લૉક સ્ક્રીન પરથી જવાબ કેવી રીતે આપવો
લૉક સ્ક્રીન પરથી મેસેજનો જવાબ આપવા માટે:
- કીબોર્ડ લાવવા માટે મેસેજ નોટિફિકેશન પર ટેપ કરો અને કાં તો દબાવી રાખો અથવા મક્કમતાથી દબાવો.
- તમારો જવાબ લખો અને મોકલો પર દબાવો.
નોંધ:
- તરત જવાબની સુવિધા iPhone 6s અને તેનાથી નવા વર્ઝન માટે ઉપલબ્ધ છે.
- સેટિંગ > એક્સેસિબિલિટી > ટચ > હેપ્ટિક ટચ > ટચ ડ્યુરેશન પર જઈને તમારે તમારા હેપ્ટિક સેટિંગમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે.