આવશ્યકતા
- તમે માત્ર તમારા ફોન નંબરની જ ખાતરી કરી શકો છો. તમે મોબાઇલ નંબર કે લેન્ડલાઇન (ફિક્સ્ડ) નંબર બેમાંથી કોઈ પણ એક વાપરી શકો છો.
- તમે જે ફોન નંબરની ખાતરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હો, તે નંબર પર કૉલ કે SMSની સુવિધા ચાલુ હોવી જોઈએ.
- કૉલને પ્રતિબંધિત કરતા સેટિંગ, ઍપ કે કામ અવરોધકો (ટાસ્ક-કિલર્સ) બંધ હોવાં જોઈએ.
- જો તમે તમારા મોબાઇલથી ખાતરી કરી રહ્યા હો, તો તમે મોબાઇલ ડેટા કે વાઇ-ફાઇ જે પણ વાપરી રહ્યા હો તેના પર તમારું ઇન્ટરનેટ ચાલતું હોવું જોઈએ. જો તમે મુસાફરીમાં હો કે કનેક્શન ખરાબ હોય, તો ખાતરી ન પણ થઈ શકે. ઇન્ટરનેટ ચાલે છે કે નહિ તે જોવા માટે તમારા મોબાઇલના બ્રાઉઝર પર https://www.whatsapp.com/business/ ખોલવાનો પ્રયત્ન કરો.
- જો તમે લેન્ડલાઇન નંબરથી ખાતરી કરી રહ્યા હો, તો ખાતરીનો કોડ મેળવવા માટે કૉલની વિનંતી કરવા મને કૉલ કરો પર દબાવો.
ખાતરી કેવી રીતે કરવી
- તમારો ફોન નંબર લખો:
- ડ્રોપ-ડાઉન લિસ્ટમાંથી તમારા દેશનો કોડ પસંદ કરો. આમ કરવાથી ડાબી બાજુના બોક્સમાં દેશનો કોડ આપમેળે આવી જશે.
- જમણી બાજુના બોક્સમાં તમારો ફોન નંબર લખો. તમારા ફોન નંબરની આગળ 0 લખશો નહિ.
- ખાતરી માટેનો કોડ મેળવવા આગળ પર દબાવો. જો પૂછે, તો તમે મને કૉલ કરો પર દબાવીને પણ ખાતરી માટેનો કોડ મેળવી શકો છો.
SMS કે કૉલ પર મળેલો 6 અંકોનો ખાતરી કોડ લખો.
લેન્ડલાઇન માટે એક્સટેન્શન નંબરના ઉપયોગ વિશે
ખાતરીની પ્રક્રિયા પૂરી કરવા માટે લેન્ડલાઇનના એક્સટેન્શન નંબર ચાલશે નહિ. તમારા ફોન નંબરની ખાતરી કરવા માટે, એક્સટેન્શન વગર લેન્ડલાઇન નંબર વાપરો. સુરક્ષાના કારણોસર, 6 અંકોનો ખાતરી કોડ માત્ર એવા લેન્ડલાઇન નંબર માટે મોકલવામાં આવે છે જેનો ઉપયોગ તમારે બિઝનેસ એકાઉન્ટ માટે કરવો હોય.
જો તમને 6 અંકોનો કોડ SMSથી ન મળે, તો
મુશ્કેલીના ઉકેલ માટેનાં પગલાં
જો તમને ખાતરી કરવામાં મુશ્કેલી પડે, તો નીચેનાં પગલાં અજમાવી જુઓ:
- તમારો ફોન રિબૂટ કરો (રિબૂટ કરવા માટે ફોન બંધ કરો, 30 સેકન્ડ રાહ જુઓ અને ફરીથી ચાલુ કરો).
- WhatsApp Businessને ડિલીટ કરીને લેટેસ્ટ વર્ઝન ફરી ઇન્સ્ટોલ કરો.
બધું બરાબર છે કે નહિ તે તપાસવા માટે કોઈ પણ મોબાઇલ નંબર પરથી તમે જે નંબરની ખાતરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તેના પર એક ટેસ્ટ SMS મોકલો (તમે WhatsApp Businessમાં જે રીતે મોબાઇલ નંબર નાખ્યો હતો, તેવી જ રીતે મેસેજ કરતી વખતે દેશના કોડ સાથે મોબાઇલ નંબર લખો).
- નોંધ: સુરક્ષાના કારણોસર અમે કોઈ બીજી રીતે તમને ખાતરી કોડ મોકલી શકતા નથી.