જ્યાં GDPR લાગુ પડે છે ત્યાં તમે WhatsApp બિઝનેસ ઍપ વાપરો છો ત્યારે તમે તમારી એડ્રેસ બુકના બધા સંપર્કો પર નિયંત્રણ ધરાવો છો. તમારા સંપર્કો પર તમારું નિયંત્રણ હોવાથી, તમારી પાસે આ સંપર્કોના ઉપયોગ માટે કાનૂની આધાર હોવો જ જોઈએ: જેમ કે કરારની જરૂરિયાતો, કાનૂની હિતસંબંધ, સંમતિ અથવા GDPRની કલમ 6માં વર્ણવેલો કોઈ પણ અન્ય કાનૂની આધાર.
જ્યારે તમે આ સંપર્કોને WhatsAppની પરવાનગી આપો છો, ત્યારે WhatsApp તમારો ડેટા પ્રોસેસર હોય છે. અમે ઝડપથી નક્કી કરીએ છીએ કે તમે WhatsApp પર આ સંપર્કોને મેસેજ કરી શકશો કે નહિ અને જેને જેને મોકલવો જોઈએ તેને એ એ મેસેજ મોકલાય છે કે નહિ. વધુ માહિતી માટે, WhatsApp બિઝનેસ ડેટા પ્રોસસિંગ નિયમો તપાસો, જેનો WhatsApp બિઝનેસની સેવાની શરતોમાં સમાવેશ કરાયો છે અને સંદર્ભ આપવામાં આવેલો છે.
તમે WhatsAppને કયા સંપર્કો પૂરા પાડો છો એનું નિયંત્રણ કરવા વિશે કેટલીક રીતો છે. દાખલા તરીકે, તમે માત્ર એ જ સંપર્કો ઉમેરી શકો જેનો તમારા ડિવાઇસની એડ્રેસ બુકમાં કાનૂની આધાર હોય. આ રીતનો એક ફાયદો એ છે કે એ તમને અને તમારા કર્મચારીઓને સારા ડેટા ખાનગીકરણની ટેવ પાડવામાં મદદ કરે છે. બિઝનેસના સંપર્કો અને બિઝનેસ માટેના ડિવાઇસને અલગ રાખવાથી ગ્રાહકોના ડેટા અને કંપનીના ડિવાઇસનો વ્યક્તિગત ઉપયોગનો ખોટી રીતે ઉપયોગ થવાથી અટકાવાય છે.
જો તમે એક જ ડિવાઇસ પર તમારા તમામ બિઝનેસ અને વ્યક્તિગત સંપર્કો વાપરવા ઇચ્છો, તો તમે સાધનો વાપરીને એડ્રેસ બુકના ભાગ પાડી શકો જે તમને જુદી એડ્રેસ બુક કરવામાં મદદ કરશે.