WhatsApp પર એકાઉન્ટ બનાવવા એક સક્રિય ફોન નંબરની જરૂર પડે છે. ખાતરી કરવામાં તમને જો કોઈ તકલીફ પડે, તો કૃપા કરીને તમે આટલું કર્યું છે કે નહિ તે તપાસી લો:
તમારો ફોન નંબર લખ્યા પછી તેના પર SMS મળવાની રાહ જુઓ. આ મેસેજમાં 6 અંકોનો ખાતરી કોડ હશે, જેને તમે WhatsAppની ખાતરી માટેની સ્ક્રીન પર લખશો. આ ખાતરી કોડ એકમાત્ર અને અલગ હોય છે તથા તમે જયારે પણ કોઈ નવા ફોન નંબર કે ડિવાઇસની ખાતરી કરો, ત્યારે દરેક વખતે બદલાય છે. કૃપા કરીને ખાતરી કોડને અનુમાનથી લખશો નહિ, નહિતર તમે થોડા સમય માટે WhatsApp વાપરી નહિ શકો.
નોંધ: જો તમારું iCloud Keychain ચાલુ કરેલું હશે અને પહેલાં આ નંબરની તમે ખાતરી કરેલી હશે, તો બની શકે કે આપમેળે જ નવા SMS કોડ વગર ખાતરી થઈ જાય.
જો તમને SMSથી કોડ ન મળે, તો અમારી આપમેળે ચાલતી સિસ્ટમ તમને કોડ માટે કૉલ કરી શકે છે. કૃપા કરીને પાંચ મિનિટનું ટાઇમર પતવાની રાહ જુઓ અને આ દરમિયાન તમારા નંબરમાં ફેરફાર કરશો નહિ. પાંચ મિનિટ પછી, મને કૉલ કરો દબાવો.
નોંધ: બની શકે કે કદાચ તમને SMS અને ફોન કૉલ માટે ચાર્જ લાગે, તેનો આધાર તમારા મોબાઇલ નેટવર્ક પર છે.
જો તમે આ પગલાં ભર્યાં હોય અને કોડ ન મળે, તો નીચે મુજબ કરો: