અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.

હું Chrome ઉપર વેબ માટે WhatsAppની સૂચનાઅો કેવી રીતે પ્રાપ્ત કરું?

વેબ માટે WhatsAppના વપરાશ દરમિયાન તમને નવા સંદેશાઅોની સૂચનાઅો મળી શકે છે. તમારા કોમ્પ્યુટરના ડેસ્કટૉપની જમણી બાજુમાં સૂચનાઅો દેખાશે.

જો તમને વેબ માટે WhatsAppની સૂચનાઅો ના મળી રહી હોય, તો તેના થોડા કારણો હોઈ શકે:

 • તમે હજી સુધી Chrome ઉપર વેબ માટે WhatsAppની સૂચનાઅોને સક્ષમ નથી કરી.
 • તમે સૂચનાઅોને મૌન રાખી છે.
 • તમે Chrome ઉપર વેબ માટે WhatsAppની સૂચનાઅોને પ્રતિબંધિત કરી દીધી છે.
 • તમે વેબ માટે WhatsAppની સઘળી તાકીદો અને સૂચનાઅોના અવાજોને અસ્થાયી રૂપે બંધ કરી રાખી છે.

વેબ માટે WhatsAppની સૂચનાઅોને ચાલુ કરવા માટે

 1. વાતોની સૂચિની ઉપર અાવેલ ભૂરા ખાનામાં ડેસ્કટૉપ સૂચનાઅો ચાલુ કરો પર ક્લિક કરો.

 2. વેબ માટે WhatsAppની સૂચનાઅોને સક્ષમ કરવા માટે સ્ક્રીન પરના માર્ગદર્શનને અનુસરો અને મંજૂરી આપો ઉપર ક્લિક કરો.

જો તમને ભૂરો ખાનો ના દેખાય, તો પાનાને તાજું કરી જુઅો. જો તમને હજી પણ તે ખાનો ના દેખાય, તો કદાચ તમે વેબ માટે WhatsAppની સૂચનાઅોને મૌન અથવા પ્રતિબંધિત કરી દીધી હશે.

વેબ માટે WhatsAppને સૂચનાઅો મોકલવાની મંજૂરી અાપવા માટે

 1. Safariમાં, > સેટિંગ્સ > અધ્યતન સેટિંગ્સ બતાવો... > સામગ્રી સેટિંગ્સ... ઉપર ક્લિક કરો.
 2. સૂચનાઅો હેઠળ, બધી સાઈટ્સને ડેસ્કટોપ સૂચનાઅો દેખાડવાની મંજૂરી આપો અથવા જ્યારે કોઈ સાઈટ ડેસ્કટોપની સૂચનાઅો દેખાડવાનું કરે, તો મારી મંજૂરી માગોને પસંદ કરો.
 3. અપવાદોનું સંચાલન ઉપર ક્લિક કરો અને અપવાદ સૂચિમાં web.whatsapp.com શોધી કાઢો.
 4. જો web.whatsapp.com પાસે પ્રતિબંધિત આવેલું હોય, તો તેને સૂચિમાંથી કાઢી નાખવા માટે, તેની પાસે રહેલ X ઉપર ક્લિક કરો.
 5. વેબ માટે WhatsApp ઉપર પાછા જાઓ અને હવે તમને વાતની સૂચિ ઉપરની બાજુ ભૂરો ખાનો દેખાવવો જોઈયે.
 6. વેબ માટે WhatsAppની સૂચનાઅોને સક્ષમ કરવા માટે સ્ક્રીન પરના માર્ગદર્શનને અનુસરો અને મંજૂરી આપો ઉપર ક્લિક કરો.

તમારા Chromeની સૂચનાઅોને સંરચિત કરતા અહીં શીખો.

વેબ માટે WhatsAppની સૂચનાઅોને બંધ કરવા માટે

તમે વેબ માટે WhatsAppની બધી સૂચનાઅોને બંધ કરી શકો છો અથવા તેને નિશ્ચિત સમય માટે અક્ષમ કરી શકો છો.

 • તેને પૂર્ણ રૂપે બંધ કરી દેવા માટે, વેબ માટે WhatsApp ખોલો, મેનુ ચિહ્ન પર ક્લિક કરો, સેટિંગ્સ પર ક્લિક કરો, સૂચનાઓ પર ક્લિક કરો અને ધ્વનિ અને ડેસ્કટોપ તાકીદો પરથી ચેકમાર્ક હટાવો.
 • સૂચનાઅોને નિશ્ચિત સમય માટે અક્ષમ કરવા માટે, સૂચનાઅો > ...માટે તાકીદો અને ધ્વનિઅો બંધ કરો ઉપર જાઅો અને તમારી ઇચ્છાનુસાર સમય મર્યાદા નિશ્ચિત કરો.

જો તમારે સૂચનાઅોને ફરી સક્ષમ કરવી હોય, તો બસ નવી વાત ચિહ્ન પાસે આવેલ અક્ષમ સૂચનાઅો ચિહ્ન ઉપર ક્લિક કરો.

નોંધ: જો તમે કોઈ સમૂહ કે વ્યક્તીગત વાતને તમારા ફોન ઉપર મૌન કરો, તો તે વેબ માટે WhatsAppમાં પણ મૌન થઈ જશે. બાકી બધી સૂચનાઅોની સેટિંગ્સ તમારા ફોન અને કોમ્પ્યુટરથી સ્વતંત્ર હોય છે અને તે અેકબીજાને અસરકારક નથી હોતી.

સૂચના સેટિંગ્સની સંરચના કરતાં અહીં શીખો: Firefox | Opera | Safari | Edge

આભાર,
WhatsApp સમર્થન ટીમ