ગાયબ થતા મેસેજની સુવિધા કેવી રીતે ચાલુ કે બંધ કરવી
ગાયબ થતા મેસેજની સુવિધા ચાલુ કરીને તમે WhatsApp પર ગાયબ થઈ જતા મેસેજ મોકલી શકો છો. તમે મેસેજને 24 કલાક, 7 દિવસ કે 90 દિવસ પછી ગાયબ થઈ જાય તેવું પસંદ કરી શકો છો. ચાલુ કર્યા પછી, ચેટમાં મોકલવામાં આવતા નવા મેસેજ તમે પસંદ કરેલા સમય પછી દેખાશે નહિ. તમારી સૌથી તાજેતરની પસંદગીને આધારે નવા મેસેજનું નિયંત્રણ કરવામાં આવશે. ગાયબ થતા મેસેજની સુવિધા ચાલુ કર્યા પહેલાં મોકલેલા કે આવેલા મેસેજને કોઈ અસર થશે નહિ.
ચાલુ કરવા માટે WhatsApp ખોલો.
ગાયબ થતા મેસેજની સુવિધા ચાલુ કરવા માટે
બન્નેમાંથી કોઈ પણ વપરાશકર્તા પોતાની વ્યક્તિગત ચેટમાંથી ગાયબ થતા મેસેજની સુવિધા ચાલુ કરી શકે છે. ચાલુ કર્યા પછી, ચેટના નવા મેસેજ તમે પસંદ કરેલા સમય પછી દેખાશે નહિ.
- જેમાં આ સુવિધા ચાલુ કરવા માગો છો તે WhatsApp ચેટ ખોલો.
- સંપર્કના નામ પર દબાવો.
- ગાયબ થતા મેસેજ પર દબાવો.
- જો પૂછવામાં આવે, તો ચાલુ રાખો પર દબાવો.
- 24 કલાક, 7 દિવસ કે 90 દિવસમાંથી એક પસંદ કરો.
ગાયબ થતા મેસેજની સુવિધા બંધ કરવા માટે
બન્નેમાંથી કોઈ પણ વપરાશકર્તા ગાયબ થતા મેસેજની સુવિધા બંધ કરી શકે છે. બંધ કર્યા પછી, ચેટમાં મોકલવામાં આવતા નવા મેસેજ ગાયબ થશે નહિ.
- જેમાં આ સુવિધા બંધ કરવા માગો છો તે WhatsApp ચેટ ખોલો.
- સંપર્કના નામ પર દબાવો.
- ગાયબ થતા મેસેજ પર દબાવો.
- જો પૂછવામાં આવે, તો ચાલુ રાખો પર દબાવો.
- બંધ કરો પસંદ કરો.
સંબંધિત લેખો:
- ગાયબ થતા મેસેજની સુવિધા વિશે
- Android | KaiOS | વેબ અને ડેસ્કટોપ પર ગાયબ થતા મેસેજની સુવિધા કેવી રીતે ચાલુ કે બંધ કરવી
- Android | iPhone | KaiOS | વેબ અને ડેસ્કટોપ પર કોઈ ગ્રૂપમાં ગાયબ થતા મેસેજની સુવિધા કેવી રીતે ચાલુ કે બંધ કરવી