બ્રોડકાસ્ટ લિસ્ટ સુવિધાથી, તમે તમારા ઘણા સંપર્કોને એકસાથેે મેસેજ મોકલી શકો છો. બ્રોડકાસ્ટ લિસ્ટ એ મેસેજ મેળવનારા સંપર્કોનાં સેવ કરેલાં લિસ્ટ છે કે જેઓને તમે અવારનવાર બ્રોડકાસ્ટ મેસેજ મોકલી શકો છો, એ પણ તેઓને દર વખતે પસંદ કર્યા વગર.
આમ કરવાથી એક નવું બ્રોડકાસ્ટ લિસ્ટ બનશે. જ્યારે તમે બ્રોડકાસ્ટ લિસ્ટમાં કોઈ મેસેજ મોકલો, ત્યારે તે મેસેજને એવા બધા સંપર્કોને મોકલવામાં આવશે જેમણે તમારો નંબર પોતાના ફોનની એડ્રેસ બુકમાં સેવ કર્યો હોય. મેસેજ મેળવનારને તે મેસેજ સામાન્ય મેસેજની જેમ જ મળશે. જ્યારે તેઓ જવાબ આપશે, ત્યારે તે તમારી ચેટ સ્ક્રીનમાં સામાન્ય મેસેજ તરીકે જ દેખાશે. તેમનો જવાબ બ્રોડકાસ્ટ લિસ્ટના મેસેજ મેળવનાર બીજા કોઈને મોકલવામાં આવશે નહિ.
નોંધ: માત્ર તે સંપર્કો જેમણે તેમના ફોનની એડ્રેસ બુકમાં તમને ઉમેર્યા હશે તેઓ જ તમારો બ્રોડકાસ્ટ મેસેજ મેળવી શકશે. જો તમારા સંપર્કને તમારા બ્રોડકાસ્ટ મેસેજ ન મળતા હોય, તો ખાતરી કરો કે તેમણે તમને પોતાની એડ્રેસ બુકમાં ઉમેર્યા છે. બ્રોડકાસ્ટ લિસ્ટ એ એક મેસેજથી અનેક લોકો સાથે વાતચીત કરવાનું માધ્યમ છે. જો તમારી ઇચ્છા હોય કે તમારા મેસેજ મેળવનારાઓ ગ્રૂપની વાતચીતમાં ભાગ લે, તો તમારે બ્રોડકાસ્ટ લિસ્ટની જગ્યાએ ગ્રૂપ ચેટ બનાવવી જોઈએ.
બીજી રીતે, ફેરફાર કરો પર દબાવો, પછી તમે ડિલીટ કરવા માગતા હો તે લિસ્ટની બાજુમાં "–"ની નિશાની પર દબાવીને ડિલીટ કરો પર દબાવો.