તમારા WhatsApp Messenger એકાઉન્ટને WhatsApp Business પર કેવી રીતે ખસેડવું
WhatsApp Messenger પરથી WhatsApp Business પર જવાની પ્રક્રિયા ઝડપી, સરળ અને ભરોસાપાત્ર છે.
માત્ર આટલું કરો:
- WhatsApp Messengerને અપડેટ કરો અને ઍપ સ્ટોર પરથી WhatsApp Business ડાઉનલોડ કરો.
- WhatsApp Business ખોલો.
- WhatsApp Businessની સેવાની શરતો વાંચો. શરતો સ્વીકારવા માટે સ્વીકારો અને આગળ વધો પર દબાવો.
- WhatsApp Business આપમેળે જ WhatsApp Messenger પર તમે જે નંબર વાપરો છો તે ઓળખી લેશે. આગળ વધવા માટે, તમારા બિઝનેસના નંબર સાથેનો વિકલ્પ દબાવો.
- જે નંબર દેખાય એ જો તમારે વાપરવો ન હોય, તો બીજો નંબર વાપરો પર દબાવીને ખાતરીની સામાન્ય પ્રક્રિયા પૂરી કરો.
- તમારા નંબરની ખાતરી કરવા માટે SMS પર આવેલો 6 અંકોનો નંબર લખો.
- જો તમારું iCloud Keychain ચાલુ કરેલું હશે અને તમે આ નંબરની પહેલાં આ જ ફોન પર ખાતરી કરી હશે, તો તમારે આ પગલું પૂરું કરવું નહિ પડે.
- તમારી બિઝનેસ પ્રોફાઇલ બનાવો > થઈ ગયું પર દબાવો.
- એક વાર તમારું WhatsApp Business એકાઉન્ટ ચાલુ થઈ જાય એટલે તમે તમારી બિઝનેસ પ્રોફાઇલમાં ફેરફાર કરવાનું ચાલુ રાખી શકો છો.