WhatsApp Business પ્રોડક્ટ વિશે
WhatsApp Business પ્લેટફોર્મ તમારા માટે ઉપલબ્ધ ન હોય એવું પણ બની શકે. WhatsApp Business પ્લેટફોર્મને લગતી મદદ મેળવવા માટે અમારી લાઇબ્રેરી પર જાઓ.
WhatsApp, ગ્રાહકોને તમારા બિઝનેસ સાથે જોડવા માટે અલગ-અલગ રીતો શોધતું રહે છે.
જો તમારે નાનો બિઝનેસ છે, તો તમે ફ્રી ટૂ ડાઉનલોડ ઍપ દ્વારા ગ્રાહકો સાથે એક જ ડિવાઇસથી વાતચીત કરવા માટે WhatsApp Business ઍપ વાપરી શકો છો. બિઝનેસ ઍપ, બિઝનેસને સેંકડો ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે, જે વાપરવા માટે ફ્રી છે અને અન્ય ટૂલ સાથે મર્યાદિત કસ્ટમાઇઝેશન અને સંકલન ઓફર કરે છે.
જો તમારો બિઝનેસ મધ્યમ કદનો છેે, તો WhatsApp Business પ્લેટફોર્મ તમને વસ્તુની ખરીદી મજબૂત કરવા અને ગ્રાહક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે WhatsApp પર વધુ સારી રીતે વાતચીતનું સંચાલન કરવામાં મદદ કરે છે. બિઝનેસ WhatsApp Business પ્લેટફોર્મમાં સીધા જ પ્રવેશ કરી શકે છે અથવા તમારા વતી સંકલન કરવા માટે બિઝનેસ સોલ્યુશન પ્રોવાઇડર સાથે કામ કરી શકે છે.
જો તમે કોઈ બિઝનેસને તમારો સંપર્ક કરવાથી રોકવા માગતા હો, તો તમે તેમની સાથે સંપર્ક તોડી શકો છો. Android | iPhone પર કોઈની સાથે સંપર્ક કેવી રીતે તોડવો અને તેની જાણ કેમની કરવી તે જાણો