તમારા WhatsApp એકાઉન્ટની એક ડિવાઇસ પર માત્ર એક નંબરથી જ ખાતરી કરી શકાય છે. જો તમારી પાસે બે સિમવાળો ફોન છે, તો ધ્યાન રાખો કે WhatsAppથી ખાતરી કરવા માટે તમારે માત્ર એક જ નંબર પસંદ કરવો પડશે. બે ફોન નંબરથી WhatsApp એકાઉન્ટ રાખવાનો કોઈ જ વિકલ્પ નથી.
જો તમે જુદાં-જુદાં ડિવાઇસ પર તમારું WhatsApp એકાઉન્ટ બદલવાનો પ્રયત્ન કરો છો, તો એક સમય પછી બની શકે કે તમને તમારા એકાઉન્ટની ફરી ખાતરી કરવાથી પ્રતિબંધિત કરવામાં આવે. કૃપા કરીને વારંવાર જુદાં-જુદાં ડિવાઇસ અને નંબર બદલશો નહિ.