WhatsApp પર સ્ટોરેજ કેવી રીતે ખાલી કરવું
WhatsApp તમારા ડિવાઇસ પર કેટલી જગ્યા રોકે છે તે તમે જોઈ શકો છો અને વસ્તુઓ ડિલીટ કરીને સ્ટોરેજ ખાલી કરી શકો છો.
સ્ટોરેજ વપરાશ જોવા માટે
- WhatsApp સેટિંગ પર જાઓ.
- સ્ટોરેજ અને ડેટા > સ્ટોરેજનું સંચાલન કરો પર દબાવો.
WhatsApp મીડિયા અને ઍપ અને અન્ય વસ્તુઓ દ્વારા તમારા ડિવાઇસ પર કેટલું સ્ટોરેજ વપરાય છે તે સ્ક્રીનની સૌથી ઉપર બતાવવામાં આવ્યું છે.
ન જોઈતી વસ્તુઓ તપાસી અને ડિલીટ કરવા માટે
તમે મોટી અને ઘણી બધી વખત ફોરવર્ડ થયેલી વસ્તુઓ ડિલીટ કરીને સ્ટોરેજ ખાલી કરી શકો છો. તમે કોઈ ચોક્કસ ચેટની વસ્તુઓ પણ ડિલીટ કરી શકો છો.
વસ્તુઓ તપાસવા માટે
- WhatsApp સેટિંગ પર જાઓ.
- સ્ટોરેજ અને ડેટા > સ્ટોરેજનું સંચાલન કરો પર દબાવો.
- 5 MB કરતાં મોટી, ઘણી બધી વખત ફોરવર્ડ કરેલી પર દબાવો અથવા કોઈ ચોક્કસ ચેટ પસંદ કરો.
- વસ્તુઓને સૌથી નવી, સૌથી જૂની, સૌથી મોટી મુજબ ગોઠવવા માટે તમે ગોઠવો પર દબાવી શકો છો.
- જે તે વસ્તુની ફાઇલનું કદ તે વસ્તુની ઉપર જમણા ખૂણે બતાવવામાં આવે છે.
- તપાસવા માટે કોઈ વસ્તુ પર દબાવો.
વસ્તુઓ ડિલીટ કરવા માટે
જો તમે કોઈ વસ્તુને ડિલીટ કરવાનું પસંદ કરો, તો તે તમારા WhatsApp મીડિયામાંથી ડિલીટ કરવામાં આવશે. ડિલીટ કરેલી વસ્તુઓ હજી પણ તમારા ડિવાઇસમાં સેવ થયેલી હોઈ શકે છે. જો તમારી પાસે કોઈ વસ્તુની એકથી વધુ નકલ હોય, તો સ્ટોરેજ ખાલી કરવા માટે તમારે બધી નકલો પણ ડિલીટ કરવાની જરૂર પડશે.
- WhatsApp સેટિંગ પર જાઓ.
- સ્ટોરેજ અને ડેટા > સ્ટોરેજનું સંચાલન કરો પર દબાવો.
- 5 MB કરતાં મોટી, ઘણી બધી વખત ફોરવર્ડ કરેલી પર દબાવો અથવા કોઈ ચોક્કસ ચેટ પસંદ કરો.
- તમે આ કરી શકો છો:
- બધી વસ્તુઓ પસંદ કરવા માટે: જો તમે એક વારમાં જ બધી વસ્તુઓ ડિલીટ કરવા માગતા હો, તો બધું પસંદ કરો પર દબાવો.
- કોઈ ચોક્કસ વસ્તુઓ ડિલીટ કરવા માટે: તમે ડિલીટ કરવા માગો છો તે વસ્તુ પર દબાવો. એક વખતમાં એકથી વધુ વસ્તુઓ ડિલીટ કરવા માટે બીજી વસ્તુઓ પણ સાથે પસંદ કરો
- ડિલીટ કરો
પર દબાવો - જો તમે સ્ટાર મૂકેલી વસ્તુઓ પસંદ કરી હોય, તો તમે સ્ટાર વગરના બધા ડિલીટ કરો અથવા બધું ડિલીટ કરો પસંદ કરી શકો છો.
- વસ્તુ ડિલીટ કરો અથવા વસ્તુઓ ડિલીટ કરો પર દબાવો.
- જો તમે સરખી વસ્તુઓ પસંદ કરી હોય, તો વસ્તુ અને એની કોઈ પણ નકલો ડિલીટ કરો અથવા વસ્તુઓ અને એની કોઈ પણ નકલો ડિલીટ કરો પર દબાવો.
વસ્તુઓ શોધીને ડિલીટ કરવા માટે
તમે શોધની સુવિધાનો ઉપયોગ કરીને ચોક્કસ વસ્તુઓ પણ ડિલીટ કરી શકો છો.
- ચેટ ટેબ પર, શોધ બાર જોવા માટે નીચે સરકાવો.
- ફોટા, વીડિયો અથવા ડોક્યુમેન્ટ પર દબાવો.
- તમે ડિલીટ કરવા માગો છો તે વસ્તુ પર દબાવો.
- ડિલીટ કરો
> મારા માટે ડિલીટ કરો પર દબાવો.
સ્ટોરેજ ઓછું હોય તેની ચેતવણી
જો તમારા ડિવાઇસ પર ઉપલબ્ધ સ્ટોરેજ ખૂબ જ ઓછું થઈ ગયું હોય, તો WhatsApp યોગ્ય રીતે કામ ન કરે એવું બની શકે. જો આમ થાય, તો ઍપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માટે WhatsApp તમને જગ્યા ખાલી કરવાનું કહી શકે છે.
તમે ઉપયોગ નથી કરતા એવી ઍપ અથવા તમારા ફોન પર સેવ કરેલા મોટા વીડિયો, ફોટા કે ફાઇલો ડિલીટ કરીને પણ તમે જગ્યા ખાલી કરી શકો છો. WhatsAppની બહારથી તમારા ફોનનું સ્ટોરેજ કેવી રીતે ખાલી કરવું તે વિશે વધુ માહિતી માટે, Apple Supportની વેબસાઇટ પર જાઓ.
સંબંધિત લેખો:
- Androidમાં WhatsApp પર સ્ટોરેજ કેવી રીતે ખાલી કરવું
- ફોરવર્ડ કરવાની મર્યાદા વિશે