તમારી અને તમારા મેસેજની સુરક્ષા અમારા માટે બહુ મહત્ત્વની છે. WhatsAppના ઉપયોગ દરમિયાન તમને સુરક્ષિત રહેવામાં મદદરૂપ થવા અમે જે સાધનો અને સુવિધાઓ તૈયાર કરી છે, તે વિશેે અમે તમને જણાવવા ઇચ્છીએ છીએ. તમે મોટે ભાગે ઓનલાઇન સુરક્ષિત રહી શકો તે માટે અમે કેટલીક લિંક પણ આપી છે.
એક રીતે અમે તમને અમારી સેવાની શરતોના માધ્યમથી WhatsApp પર સુરક્ષિત રહેવામાં મદદ કરીએ છીએ. અમારી સેવાની શરતોમાં WhatsApp પર પ્રતિબંધિત પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરાયો છે. જેમ કે, એવા વિષયો રજૂ કરવા (સ્ટેટસ, પ્રોફાઇલ ફોટા કે મેસેજમાં) જે ગેરકાયદેસર, અશ્લીલ, બદનક્ષીભર્યાં, ભયદાયક, ધાકધમકીવાળા, પજવણીરૂપ, તિરસ્કારજનક, જાતિ અથવા કોમી રીતે ઘૃણાજનક હોય કે ગેરકાયદેસર કૃત્યની ઉશ્કેરણી કરતા હોય કે તેને પ્રેરણા પૂરી પાડતા હોય અથવા તો બીજી રીતે અયોગ્ય હોય અને અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરતા હોય. જો અમને લાગે કે કોઈ વપરાશકર્તા અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરે છે, તો અમે તેમના પર પ્રતિબંધ મૂકીશું.
અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરતા કાર્યોનાં ઉદાહરણો વિશે વધુ માહિતી મેળવવા, કૃપા કરીને અમારી સેવાની શરતોના “અમારી સેવાની શરતોનો સ્વીકાર્ય ઉપયોગ” વિભાગને વાંચો.
WhatsApp પર, અમે કેટલાક એવા મૂળભૂત નિયંત્રણો બનાવ્યાં છે, જે તમારી સુરક્ષા હેતુ બરાબર લાગે તે મુજબ તમે પોતે જ ગોઠવી શકો છો:
તમે છેલ્લે ક્યારે જોયું તે, તમારો પ્રોફાઇલ ફોટો અને/અથવા સ્ટેટસ કોણ જોઈ શકે તે માટે તમેે આ વિકલ્પો રાખી શકો છો:
બધા: તમે છેલ્લે ક્યારે જોયું તે, તમારો પ્રોફાઇલ ફોટો અને/અથવા સ્ટેટસ બધા WhatsApp વપરાશકર્તાઓ જોઈ શકશે.
મારા સંપર્કો: તમે છેલ્લે ક્યારે જોયું તે, તમારો પ્રોફાઇલ ફોટો અને/અથવા સ્ટેટસ માત્ર તમારી એડ્રેસ બુકના સંપર્કો જોઈ શકશે.
કોઈ નહિ: તમે છેલ્લે ક્યારે જોયું તે, તમારો પ્રોફાઇલ ફોટો અને/અથવા સ્ટેટસ કોઈ જોઈ શકશે નહિ.
જો તમે વંચાયાની ખાતરી બંધ કરો, તો તમે ક્યારે મેસેજ વાંચ્યો તે કોઈ જોઈ શકશે નહિ. તમે પણ કોઈ બીજા વપરાશકર્તાની વંચાયાની ખાતરી જોઈ શકશો નહિ.
નોંધ: વંચાયાની ખાતરી ગ્રૂપ ચેટ માટે હંમેશાં મોકલવામાં આવે છે, પછી ભલેને તમે તે વિકલ્પ તમારાં પ્રાઇવસી સેટિંગમાં બંધ કર્યો હોય.
Android | iPhone | Windows Phone પર પ્રાઇવસી સેટિંગ વિશે શીખો.
તમે જોઈતા નંબરો સાથે સંપર્ક તોડીને WhatsApp પર તેમને તમારી સાથે વાતચીત કરતા રોકી શકો છો. કેવી રીતે કોઈની સાથે સંપર્ક તોડી/સંપર્ક જોડી શકાય અને કોઈની સાથે સંપર્ક તોડવાથી શું થાય છે એના વિશે વધુ માહિતી મેળવવા માટે, કૃપા કરીને આ લેખો વાંચો.
તમે એ પણ નક્કી કરી શકો છો કે તમે WhatsApp પર તમારા સંપર્કો સાથે શું શેર કરવું છે, અને અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે કંઈ પણ શેર કરતા પહેલાં સમજી-વિચારીને નક્કી કરો. પોતાને પૂછો: શું તમે શેર કરો છો તે બીજાને બતાવવા માંગો છો?
કૃપા કરીને યાદ રાખો કે અમે સામાન્ય રીતે સેવા પૂરી પાડતી વખતે મેસેજ પહોંચાડી દીધા પછી, તેમને અમારી પાસે રાખી મૂકતા નથી. એક વાર WhatsApp પરથી મેસેજ પહોંચાડ્યા બાદ, મોકલેલા મેસેજ સુરક્ષિત અને ખાનગી રહે તે માટે અમે તેને સાચવી રાખતા નથી.
જોકે, જ્યારે તમે કોઈની સાથે WhatsApp પર ચેટ, ફોટો, વીડિયો, ફાઇલ કે વોઇસ મેસેજ શેર કરો, ત્યારે તેમની પાસે આ બધા મેસેજની કોપિ રહેશે. તેઓ પાસે એ મેસેજને WhatsApp પર કે એની બહાર બીજાઓ સાથે ફરીથી શેર કરવાની ક્ષમતા રહેશે.
WhatsAppમાં લોકેશનની પણ સુવિધા છે, જે વાપરીને તમે WhataApp મેસેજથી તમારું હાલનું લોકેશન શેર કરી શકો છો. તમારે તમારા લોકેશનને માત્ર ભરોસાપાત્ર લોકો સાથે જ શેર કરવું જોઈએ.
તમે ઍપની અંદરથી અમને સંપર્ક કરીને WhatsAppને જાણ કરી શકો છો.
કૃપા કરીને બની શકે એટલી માહિતી આપો.
મહત્ત્વનું: જો તમને લાગે કે તમે અથવા તો બીજું કોઈ માનસિક કે શારીરિક રીતે સંકટમાં છે, તો કૃપા કરીને તમારી સ્થાનિક પોલીસનો સંપર્ક કરો. તેઓ આવી પરિસ્થિતિઓમાં વધારે મદદરૂપ થઈ શકે છે.
અમે તમને જોખમકારક મેસેજ વિશે જાણ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. કૃપા કરીને યાદ રાખો કે તમારા મેસેજ સુરક્ષિત અને ખાનગી રહે તે માટે, સામાન્ય રીતે અમે તમારા મેસેજને સાચવતા નથી, જેથી અમે કોઈ ફરિયાદની ખાતરી કરીનેે પગલાં ભરી શકતાં નથી.
જ્યારે જરૂર પડે, ત્યારે તમે યોગ્ય કાયદા નિયામક સંસ્થા સાથે મેસેજના સ્ક્રીનશોટની સાથેસાથે મેસેજ શેર કરનારની ઉપલબ્ધ સંપર્ક માહિતી શેર કરી શકો છો.
કોઈ અજાણ્યા નંબર પરથી તમને જ્યારે પહેલી વાર કોઈ મેસેજ મળે, ત્યારે ઍપની અંદરથી જ તે નંબરના સ્પામ હોવાની સીધી ફરિયાદ કરવાનો તમને વિકલ્પ આપવામાં આવશે.
તમે કોઈ સંપર્ક કે ગ્રૂપ વિશે તેમની પ્રોફાઇલ માહિતીમાંથી નીચેનાં પગલાં ભરીને પણ જાણ કરી શકો છો:
એક વાર જાણ થઈ જાય એટલે તમે જેના વિરુદ્ધ જાણ કરી છે તે વપરાશકર્તા કે ગ્રૂપ તરફથી તાજેતરમાં તમને મોકલેલા મેસેજની સાથેસાથે તમારી તાજેતરની વાતચીતની માહિતી WhatsAppને મળે છે.
જો અમને લાગે કે એકાઉન્ટની પ્રવૃત્તિ અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરે છે, તો બની શકે કે અમે તેવાં એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકીએ. અમારી સેવાની શરતો મુજબ, અમે તમને જણાવ્યા વગર તમારા પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર ધરાવીએ છીએ. કૃપા કરીને નોંધ લો કે વપરાશકર્તા દ્વારા અમારી સેવાની શરતોના ઉલ્લંઘનના પરિણામરૂપે એ જરૂરી નથી કે તેમને પ્રતિબંધિત કરવામાં આવે કે બીજી કોઈ રીતે તેમના પર કાર્યવાહી કરવામાં આવે.
WhatsAppના યોગ્ય ઉપયોગ અને અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓ વિશે વધારે જાણકારી માટે કૃપા કરીને અમારી સેવાની શરતોમાં “અમારી સેવાની શરતોનો સ્વીકાર્ય ઉપયોગ” વિભાગને કાળજીપૂર્વક વાંચો.
અમારી સિસ્ટમમાંથી પસાર થઈને આવતા સ્પામ મેસેજનું પ્રમાણ ઓછું કરવા માટે અમે ચીવટથી કામ કરીએ છીએ. વપરાશકર્તાઓ એકબીજા સાથે સુરક્ષિત રીતે વાતચીત કરે તેવી ઍપ બનાવવી અમારી પ્રાથમિકતા છે. જોકે, શક્ય છે કે તમારો ફોન નંબર ધરાવતા બીજા WhatsApp વપરાશકર્તાઓ સામાન્ય SMS અને કૉલ કરે છે તેવી જ રીતે WhatsApp પર તમારો સંપર્ક કરે. જેથી, અમે તમને સ્પામ અને અફવાઓવાળા મેસેજ ઓળખવામાં મદદરૂપ થવા માંગીએ છીએ.
બની શકે કે સ્પામ અને અફવાઓવાળા મેસેજ તમારા સંપર્કો તરફથી આવે કે ન પણ આવે. આવા મેસેજ ખોટા સમાચારો ફેલાવે છે અને તમને ગેરમાર્ગે દોરવા અને ખાસ પ્રવૃત્તિ તરફ દોરવા માટે બનાવવામાં આવે છે. જો કોઈ મેસેજ શંકાસ્પદ લાગે કે એને માનવું અઘરું લાગે, તો તેના પર દબાવશો નહિ, તેને શેર કરશો નહિ કે આગળ મોકલશો નહિ.
એવા મેસેજ પર નજર રાખો જેમાં:
કોઈ અજાણ્યા નંબર તરફથી તમને જ્યારે પહેલી વાર કોઈ મેસેજ મળે, ત્યારે સીધો ઍપની અંદરથી જ WhatsAppને એ નંબરના સ્પામ હોવાની જાણ કરવાનો તમને વિકલ્પ આપવામાં આવશે.
જો કોઈ સંપર્ક તરફથી તમને સ્પામ મેસેજ મળ્યો હોય, તો તે મેસેજને ડિલીટ કરી દો અને કોઈ લિંક પર ક્લિક ન કરશો કે પોતાની અંગત માહિતી ન આપશો. એ સંપર્કને કહો કે તેમણે જે મેસેજ મોકલ્યો છે એમાં સ્પામ છે અને તેમને WhatsAppના આ સુરક્ષા પેજ તરફ દોરો.
તમે ઍપની અંદરથી અમને સંપર્ક કરીને WhatsAppને જાણ કરી શકો છો.
જો તમને લાગે કે તમે અથવા બીજા કોઈ સંકટમાં છો, તો કૃપા કરીને તમારી સ્થાનિક ઇમર્જન્સી સેવાઓનો સંપર્ક કરો.
જો કોઈ પોતાને નુકસાન પહોંચાડવાની ઇચ્છા રાખતા હોય અને તે તમને કોઈ કન્ટેન્ટ મોકલે અને તમેની સલામતીની તમને ચિંતા હોય, તો કૃપા કરીને તમારી સ્થાનિક ઇમર્જન્સી સેવાઓનો અથવા આત્મહત્યા નિવારણ હોટલાઇન નંબરનો સંપર્ક કરો.
જો તમને કોઈ બાળક પ્રત્યે દુર્વ્યવહાર કે તેના શોષણને દર્શાવતું કન્ટેન્ટ પ્રાપ્ત થાય અથવા જોવા મળે, તો કૃપા કરીને National Center for Missing and Exploited Children (NCMEC)નો સંપર્ક કરો.