સુરક્ષા કોડ બદલાવાનું નોટિફિકેશન
તમારી અને તમારી સામેની વ્યક્તિની એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત દરેક ચેટ માટે એક ખાસ સુરક્ષા કોડ હોય છે, જેનો ઉપયોગ કરેલા કૉલ અને મોકલેલા મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે થાય છે. આ કોડને સંપર્કની માહિતીવાળી સ્ક્રીન પર QR કોડ અને 60 આંકડાવાળા નંબર રૂપે જોઈ શકાય છે. આ કોડ દરેક ચેટમાં જુદો હોય છે અને ચેટમાં જે મેસેજ મોકલો છો એ શરૂથી અંત સુધી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે તમે આવા કોડને બન્ને વ્યક્તિઓની ચેટમાં સરખાવી શકો છે. સુરક્ષા કોડ તો ખાલી તમારા બન્ને વચ્ચે શેર કરેલી એક ખાસ ચાવી તરીકે દેખાય છે - અને ચિંતા ના કરતા, તે અસલી ચાવી નથી હોતી, એને હંમેશાં ખાનગી જ રખાય છે.
કેટલીક વાર, શરૂથી અંત સુધીની સુરક્ષામાં વપરાતા કોડ બદલાઈ પણ શકે છે. આવું એ પરિસ્થિતિમાં થાય કે જ્યારે તમે અથવા તમારા સંપર્કે WhatsApp ફરીથી ઇન્સ્ટોલ કર્યું હોય કે પછી ફોન બદલ્યા હોય.
સુરક્ષા કોડ બદલાય ત્યારે નોટિફિકેશન મેળવવા માટે:
- WhatsApp સેટિંગ ખોલો.
- એકાઉન્ટ > સુરક્ષા પર દબાવો.
- અહીં, તમે સુરક્ષા નોટિફિકેશન બતાવો પર દબાવીને સુરક્ષા નોટિફિકેશનો ચાલુ કરી શકો છો.
નોંધ: આ સુવિધા ફક્ત એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત ચેટમાં રહેલી વ્યક્તિ માટે જ ઉપલબ્ધ છે.
તમે કોઈ સંપર્કનો સુરક્ષા કોડ ખરો છે કે નહિ તેની કોઈ પણ સમયે ખાતરી કરી શકો છો. એ કેવી રીતે કરવું તે તમે શરૂથી અંત સુધીની સુરક્ષા વિશેના આ લેખથી શીખી શકો છો.