મીડિયા, ડોક્યુમેન્ટ, લોકેશન, સંપર્કો અથવા Messenger રૂમની લિંક શેર કરવા માટે
કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
જોડો પર દબાવો. પછી, આ મુજબ દબાવો:
કેમેરા તમારા કેમેરાથી નવો ફોટો કે વીડિયો લેવા માટે. નોંધ: WhatsApp વાપરીને રેકોર્ડ કરવામાં આવતા વીડિયો 16 MB સુધી માર્યાદિત છે.
ફોટો અને વીડિયો લાઇબ્રેરી તમારા iPhoneના કેમેરા રોલ અથવા આલબમમાંથી ફોટો કે વીડિયો પસંદ કરવા માટે. ફોટો અને વીડિયો પસંદ કર્યા પછી, એક સમયે એકથી વધુ ફોટા અને વીડિયો પસંદ કરવા માટે નીચે ડાબી બાજુ પર ઉમેરો પર દબાવો.
ડોક્યુમેન્ટ તમારી iCloud Drive કે બીજી ઍપ જેમ કે Google ડ્રાઇવ, Dropbox વગેરેમાંથી ડોક્યુમેન્ટ પસંદ કરવા માટે. નોંધ: ડોક્યુમેન્ટ મોકલવાનું ફક્ત iOS 10 અને તેના પછીના વર્ઝન પર જ ઉપલબ્ધ છે. વધુમાં વધુ 100 MB સુધીની ફાઇલ મોકલવાની પરવાનગી છે.
રૂમMessenger રૂમ બનાવવા અને તેની લિંક શેર કરવા માટે.
લોકેશન તમારું લોકેશન કે નજીકની કોઈ જગ્યા મોકલવા માટે.
સંપર્ક કોઈ સંપર્કની માહિતી મોકલવા માટે. સામાન્ય રીતે, ફોનની એડ્રેસ બુકમાં પસંદ કરેલા સંપર્કની જે પણ માહિતી સાચવવામાં આવી છે એ શેર કરવામાં આવશે. સંપર્ક શેર કરો સ્ક્રીન પર જે માહિતી ન મોકલવી હોય તેની પસંદગી રદ કરો.
તમે ફોટા અને વીડિયોમાં શીર્ષક પણ ઉમેરી શકો છો. દરેક ફોટામાં શીર્ષક ઉમેરવા માટે ફોટા સરકાવો.
મોકલો પર દબાવો.
તમે Facebook કે Instagram વીડિયોની લિંક પણ શેર કરી શકો છો અને તેઓ તેને સીધા જ WhatsAppમાંથી પ્લે કરી શકે છે. તમે તમારી ચેટમાં લિંક પેસ્ટ કરશો તે પછી એક પ્રિવ્યૂ દેખાશે.
મીડિયા, ડોક્યુમેન્ટ, લોકેશન, સંપર્કો કે Messenger રૂમની લિંક ફોરવર્ડ કરવા માટે
કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
તમારે જે પ્રકારનો મેસેજ ફોરવર્ડ કરવો હોય તેના પર દબાવી રાખો, પછી ફોરવર્ડ કરો પર દબાવો. તમે એકથી વધુ મેસેજ પણ પસંદ કરી શકો છો.
ફોરવર્ડ કરો પર દબાવો.
જે ચેટમાં મેસેજ ફોરવર્ડ કરવો હોય એ પસંદ કરો, પછી ફોરવર્ડ કરો પર દબાવો.
જ્યારે તમે મીડિયા, ડોક્યુમેન્ટ, લોકેશન, સંપર્કો કે Messenger રૂમની લિંક ફોરવર્ડ કરો, ત્યારે તેને ફરીથી અપલોડ કરવાની જરૂર રહેતી નથી. ફોરવર્ડ કરેલા મેસેજ જે મૂળરૂપે તમારા દ્વારા મોકલાયેલા નહિ હોય એ “ફોરવર્ડ કરેલો” લેબલ બતાવશે.
નોંધ: મીડિયા સાથે શીર્ષક ફોરવર્ડ કરવામાં આવશે નહિ.