કેટલોગમાંથી પ્રોડક્ટ કે સેવાઓ કેવી રીતે શેર કરવી
તમે સરળતાથી તમારા મિત્રો સાથે કોઈ બિઝનેસની પ્રોડક્ટ કે સેવાઓ શેર કરી શકો છો.
વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાંથી કોઈ પ્રોડક્ટ કે સેવા શેર કરો
- પ્રોડક્ટ કે સેવાના ફોટોની બાજુની ફોરવર્ડ કરોની નિશાની પર દબાવો.
- જેમાં પ્રોડક્ટ ફોરવર્ડ કરવી હોય તેવી ગ્રૂપ કે વ્યક્તિગત ચેટ શોધો અથવા પસંદ કરો.
- ફોરવર્ડ કરો પર દબાવો.
કેટલોગમાંથી કોઈ પ્રોડક્ટ કે સેવા શેર કરો
- તે બિઝનેસની WhatsApp Business પ્રોફાઇલ પર જાઓ.
- કેટલોગની બાજુમાં બધું જુઓ પર દબાવો.
- વિગતો જોવા માટે કોઈ પ્રોડક્ટ કે સેવા પર દબાવો.
- વધુ
> મોકલો પર દબાવો. - જેમાં પ્રોડક્ટ ફોરવર્ડ કરવી હોય તેવી ગ્રૂપ કે વ્યક્તિગત ચેટ શોધો અથવા પસંદ કરો.
- મોકલો પર દબાવો.
WhatsApp વેબ કે ડેસ્કટોપ પર કેટલોગમાંથી કોઈ પ્રોડક્ટ કે સેવા શેર કરો
- તે બિઝનેસની WhatsApp Business પ્રોફાઇલ પર જાઓ.
- કેટલોગની બાજુમાં બધું જુઓ પર દબાવો.
- વિગતો જોવા માટે કોઈ પ્રોડક્ટ કે સેવા પર દબાવો.
- ઉપર આવેલી ડ્રોપ ડાઉન (નીચે ખસેડો)ની નિશાની પર દબાવો.
- પ્રોડક્ટ મોકલો પર દબાવો
- જેમાં પ્રોડક્ટ કે સેવાઓ શેર કરવી હોય તેવી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ શોધો અથવા પસંદ કરો.
- મોકલોની નિશાની પર દબાવો.