હું WhatsApp માટે મારી રિંગટોન કેવી રીતે બદલી શકું?
iPhone પર, WhatsAppની અંદર ઉપલબ્ધ રિંગટોન સિવાય અન્ય કોઈ રિંગટોનની પસંદગી કરવાનો કોઈ વિકલ્પ નથી. ઍપ બંધ હોય ત્યારે તમે WhatsApp સેટિંગ > નોટિફિકેશનમાંથી રિંગટોન બદલી શકો છો. અહીં તમે મેસેજ, ગ્રૂપ મેસેજ અને WhatsApp કૉલ માટે રિંગટોન નક્કી કરી શકો છો.
iOS 10, iOS 11, iOS 12 અને બીજી કંપનીની ઍપથી કૉલ કરવાની સુવિધાને લીધે, ફોનની સંપર્કોની ઍપની અંદરની સંપર્ક માહિતીમાં નક્કી કરાયેલા રિંગટોન જ WhatsApp વોઇસ કૉલ માટે ઉપયોગમાં લેવાય છે.
iOS 10, iOS 11 અને iOS 12 પર WhatsApp વોઇસ કૉલ માટે મરજી મુજબની રિંગટોન સેટ કરવા:
- તમારા iPhoneની સંપર્કોની ઍપ પર જાઓ.
- તે સંપર્ક પર દબાવો કે જેના માટે તમારે મરજી મુજબની રિંગટોન પસંદ કરવી હોય.
- સ્ક્રીનમાં સૌથી ઉપર જમણા ખૂણામાં આવેલા ફેરફાર કરો પર દબાવો.
- રિંગટોન પસંદ કરો.
- તમારો iPhone બંધ કરીને ફરી ચાલુ કરો.
નોંધ:
- મેસેજ માટે મરજી મુજબના નોટિફિકેશનના અવાજ WhatsApp સેટિંગ > નોટિફિકેશનમાંથી સેટ કરી શકાય છે.
- ગ્રૂપ કૉલ મૂળ રિંગટોન વાપરે છે. આ રિંગટોન મરજી મુજબ સેટ કરી શકાતી નથી.
મહત્ત્વપૂર્ણ: iOS 10માં આવેલા એક બગને કારણે, તમારા નોટિફિકેશનના અવાજો તમારા iPhoneને ફરીથી ચાલુ કર્યા (પાવર અને હોમ બટનને દબાવીને 10 સેકન્ડ સુધી દબાવી રાખ્યા) વિના બરાબર ચાલી શકશે નહિ.