જ્યારે તમે કોઈ મીડિયા ફાઇલ ડાઉનલોડ કરો છો, ત્યારે એ તમારા ફોનના ડિફોલ્ટ સ્ટોરેજમાં આપમેળે સેવ થશે. મીડિયા કોણ જોઈ શકે વિકલ્પ મૂળરૂપે ચાલુ હોય છે. આ સુવિધા માત્ર નવા ડાઉનલોડ કરેલા મીડિયાને અસર કરે છે, એકવાર આ સુવિધા ચાલુ કે બંધ કરી દો પછી તે જૂના મીડિયાને લાગુ પડતી નથી.
બીજી રીતે, તમે WhatsAppના ઇમેજ ફોલ્ડરમાં એક .nomedia
ફાઇલ બનાવી શકો છો. કૃપા કરીને નોંધ લો કે આમ કરવાથી તમારા ફોનની ગેલેરીમાંથી બધા WhatsApp ફોટા દેખાવાના બંધ થશેે.
Images/WhatsApp Images/
પર જાઓ..nomedia
નામની એક ફાઇલ બનાવો, પૂર્ણવિરામ મૂકવું જરૂરી છે.જો તમારા ફોનની ગેલરીમાં પછીથી તમારા ફોટા જોવા હોય, તો .nomedia
ફાઇલ ડિલીટ કરી દો.