સપોર્ટ કરતા ડિવાઇસ વિશે
અમે iOS 12 કે તેનાથી નવા વર્ઝનને સપોર્ટ કરીએ છીએ પરંતુ અમે ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝન વાપરવાની ભલામણ કરીએ છીએ.
કઈ ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરશે તે અમે કેવી રીતે પસંદ કરીએ છીએ અને જો તે હવે સપોર્ટ નથી કરતી તો શું થશે તે વિશેની વધુ માહિતી માટેનો લેખ અહીં વાંચો.
iOS પર WhatsAppનો શ્રેષ્ઠ અનુભવ કરવા માટે:
- iOSનું લેટેસ્ટ વર્ઝન વાપરો: અમારી ભલામણ છે કે તમે તમારા ફોન માટે ઉપલબ્ધ iOSનું લેટેસ્ટ વર્ઝન વાપરો. તમારા iPhoneનું સોફ્ટવેર કેવી રીતે અપડેટ કરવું તે શીખવા માટે Apple Supportની વેબસાઇટ પર જાઓ.
- જેલબ્રોકન કે અનલૉક ડિવાઇસ વાપરશો નહિ: અમે જેલબ્રોકન કે અનલૉક કરેલા ડિવાઇસનો સ્પષ્ટપણે પ્રતિબંધિત કરતા નથી. જોકે, આ ફેરફારોની અસર તમારા ડિવાઇસની કાર્યક્ષમતા પર પડી શકે છે, અમે iPhoneની ઓપરેટિંગ સિસ્ટમમાં ફેરફાર કરીને વપરાતાં વર્ઝન માટે સપોર્ટ પૂરો પાડી શકતા નથી.
- તમારો ફોન SMS કે કૉલ કરી શકે તે જરૂરી છે: નવું WhatsApp એકાઉન્ટ યોગ્ય રીતે સેટ કરવા માટે એકાઉન્ટની ખાતરી કરતી વખતે, તમારો ફોન SMS કે કૉલ મેળવી શકે તે જરૂરી છે. ફક્ત વાઇ-ફાઇ સાથેના ડિવાઇસ પર અમે નવું એકાઉન્ટ સેટ કરવાનું સપોર્ટ કરતા નથી.
સૌથી નવી ટેકનોલોજી સાથે જોડાયેલા રહેવા માટે, અમે નિયમિત રીતે જૂની ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરવાનું બંધ કરીએ છીએ જેથી અમારા ટૂલ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે.
જો અમે તમારી ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરવાનું બંધ કરીશું, તો તમે WhatsApp વાપરવાનું ચાલુ રાખી શકો તે માટે, તમારા ડિવાઇસને અપગ્રેડ કરવા અમુક વખત નોટિફિકેશન મોકલીશું અને તમને યાદ અપાવીશું. અમે આ પેજને નિયમિત રીતે અપડેટ કરીને ખાતરી કરીશું કે અમે સપોર્ટ કરીએ છીએ તેવા લેટેસ્ટ iOS વર્ઝનનું લિસ્ટ અહીં જોઈ શકાય.