સમય સમય પર, બિઝનેસ, તમને મેસેજ મોકલવા કે તમારા તરફથી મેસેજ મેળવવા માટેનાં જરૂરી સાધનો પૂરાં પાડવામાં મદદ કરવા માટે સોલ્યૂશન પ્રોવાઇડરની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આ સોલ્યૂશન પ્રોવાઇડરો બિઝનેસ વતી મેસેજ વાંચવા, સંગ્રહ કરવા અને તેનો જવાબ આપવા જેવી સેવાઓ પૂરી પાડે છે.
અમુક બિઝનેસ અને સોલ્યૂશન પ્રોવાઇડરો 1 સુરક્ષિત રીતે મેસેજ સ્ટોર કરવા અને ગ્રાહકોને જવાબ આપવા માટે WhatsAppની પેરેન્ટ કંપની, Facebookનો ઉપયોગ કરશે. જોકે, Facebook તમને દેખાતી જાહેરાતો માટે તમારી મેસેજની માહિતીનો આપમેળે ઉપયોગ કરશે નહિ, બિઝનેસ તેમના પોતાના માર્કેટિંગ હેતુઓ માટે તેમને મળતી ચેટનો ઉપયોગ કરી શકશે, જેમાં Facebook પર જાહેરાતનો સમાવેશ હોઈ શકે છે. જે તે બિઝનેસની પ્રાઇવસીની રીતો વિશે વધુ જાણવા માટે તમે હંમેશાં તેમનો સંપર્ક કરી શકો છો.
1 2021માં.