Messenger રૂમ વિશે
Messenger રૂમ તમને તમારાં કુટુંબ, મિત્રો અને સમાન અભિરુચિ ધરાવતા લોકોને કૉલ કરવાની અને તેમની સાથે સમય વિતાવવાની સુવિધા આપે છે. Messenger ઍપ વાપરીને અથવા તમારા મોબાઇલ કે વેબ બ્રાઉઝરમાં Messengerની વેબસાઇટ ખોલીને તમે રૂમ બનાવી શકો છો. જ્યાં મોટાં ગ્રૂપ વીડિયો કૉલ પર વાત કરી શકે છે. પછી, તમે તમારા સંપર્કો અને ગ્રૂપ ચેટને WhatsAppમાં આમંત્રણની લિંક મોકલી શકો છો, જેથી તેઓ રૂમમાં જોડાઈ શકે. ભલેને તેઓ Facebook એકાઉન્ટ કે Messenger ઍપ ધરાવતા ન હોય.
Messenger રૂમના શોર્ટકટ હવે WhatsAppમાં ઉપલબ્ધ નથી. Messenger એક અલગ ઍપ અને વેબસાઇટ છે, તેથી જ્યારે તમે રૂમ બનાવો, ત્યારે તમારે તમારા Facebook એકાઉન્ટથી લોગ ઇન કરવું જરૂરી છે. રૂમની સુવિધા WhatsAppની બહાર ઉપલબ્ધ છે અને Messenger રૂમમાં વીડિયો કૉલ શરૂથી અંત સુધી સુરક્ષિત હોતા નથી.
તમે જે કોઈ પણ WhatsApp વાપરનાર સાથે રૂમની લિંક શેર કરો તે રૂમમાં જોડાઈ શકે છે. તેથી, માત્ર ભરોસાપાત્ર વ્યક્તિઓ સાથે આ લિંક શેર કરો. શક્ય છે કે કોઈ આ લિંક બીજાને ફોરવર્ડ કરે. જો આવું થાય, તો તેવા લોકો પણ રૂમમાં જોડાઈ શકે છે, ભલેને તમે જાતે તેમને લિંક મોકલી ન હોય.
Messenger રૂમ એ Messenger દ્વારા નિર્મિત અને Messengerની માલિકીની સુવિધા છે. WhatsApp જેટલી ભાષાઓમાં ઉપલબ્ધ છે એટલી ભાષાઓમાં Messenger અને બીજી Facebook પ્રોડક્ટ ઉપલબ્ધ ન હોવાથી, તમને Messenger પાસેથી પહેલેથી બનેલા મેસેજ કે લિંક તમારા કમ્પ્યૂટર કે ફોનની ભાષા કરતાં જુદી ભાષામાં જોવા મળી શકે. તમે Messenger રૂમ કે બીજી Facebook પ્રોડક્ટ વાપરો એટલે આવી સેવાઓ વાપરતી વખતે તમને તેઓની પોતાની શરતો અને પ્રાઇવસીની રીતો લાગુ પડશે. Messenger રૂમ વિશે વધુ જાણવા માટે, આ લેખ વાંચો. અન્ય Meta કંપનીઓ સાથે WhatsApp કેવી રીતે કામ કરે છે તે વિશે વધુ જાણવા માટે, અમારી સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી જુઓ.