તમે ગ્રૂપનાં નોટિફિકેશનને ખાસ સમયગાળા માટે મ્યૂટ કરી શકો છો. જોકેે, તે ગ્રૂપમાં મોકલાતા મેસેજ તો તમને મળતા રહેશે, પણ મેસેજ આવેે ત્યારે તમારો ફોન વાઇબ્રેટ કે અવાજ નહિ કરે. મ્યૂટ કરેલી ચેટમાં મોકલેલા મેસેજને WhatsAppના નવા મેસેજ બતાવતી નિશાનીમાં દેખાતી ગણતરીમાં લેવામાં નહિ આવે, સિવાય કે ચેટમાં તમારો ઉલ્લેખ કરાયો હોય કે તમારા મેસેજનો જવાબ આપવામાં આવ્યો હોય.