તમારી બે વાર ખાતરીની સુવિધા ફરી સેટ કરવાના કેટલાક વિકલ્પો છે.
ઇમેઇલ એડ્રેસ સાથે પિન ફરી સેટ કરો
તમે જ્યારે બે વાર ખાતરી માટે સેટ અપ કરો, ત્યારે તમે ઇમેઇલ એડ્રેસ પૂરું પાડ્યું હોય, તો તમે ફરી સેટ કરવાની લિંક માટેની વિનંતી કરીને તરત પિન ફરી સેટ કરી શકો છો.
પિન ફરી સેટ કરવા માટે:
- WhatsApp ખોલો > પિન ભૂલી ગયા? > ઇમેઇલ મોકલો પર દબાવો. તમે પૂરું પાડેલા ઇમેઇલ એડ્રેસ પર ફરી સેટ કરવા માટેની લિંક મોકલવામાં આવશે.
- ઇમેઇલમાં, ફરી સેટ કરવાની લિંકને અનુસરો અને ખાતરી કરો પર દબાવો.
- WhatsApp ખોલો > પિન ભૂલી ગયા? > ફરી સેટ કરો પર દબાવો.
યાદ રાખો, WhatsApp ડિલીટ કરવાથી કે ફરીથી ઇન્સ્ટોલ કરવાથી બે વાર ખાતરી માટેનો પિન બંધ કે ફરી સેટ નહિ થાય.
ઇમેઇલ એડ્રેસ વગર પિન ફરી સેટ કરો
જો આમ હોય તો પિન ફરી સેટ કરવા માટે તમારે 7 દિવસ સુધી રાહ જોવી પડશે:
- તમે પિન ફરી સેટ કરવા માટે ઇમેઇલ એડ્રેસ પૂરું પાડ્યું ન હોય.
- પિન ફરી સેટ કરવા માટેનું ઇમેઇલ એડ્રેસ તમે ભૂલી ગયા હો.
- તમે આ ફોન વાપરવાનું શરૂ કર્યું એ પહેલાં, બીજા કોઈએ બે વાર ખાતરીના પિનનું સેટ અપ કર્યું હોય.
7 દિવસના સમયગાળા પછી, WhatsApp ખોલો > પિન ભૂલી ગયા? > ફરી સેટ કરો પર દબાવો.
નોંધ: સુરક્ષા કારણોસર, 7 દિવસના સમયગાળાને ઝડપી બનાવવાનો અથવા બે વારની ખાતરી બંધ કર્યા પછી તમારા એકાઉન્ટને નિષ્ક્રિય કરવાનો અમારી પાસે કોઈ વિકલ્પ નથી. બે વાર ખાતરીનો પિન નંબર તમે SMS કે ફોન કોલથી મેળવતા 6 અંકોના નોંધણી કોડથી જુદો છે.
સંબંધિત લેખો:
બે વાર ખાતરીનાં સેટિંગનું સંચાલન કેવી રીતે કરવુંબે વાર ખાતરી વિશે નોંધણી અને બે વારની ખાતરી વિશે