ડાર્ક મોડ કેવી રીતે વાપરવો
ડાર્ક મોડથી તમે WhatsAppના રંગની થીમને સફેદમાંથી કાળી કરી શકો છો અને તેને તમારા ડિવાઇસનાં સેટિંગ કે કંટ્રોલ સેન્ટરમાંથી ચાલુ કે બંધ કરી શકો છો. આ સુવિધા iOS 13 અને તેના પછીના વર્ઝન પર ઉપલબ્ધ છે.
ડિવાઇસના સેટિંગમાંથી ડાર્ક મોડ ચાલુ કરો
- iPhone સેટિંગ > ડિસ્પ્લે એન્ડ બ્રાઇટનેસ પર જાઓ.
- અપિઅરન્સની નીચે આપેલા આ વિકલ્પોમાંથી એક પસંદ કરો:
- ડાર્ક: ડાર્ક મોડ ચાલુ કરો.
- લાઇટ: ડાર્ક મોડ બંધ કરો.
- ઓટોમેટિક: કોઈ ખાસ સમયે ડાર્ક મોડને ઓટોમેટિક રીતે ચાલુ કરો. ઓપશન્સ પર દબાવો અને પછી સનસેટ ટૂ સનરાઇઝ અથવા કસ્ટમ શેડ્યૂલ પસંદ કરો.
કંટ્રોલ સેન્ટરમાંથી ડાર્ક મોડ ચાલુ કરો
- iPhone સેટિંગ > કંટ્રોલ સેન્ટર પર જાઓ.
- કંટ્રોલ સેન્ટરમાં દેખાય તે માટે ઇન્ક્લૂડેડ કંટ્રોલ્સની અંદર ડાર્ક મોડ ઉમેરો.
- કંટ્રોલ સેન્ટર ખોલો:
- iPhone X કે નવા વર્ઝન પર કંટ્રોલ સેન્ટર ખોલવા માટે સ્ક્રીનની જમણી બાજુથી નીચે તરફ સરકાવો.
- iPhone 8 અને જૂના વર્ઝન પર કંટ્રોલ સેન્ટર ખોલવા માટે સ્ક્રીનની નીચેની બાજુથી ઉપર તરફ સરકાવો.
- ડાર્ક મોડ ચાલુ કે બંધ કરવા માટે ડાર્ક મોડના આઇકન પર દબાવો.