WhatsApp પર દિવ્યાંગો માટેની સુવિધાઓ વિશે
તમે તમારા ફોનનાંં સેટિંગમાં જઈને WhatsApp પર દિવ્યાંગો માટેની સુવિધાઓ ચાલુ કરી શકો છો. iPhone પર, તમે:
- તમે બોલીને અને VoiceOver જેસ્ચર વાપરીને તમારા ડિવાઇસ પર કામ કરવા માગતા હો, તો VoiceOver વાપરી શકો છો. તમે WhatsApp કેમેરાથી તમારો પોતાનો ફોટો લેતી વખતે માર્ગદર્શન આપવા માટે VoiceOver વાપરી શકો છો.
- WhatsApp પર મેસેજ મોકલવા કે વાંચવા અને કૉલ કરવા માટે Siri વાપરી શકો છો.
- ડિસ્પ્લે અથવા લખાણના કદમાં ફેરફાર કરી શકો છો, કામચલાઉ રૂપે તમારી સ્ક્રીન ઝૂમ કે મોટી કરી શકો છો અને રંગ કે તેની છટાઓ બદલી શકો છો.
તમારા ફોન પર હાજર દિવ્યાંગો માટેની સુવિધાઓ અંગેની વધુ વિગતો અને સૂચનાઓ માટે, Apple Support વેબસાઇટ પર જાઓ.
દિવ્યાંગો માટેની સુવિધાઓથી સંબંધિત સમસ્યાઓની જાણ કરવા અથવા સૂચનો શેર કરવા માટે, તમે accessibility@support.whatsapp.com પર અમારો સંપર્ક કરી શકો છો.