WhatsApp પર કેવી રીતે શોધવું
WhatsApp પર શોધની સુવિધા વાપરીને તમે તમારા ડિવાઇસ પર ચેટમાં રહેલા મેસેજ, ફોટા, વીડિયો, લિંક, GIFs અને ડોક્યુમેન્ટ સરળતાથી શોધી શકો છો.
મુખ્ય શબ્દથી ચેટ શોધવા માટે
શોધની સુવિધા તમને મુખ્ય શબ્દથી તમારી ચેટ શોધવા દે છે.
- WhatsApp ખોલો.
- ચેટ ટેબમાં, શોધનું ખાનું જોવા માટે નીચે સરકાવો.
- શોધ માટેના ખાનામાં તમે શોધવા માગો છો તે શબ્દ કે વાક્ય લખો.
- ચેટમાં તે મેસેજ ખોલવા માટે મળેલા પરિણામ પર દબાવો.
ફિલ્ટર કરીને મીડિયા શોધવા માટે
શોધની સુવિધામાં ફિલ્ટર વાપરીને, તમે તમારી ચેટમાં રહેલા ફોટા, વીડિયો, લિંક, GIFs, ઓડિયો અને ડોક્યુમેન્ટ જેવું મીડિયા પણ શોધી શકો છો.
- WhatsApp ખોલો.
- ચેટ ટેબમાં, શોધનું ખાનું જોવા માટે નીચે સરકાવો.
- શોધના ખાનામાં તમે શોધવા માગો છો તે શબ્દ લખો.
- ડ્રોપડાઉન મેનૂમાંથી તમે શોધવા માગો છો તે મીડિયાનો પ્રકાર પસંદ કરો.
- ચેટમાં તે મીડિયા ખોલવા માટે મળેલા પરિણામ પર દબાવો.
મીડિયા જોવા માટે
તમે બધાં ફોટા, વીડિયો, લિંક, GIFs, ઓડિયો કે ડોક્યુમેન્ટ જોઈ શકો છો.
- WhatsApp ખોલો.
- ચેટ ટેબમાં, શોધનું ખાનું જોવા માટે નીચે સરકાવો.
- ફોટા, વીડિયો, લિંક, GIFs, ઓડિયો કે ડોક્યુમેન્ટમાંથી જે પ્રકારનું મીડિયા જોવા માગતા હો તેના પર દબાવો.