મૂળ રીતે, ગ્રૂપનો કોઈ પણ સભ્ય ગ્રૂપમાં મેસેજ મોકલી શકે છે અને ગ્રૂપનું નામ, ફોટો કે વર્ણન સહિતની ગ્રૂપની માહિતી બદલી શકે છે. જોકે, કોઈ ગ્રૂપ એડમિન ગ્રૂપનાં સેટિંગ બદલીને માત્ર એડમિનને જ ગ્રૂપની માહિતીમાં ફેરફાર કરવા કે મેસેજ મોકલવાની મંજૂરી આપી શકે છે.
નોંધ: ગ્રૂપમાં એડમિન દબાવ્યા પછી, જે એડમિનને મેસેજ કરવો હોય એ એડમિનનાં નામ પર દબાવીને સભ્યો સીધો જ એડમિનનો સંપર્ક કરી શકે છે.