જો તમે અમારી Business API દ્વારા WhatsApp પર તમારા ગ્રાહકો સાથે કનેક્ટ થવામાં રુચિ ધરાવતા હો, તો અમે તમને અમારા સંખ્યાબંધ WhatsApp Business સોલ્યૂશન પ્રોવાઇડરો (BSPs) સાથે કામ કરવાની ભલામણ કરીએ છીએ. તેઓ થર્ડ પાર્ટી સોલ્યૂશન પ્રોવાઇડરોની વૈશ્વિક કક્ષાની કોમ્યુનિટી છે, જેઓ WhatsApp બિઝનેસ APIમાં કુશળતા ધરાવે છે. આ BSPs તમને WhatsApp પર તમારા ગ્રાહકો સાથે ગ્રાહક માટે મદદના માન્ય કિસ્સાઓ માટે અને સમય આધારિત, વ્યક્તિગત નોટિફિકેશનથી વાતચીત કરવામાં મદદ કરે છે.
અમારા શ્વેતપત્રમાં જણાવ્યા પ્રમાણે, થર્ડ પાર્ટી દ્વારા પૂરી પાડવામાં આવતી અધિકૃત ન હોય તેવી સેવાઓ, જેમ કે આપમેળે કે એકસાથે મેસેજ મોકલવા એ અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન છે. જો તમે અધિકૃત ન હોય તેવા થર્ડ પાર્ટી સેવા પ્રદાતાઓ સાથે કામ કરી રહ્યા હો, તો WhatsApp પર તમે તેનો ઉપયોગ કરીને મેસેજ મોકલી નહિ શકો. એના કરતાં, અમે તમને અમારા અધિકૃત BSPs સાથે કામ કરવાની ભલામણ કરીએ છીએ.
નોંધ: BSPsની શેર કરેલી યાદી ફક્ત તમારા સંદર્ભ માટે જ છે. તમે જે કંપની સાથે કામ કરવાનું નક્કી કરો, તેની સાથે તમારી પોતાની સંપૂર્ણ સમજદારી વાપરીને જોડાઓ એવી અમારી ભલામણ છે.