તમારી સ્ટેટસ અપડેટ કોઈ વ્યક્તિ ત્યારે જ જોઈ શકશે જયારે તમારો અને સામેની વ્યક્તિનો ફોન નંબર એકબીજાની એડ્રેસ બુકમાં હોય. તમે તમારી સ્ટેટસ અપડેટને તમારા બધા સંપર્કો અથવા ખાસ પસંદ કરેલા સંપર્કો સાથે શેર કરી શકો છો. મૂળભૂત રીતે, તમારી સ્ટેટસ અપડેટ તમારા બધા સંપર્કો સાથે શેર કરવામાં આવે છે.
જો તમે વંચાયાની ખાતરી બંધ કરી છે, તો કોણે તમારી સ્ટેટસ અપડેટ જોઈ છે તે તમે જોઈ શકશો નહિ. જો કોઈ સંપર્કે વંચાયાની ખાતરી બંધ કરી છે, તો તેમણે તમારી સ્ટેટસ અપડેટ જોઈ છે કે નહિ એ તમે જોઈ શકશો નહિ.
Facebook સ્ટોરી અને બીજી ઍપ પર સ્ટેટસ અપડેટને શેર કરવા માટે
જો તમે તમારી સ્ટેટસ અપડેટ શેર કરો, તો તમારી સ્ટેટસ અપડેટનું કન્ટેન્ટ બીજી ઍપ સાથે શેર કરવામાં આવશે. સ્ટેટસ અપડેટ શેર કરતી વખતે, WhatsApp તમારા એકાઉન્ટની માહિતી Facebook કે બીજી ઍપ સાથે શેર કરશે નહિ.