો (UTI: public.audio)
- PDF ડોક્યુમેન્ટ (UTI: com.adobe.pdf)
- સંપર્ક કાર્ડ (UTI: public.vcard)
- વેબ URL (UTI: public.url)
ડોક્યુમેન્ટ ઇન્ટરેક્શન
જો તમારી ઍપ્લિકેશન ફોટા, વીડિયો કે ઓડિયો નોટ બનાવતી હોય અને તમે ઇચ્છતા હો કે તમારા વપરાશકર્તાઓ આ મીડિયા WhatsApp વાપરીને શેર કરે, તો તમે તમારો મીડિયા તમારા સંપર્કો અને ગ્રૂપને ડોક્યુમેન્ટ ઇન્ટરેક્શન API વાપરીને મોકલી શકો છો.
WhatsApp Messenger ઘણા પ્રકારનો મીડિયા સપોર્ટ કરે છે:
- public.image જેવો લાગતો કોઈ પણ પ્રકારનો ફોટો (જેમ કે, PNG કે JPEG)
- public.image જેવો લાગતો કોઈ પણ પ્રકારનો વીડિયો (જેમ કે, MPEG-4 વીડિયો)
- ઓડિયો ફાઇલ (માત્ર MPEG-3, MPEG-4, AIFF, AIFF-C અને કોર ઓડિયો)
વૈકલ્પિક રીતે, જો તમે ઍપ્લિકેશન લિસ્ટમાં માત્ર WhatsApp બતાવવા માંગતા હો (WhatsApp વત્તા બીજી કોઈ public/* જેવી ઍપ), તો તમે ઉપરના પ્રકારોમાંથી કોઈ પણ એક પ્રકારે એક્સ્ટેંશન સાથે સેવ કરેલી ફાઇલનો ઉલ્લેખ કરી શકો છો જે માત્ર WhatsApp માટે વિશેષ છે:
- ફોટો- «.wai» કે જે net.whatsapp.image પ્રકારનો છે
- વીડિયો- «.wam» કે જે net.whatsapp.movie પ્રકારનો છે
- ઓડિયો ફાઇલો - «.waa» કે જે net.whatsapp.audio પ્રકારની છે
જેવું ખોલશો, એવું WhatsApp તરત જ વપરાશકર્તાને સંપર્ક/ગ્રૂપ પિકર સ્ક્રીન રજૂ કરશે. પસંદ કરેલા સંપર્ક/ગ્રૂપને આપમેળે મીડિયા મોકલાઈ જશે.
WhatsApp પર મીડિયા શેર કરવા વિશેની વધુ માહિતી માટે Appleની ડેવલપર વેબસાઇટ પરના રિસોર્સની મદદ લો.