બે વાર ખાતરીનાં સેટિંગનું સંચાલન કેવી રીતે કરવું
તમે તમારા WhatsApp એકાઉન્ટમાં બે વાર ખાતરીનાં સેટિંગનું સંચાલન કરી શકો છો. તમારી પાસે આ સુવિધાને ચાલુ કે બંધ કરવાનો, પિન બદલવાનો અથવા બે વાર ખાતરીની સુવિધા સાથે જોડાયેલું ઇમેઇલ એડ્રેસ અપડેટ કરવાનો વિકલ્પ છે.
બે વાર ખાતરીની સુવિધા ચાલુ કરવા માટે
- WhatsApp સેટિંગ ખોલો.
- એકાઉન્ટ > બે વાર ખાતરી > ચાલુ કરો પર દબાવો.
- તમારી પસંદગીનો છ અંકોનો પિન લખો અને એની ખાતરી કરો.
- તમે વાપરતા હો એ ઇમેઇલ એડ્રેસ આપો અથવા જો ઇમેઇલ એડ્રેસ આપવા ઇચ્છતા ન હો તો છોડો પર દબાવો. અમે ઇમેઇલ એડ્રેસ રાખવાની ભલામણ કરીએ છીએ, કેમ કે એનાથી તમે બે વાર ખાતરીને ફરી સેટ કરી શકો છો અને તેનાથી તમારા એકાઉન્ટની સુરક્ષામાં મદદ મળે છે.
- આગળ પર દબાવો.
- ઇમેઇલ એડ્રેસની ખાતરી કરો અને સેવ કરો અથવા થઈ ગયું પર દબાવો.
જો તમે ઇમેઇલ એડ્રેસ ન ઉમેરો અને તમારો પિન ભૂલી જાઓ, તો તમારે તમારો પિન ફરી સેટ કરવા માટે 7 દિવસ સુધી રાહ જોવી પડશે. અમે આ ઇમેઇલ એડ્રેસની ખરાઈ કરતા ન હોવાથી, ખાતરી કરો કે તમે ખરું ઇમેઇલ એડ્રેસ આપ્યું છે જેનો તમે ઉપયોગ કરી શકો છો.
બે વાર ખાતરીની સુવિધા બંધ કરવી:
- WhatsApp સેટિંગ ખોલો.
- એકાઉન્ટ > બે વાર ખાતરી >બંધ કરો > બંધ કરો પર દબાવો.
બે વાર ખાતરીનો તમારો પિન બદલવા માટે
- WhatsApp સેટિંગ ખોલો.
- એકાઉન્ટ > બે વાર ખાતરી > પિન બદલો પર દબાવો.
ઇમેઇલ એડ્રેસ ઉમેરો
- WhatsApp સેટિંગ ખોલો.
- એકાઉન્ટ > બે વાર ખાતરી પર દબાવી > ઇમેઇલ એડ્રેસ ઉમેરો પર દબાવો.
ઇમેઇલ એડ્રેસ બદલો
- WhatsApp સેટિંગ ખોલો.
- એકાઉન્ટ > બે વાર ખાતરી પર દબાવી > ઇમેઇલ એડ્રેસ બદલો પર દબાવો.
સંબંધિત લેખો:
બે વાર ખાતરીવિશે