GIFs કેવી રીતે મોકલવી
GIFs કેવી રીતે મોકલવી
તમે WhatsApp પર વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં GIFs મોકલી શકો છો.
- WhatsApp ખોલો.
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- સ્ટિકર
> GIF પર દબાવો. - પછી, તમે:
- કોઈ ચોક્કસ GIF શોધવા માટે શોધો
પર દબાવી શકો છો. - તમે તાજેતરમાં વાપરેલી GIFs જોવા માટે હમણાંનું
પર દબાવી શકો છો. - તમારી મનપસંદ અથવા સ્ટાર મૂકેલી GIFs જોવા માટે મનપસંદ
પર દબાવી શકો છો.
- કોઈ ચોક્કસ GIF શોધવા માટે શોધો
- તમે મોકલવા માગો છો તે GIF પસંદ કરો અને તેના પર દબાવો.
- મોકલો
પર દબાવો.
GIFને મનપસંદમાં ઉમેરવા વિશે
જલદીથી વાપરવા માટે તમે GIFsને તમારા મનપસંદમાં ઉમેરી શકો છો.
- ચેટમાંથી કોઈ GIFને મનપસંદમાં ઉમેરવા માટે, તે વ્યકિગત કે ગ્રૂપ ચેટની GIF પર દબાવી રાખો > સ્ટાર મૂકો
પર દબાવો. - GIF મેનૂમાંથી કોઈ GIFને મનપસંદમાં ઉમેરવા માટે, તે GIF પર દબાવી રાખો > મનપસંદમાં ઉમેરો પર દબાવો.
કોઈ GIFને મનપસંદમાંથી દૂર કરવા માટે
- મનપસંદ
પર દબાવો > જેને દૂર કરવી હોય તે GIF પર દબાવી રાખો > મનપસંદમાંથી દૂર કરો પર દબાવો.