થોડા સમય પૂરતાં પ્રતિબંધિત એકાઉન્ટ વિશે
જો તમને ઍપની અંદર એવો મેસેજ દેખાય કે તમારું એકાઉન્ટ “થોડા સમય માટે પ્રતિબંધિત”, તો એનો અર્થ થાય કે તમે WhatsAppનાં સત્તાવાર વર્ઝનને બદલે એવું વર્ઝન વાપરો છો જે સપોર્ટ કરતું નથી અથવા તમે અસ્વીકાર્ય રીતે વપરાશકર્તાઓ પાસેથી માહિતી એકત્ર કરો છો તેવી શંકા છે, જેને સ્ક્રેપિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે થોડા સમય પૂરતાં પ્રતિબંધિત થયા પછી સત્તાવાર ઍપ વાપરવાનું શરૂ નહિ કરો કે પછી સ્ક્રેપિંગમાં સામેલ થવાનું બંધ નહિ કરો, તો તમારું એકાઉન્ટ કાયમી ધોરણે WhatsAppનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવી શકે છેે.
સ્ક્રેપિંગ એ કોઈ પણ પરવાનગી વિનાના હેતુઓ માટે ઓટોમેટિક કે મેન્યુઅલ ટૂલનો ઉપયોગ કરીને લક્ષ્યાંકિત અને જથ્થાબંધ એમ બંને રીતે માહિતી એકત્ર કરે છે. આ રીતે ફોન નંબર, વપરાશકર્તાના પ્રોફાઇલ ફોટા અને WhatsApp પરના સ્ટેટસ સહિતની વપરાશકર્તાની માહિતીનું સંપાદન અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરે છે.
સપોર્ટ ન કરાતી હોય તેવી ઍપ, જેવી કે WhatsApp Plus, GB WhatsApp અથવા એવી ઍપ જે તમારી WhatsApp ચેટ એક ફોનથી બીજા ફોનમાં ખસેડી આપવાનો દાવો કરે છે, તે WhatsAppનાં છેડછાડ કરેલાં વર્ઝન છે. આ બિનસત્તાવાર ઍપ બીજી કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી છે અને એ અમારી સેવાની શરતો નું ઉલ્લંઘન કરે છે. WhatsApp આ થર્ડ પાર્ટી ઍપને સપોર્ટ કરતું નથી, કેમ કે અમે તેઓની સુરક્ષા સંબંધી નિયમો અને શરતોની ખાતરી કરી શકતા નથી.
WhatsAppની સત્તાવાર ઍપ પર કેવી રીતે સ્વિચ કરવું
WhatsAppની સત્તાવાર ઍપ પર બદલતા પહેલાં બની શકે કે તમારે તમારી જૂની ચેટનો બેકઅપ લેવો પડેે. તમે જે સપોર્ટ ન કરતી ઍપ વાપરો છો તેનાં નામ પર નિર્ભર કરે છે કે તમારે તમારી જૂની ચેટ ટ્રાન્સફર કરવાની જરૂર છે કે નહિ. વધુ વિકલ્પો > સેટિંગ > મદદ > ઍપની માહિતી પર દબાવીને ઍપનું નામ શોધો. ઍપના નામના આધારે નીચેના પગલાં અનુસરો: WhatsApp Plus અથવા GB WhatsApp.
Android વપરાશકર્તાઓ માટે, જો તમે WhatsApp Plus કે GB WhatsApp જેવી બીજી કોઈ ઍપ વાપરતા હો, તો અમે ભલામણ કરીએ છીએ કે તમે WhatsAppની સત્તાવાર ઍપ ડાઉનલોડ કરતા પહેલાં તમારી જૂની ચેટ સેવ કરો.
GB WhatsApp
તમારી જૂની ચેટ સેવ અને ટ્રાન્સફર કરવા અમે નીચેનાં પગલાં અનુસરવાની ભલામણ કરીએ છીએ. આ પગલાં અનુસરવામાં ચૂક થશે તો તમે જૂની ચેટ ગુમાવી શકો છો. કૃપા કરીને નોંધ લો કે WhatsApp આ બિનસત્તાવાર ઍપને સપોર્ટ કરતું ન હોવાથી અમે તમને જૂની ચેટ સફળતાપૂર્વક ટ્રાન્સફર થશે તેની બાંયધરી આપી શકતા નથી.
- થોડા સમય માટેનો પ્રતિબંધ હટે એની રાહ જુઓ. ટાઇમર તમને પ્રતિબંધનો સમય બતાવશે.
- GB WhatsAppમાં વધુ વિકલ્પો > ચેટ > ચેટનો બેકઅપ લો પર દબાવો.
- ફોન સેટિંગ > સ્ટોરેજ > ફાઇલમાં જાઓ.
- GB WhatsAppનું ફોલ્ડર શોધો અને એને પસંદ કરવા માટે એના પર દબાવી રાખો.
- ઉપરના જમણા ખૂણામાં વધુ > નામ બદલો પર દબાવો અને ફોલ્ડરનું નામ “WhatsApp” રાખો.
- Play Storeમાં જાઓ અને WhatsAppની સત્તાવાર ઍપ ડાઉનલોડ કરો. જો તમે Play Storeમાં પ્રવેશી શકતા ન હો, તો ઍપને અહીંથી ડાઉનલોડ કરો.
- WhatsAppમાં તમારા ફોન નંબરની ખાતરી કરો. આ લેખમાંથી કેવી રીતે ખાતરી કરવી તે જાણો.
- બેકઅપ લેતી વખતે દેખાતી સ્ક્રીનમાં રિસ્ટોર કરો > આગળ પર દબાવો.
- WhatsApp તમારી હમણાંની ચેટ સાથે લોડ થવું જોઈએ.
WhatsApp Plus
જો તમારી જૂની ચેટ પહેલાં સેવ કરેલી હોય, તો એ WhatsAppની સત્તાવાર ઍપમાં આપમેળે ટ્રાન્સફર થવી જોઈએ. તમારી જૂની ચેટ કેવી રીતે સેવ કરવી એ વિશે અમારાં મદદ કેન્દ્રમાંથી શીખો.
- Play Storeમાં જાઓ અને WhatsApp ઍપ ડાઉનલોડ કરો. જો તમે Play Storeમાં પ્રવેશી શકતા ન હો, તો ઍપને અહીંથી ડાઉનલોડ કરો.
- તમારા ફોન નંબરની ખાતરી કરો. આ લેખમાંથી કેવી રીતે ખાતરી કરવી તે જાણો.