તમે જે સ્ટિકર પેકને ડાઉનલોડ કરવા માગતા હો તેની બાજુમાં ડાઉનલોડ કરો પર દબાવો. જો પૂછવામાં આવે, તો ડાઉનલોડ કરો • {ફાઇલનું કદ} પર દબાવો.
ડાઉનલોડ થઈ જાય એટલે એક ખરાની નિશાની દેખાશે.
સ્ટિકર પોપઅપ પર નીચે સરકાવો.
તમે જે સ્ટિકરને મોકલવા માગતા હો તેને શોધો અને તેના પર દબાવો.
એક વાર તમે સ્ટિકર પર દબાવશો એટલે તે આપમેળે મોકલાઈ જશે.
વધારાના વિકલ્પો:
તમે હાલમાં વાપરેલા સ્ટિકર જોવા માટે હમણાંના પર દબાવો
તમારા મનપસંદ સ્ટિકર જોવા માટે મનપસંદ પર દબાવો.
કોઈ સ્ટિકરને મનપસંદ બનાવવા, તમારી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં તે સ્ટિકર પર હળવેથી દબાવો > મનપસંદમાં ઉમેરો. બીજી રીતે, સ્ટિકર પર દબાવો. સ્ટિકર પર દબાવી રાખો, પછી મનપસંદમાં ઉમેરો પર દબાવો.
કોઈ સ્ટિકરને મનપસંદમાંથી દૂર કરવું હોય, તો તમારી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં તે સ્ટિકર પર હળવેથી દબાવો > મનપસંદમાંથી દૂર કરો પર દબાવો. બીજી રીતે, સ્ટિકર > મનપસંદ પર દબાવો. સ્ટિકર પર દબાવી રાખો, પછી મનપસંદમાંથી દૂર કરો પર દબાવો.
આઇકનમાં દેખાતા ઇમોજીને આધારે સ્ટિકરને વર્ગીકૃત કરવામાં આવે છે. સ્ટિકરના પ્રકારોનો એક સેટ જોવા માટે હાર્ટ બોક્સ પર દબાવો
તમે ડાઉનલોડ કરેલા સ્ટિકર પેક જોવા માટે, ઉમેરો > મારા સ્ટિકર પર દબાવો.
જો તમે કોઈ ચોક્કસ સ્ટિકર પેક ડિલીટ કરવા માગતા હો, તો ડિલીટ કરો > ડિલીટ કરો પર દબાવો.
તમારા સ્ટિકર પેકનો ક્રમ બદલવા માટે, ફેરફાર કરો પર દબાવો. પછી, સ્ટિકર પેકની બાજુમાં ફરી ગોઠવો પર દબાવી રાખો અને તેને ઉપર કે નીચે ખેંચો.
સ્ટિકર પેક અપડેટ કરવા માટે, જ્યારે વાદળી રંગનું ટપકું દેખાય ત્યારે ઉમેરો પર દબાવો. બધા સ્ટિકર ટેબમાં, સ્ટિકર પેકની બાજુમાં જેને અપડેટ કરવાની જરૂર હોય તેને અપડેટ કરો પર દબાવીને અપડેટ કરો. જો પૂછવામાં આવે, તો અપડેટ કરો • {ફાઇલનું કદ} પર દબાવો.
એક વાર અપડેટ પૂરું થઈ ગયા બાદ એક ખરાની નિશાની દેખાશે.
WhatsAppના લેટેસ્ટ વર્ઝનમાં સ્ટિકર ઉપલબ્ધ છે. જો તમને સ્ટિકર ન દેખાય, તો WhatsAppને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવાની ખાતરી કરો.