WhatsApp સ્ટેટસ અપડેટ બીજી ઍપમાં શેર કરવા વિશે
Android અને iPhone પર, તમારી પાસે WhatsApp સ્ટેટસ અપડેટને Facebook સ્ટોરી અને બીજી ઍપમાં શેર કરવાનો વિકલ્પ છે. સ્ટેટસ પ્રાઇવસી વિશે આ લેખમાં વધુ શીખો.
તમારી સ્ટેટસ અપડેટ Facebook સ્ટોરી પર શેર કરવા માટે
- WhatsApp ખોલો.
- સ્ટેટસ પર દબાવો.
- Android | iPhone પર કોઈ સ્ટેટસ અપડેટ બનાવો
- તમારે નવી કે જૂની સ્ટેટસ અપડેટ શેર કરવી છે એના આધારે તમારી પાસે બે વિકલ્પો છે:
- નવી સ્ટેટસ અપડેટ શેર કરો: મારું સ્ટેટસની અંદર, Facebook સ્ટોરી પર શેર કરો દબાવો. જો પૂછે, તો પરવાનગી આપો અથવા Facebook ઍપ ખોલવા માટે ખોલો પર દબાવો. Facebook ઍપમાં, તમે જેની સાથે શેર કરવા માંગતા હો એ લોકોને પસંદ કરો, પછી હમણાં શેર કરો પર દબાવો. કૃપા કરીને નોંધ લો કે આ દરમિયાન જો તમે બીજી ટેબ પર જાઓ છો, તો Facebook સ્ટોરી પર શેર કરો વિકલ્પ દેખાશે નહિ.
- જૂની સ્ટેટસ અપડેટ શેર કરો: iPhone પર મારું સ્ટેટસ કે Android પર મારું સ્ટેટસની બાજુમાંં વધુ
પર દબાવો. પછી અંદર, તમે શેર કરવા માંગતા હો એ સ્ટેટસ અપડેટની બાજુમાં વધુ ( અથવા ) પર દબાવો, અને ત્યાર બાદ Facebook પર શેર કરો દબાવો. જો પૂછે, તો પરવાનગી આપો અથવા Facebook ઍપ ખોલવા માટે ખોલો પર દબાવો. Facebook ઍપમાં, તમે જેની સાથે શેર કરવા માંગતા હો એ લોકોને પસંદ કરો, પછી હમણાં શેર કરો પર દબાવો.
- તમે સ્ટેટસ અપડેટ શેર કરશો પછી, WhatsApp ફરી ખુલશે.
નોંધ:
- જો તમારી પાસે એકથી વધુ સ્ટેટસ અપડેટ હોય, તો તમે કઈ અપડેટને Facebook સ્ટોરી પર શેર કરવા માંગો છો એ પસંદ કરી શકો છો.
- આ સુવિધા ત્યારે જ જોવા મળશે જ્યારે તમે અહીં જણાવેલી ઍપમાંથી કોઈ ઍપ તમારા ડિવાઇસમાં ઇન્સ્ટૉલ કરેલી હશે: Android પર Facebook, Android પર Facebook Lite અથવા iOS પર Facebook.
તમારી સ્ટેટસ અપડેટ બીજી ઍપ પર શેર કરવા માટે
- WhatsApp ખોલો.
- સ્ટેટસ પર દબાવો.
- Android | iPhone પર કોઈ સ્ટેટસ અપડેટ બનાવો
- તમારે નવી કે જૂની સ્ટેટસ અપડેટ શેર કરવી છે એના આધારે તમારી પાસે બે વિકલ્પો છે:
- નવી સ્ટેટસ અપડેટ શેર કરો: મારું સ્ટેટસમાં, શેર કરો (
અથવા ) પર દબાવો. કૃપા કરીને નોંધ લો કે આ દરમિયાન જો તમે બીજી ટેબ પર જાઓ છો, તો શેર કરો વિકલ્પ દેખાશે નહિ. - જૂની સ્ટેટસ અપડેટ શેર કરો: iPhone પર મારું સ્ટેટસ કે Android પર મારું સ્ટેટસની બાજુમાંં વધુ
પર દબાવો. પછી અંદર, વધુ ( અથવા ) પર દબાવીને તમે શેર કરવા માંગતા હો એ સ્ટેટસ અપડેટની બાજુમાં, શેર કરો પર દબાવો.
- નવી સ્ટેટસ અપડેટ શેર કરો: મારું સ્ટેટસમાં, શેર કરો (
- તમને હવે ઍપના વિકલ્પો દેખાશે, તેમાંથી જે ઍપ પર તમારે સ્ટેટસ અપડેટ શેર કરવી હોય તેના પર દબાવો.
સંદર્ભો
- Facebook સ્ટોરી વિશે વધુ શીખવા માટે Facebook મદદ કેંદ્રમાં જાઓ.