"આ ગ્રૂપ હવે ઉપલબ્ધ નથી"નો અર્થ શું થાય?
WhatsApp અદ્યતન મશીન લર્નિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગ્રૂપની માહિતીનું મૂલ્યાંકન કરે છે જેમાં એ ગ્રૂપના નામો, પ્રોફાઇલ ફોટા અને ગ્રૂપના વર્ણનનો સમાવેશ થાય છે. એટલું જ નહિ, અમે વપરાશકર્તાઓ માટે કોઈ પણ ચેટમાંથી અમને જાણ કરવા માટે સરળ વિકલ્પો પૂરા પાડીએ છીએ. અમારી કાનૂની જવાબદારીઓનું પાલન કરવા માટે અથવા જ્યારે કોઈ ગ્રૂપ એડમિન અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરે ત્યારે અમે ચેટ ગ્રૂપમાં વધુ પ્રવૃત્તિ થતા અટકાવી શકીએ છીએ.
કોઈ પણ વધારાની મદદ માટે, અમારી WhatsApp સપોર્ટ ટીમનો સંપર્ક કરો.