મેસેજ પર પ્રતિક્રિયાઓ કેવી રીતે મોકલવી
તમે તમારી વ્યક્તિગત અને ગ્રૂપ ચેટમાં ઇમોજી વડે મેસેજ પર પ્રતિક્રિયા આપી શકો છો. તમે મેસેજની નીચે આપેલા પ્રતિક્રિયા ઇમોજી પર દબાવીને મેસેજની બધી પ્રતિક્રિયાઓ જોઈ શકો છો.
નોંધ:
- તમે મેસેજ દીઠ માત્ર એક પ્રતિક્રિયા ઉમેરી શકો છો.
- જ્યારે મેસેજ ગાયબ થઈ જાય ત્યારે ગાયબ થતા મેસેજની પ્રતિક્રિયાઓ દેખાશે નહિ.
- પ્રતિક્રિયાઓ કે પ્રતિક્રિયાઓની સંખ્યા છુપાવવી શક્ય નથી.
- તમે તેને દૂર કરો તે પહેલાં અથવા જો તે દૂર થઈ શકી ન હોય તેવા કિસ્સામાં મેસેજ મેળવનાર તમારી પ્રતિક્રિયા જોઈ શકે છે. જો પ્રતિક્રિયા દૂર થઈ શકી ન હોય તો તમને સૂચિત કરવામાં આવશે નહિ.
મેસેજ પર પ્રતિક્રિયા આવી રીતે ઉમેરો
જ્યારે તમે કોઈ પ્રતિક્રિયા ઉમેરશો, ત્યારે જે મેસેજ મોકલનાર પર પ્રતિક્રિયા થઈ રહી છે માત્ર તેઓ જ નોટિફિકેશન મેળવશે.
- મેસેજ પર લાંબા સમય સુધી દબાવો.
- બતાવવામાં આવતા ઇમોજીમાંથી એક પસંદ કરવા માટે તે ઇમોજી પર દબાવો.
તમારી પ્રતિક્રિયા આવી રીતે બદલો
તમે તમારી પ્રતિક્રિયાને કોઈ અલગ પ્રતિક્રિયામાં બદલી શકો છો.
- તમે જે મેસેજ પર પ્રતિક્રિયા આપી હતી તેના પર લાંબા સમય સુધી દબાવો.
- અલગ ઇમોજી પર દબાવો.
પ્રતિક્રિયા આવી રીતે દૂર કરો
તમે મેસેજ પરની તમારી પ્રતિક્રિયા દૂર કરી શકો છો. જો તમે કોઈ પ્રતિક્રિયા દૂર કરશો તો મેસેજ મોકલનારને નોટિફિકેશન મોકલવામાં આવશે નહિ.
- તમે જે મેસેજ પર પ્રતિક્રિયા આપી હતી તેના પર લાંબા સમય સુધી દબાવો.
- તમે જે ઇમોજી પર પ્રતિક્રિયા આપી હતી તેને દૂર કરવા માટે તેના પર દબાવો.