અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.

સમૂહ વાતનો ઉપયોગ

સમૂહ વાત વિષેશતા તમને અેક સાથે ૨૫૬ લોકો સાથે વાત કરવાની સગવડ અાપે છે. અા તમારા કુટુંબ, મિત્રો કે સાથીયો સાથે સંપર્કમાં રહેવાની ઉત્તમ પદ્ધતિ છે. સમૂહમાં મહત્તમ લોકો ઉમેરી શકવા સીવાય, સમૂહ વાત વિષે યાદ રાખવા જેવી બીજી ઘણી વાતો પણ છે:

  • તમે અસંખ્ય સમૂહો બનાવી શકો છો.
  • દરેક સમૂહમાં અેક કે તેનાથી વધારે સંચાલકો હોય છે. ફક્ત સંચાલકો જ સહભાગીયોને ઉમેરી કે કાઢી શકે છે.
  • ફક્ત સંચાલકો જ અન્ય સહભાગીયોને સંચાલકો નીમી શકે.
  • જો વર્તમાન સંચાલક સમૂહ છોડી જાય, તો નવો સંચાલક અટકેલે જ નીમવામાં આવશે.
  • તમે ઇચ્છો ત્યારે સમૂહમાં રહીને કે તેને છોડીને તમારી પોતાની સહભાગિતા પર કાબૂ રાખી શકો છો. યાદ રાખો કે ફક્ત સમૂહ સંચાલકો જ સહભાગીયોને ઉમેરવાની ક્ષમતા ધરાવી શકે છે. જો તમારે સમૂહમાં ઉમેરાવા કે ના ઉમેરાવા વિષે કશું પૂછવું હોય, તો કૃપયા સમૂહ સંચાલકથી વાત કરો.
  • જો તમે કોઈ સંપર્કને પ્રતિબંધિત કરી રાખ્યું હોય, તો પણ જે સમૂહમાં તમે તેની સાથે હશો તેમાં મોકલેલ તેના સંદેશાઓ તમે જોઈ શકશો. અે જ રીતે, તે સમૂહમાં મોકલેલ તમારા સંદેશાઓ તે સંપર્ક પણ જોઈ શકશે.

WhatsAppમાં સમૂહ વાત વાપરતા અહીં શીખો: Android | iPhone | Windows Phone | Nokia S40 | BlackBerry | Nokia S60 | BlackBerry 10

આભાર,
WhatsApp સમર્થન ટીમ