WhatsApp મુખ્ય પેજWhatsApp મુખ્ય પેજમદદ કેન્દ્ર
WHATSAPP વેબ
સુવિધાઓ
ડાઉનલોડ કરો
સુરક્ષા
મદદ કેન્દ્ર

તમારી ભાષા પસંદ કરો

  • azərbaycan

  • Afrikaans

  • Bahasa Indonesia

  • Melayu

  • català

  • čeština

  • dansk

  • Deutsch

  • eesti

  • English

  • español

  • français

  • Gaeilge

  • hrvatski

  • italiano

  • Kiswahili

  • latviešu

  • lietuvių

  • magyar

  • Nederlands

  • norsk bokmål

  • o‘zbek

  • Filipino

  • polski

  • Português (Brasil)

  • Português (Portugal)

  • română

  • shqip

  • slovenčina

  • slovenščina

  • suomi

  • svenska

  • Tiếng Việt

  • Türkçe

  • Ελληνικά

  • български

  • қазақ тілі

  • македонски

  • русский

  • српски

  • українська

  • עברית

  • العربية

  • فارسی

  • اردو

  • বাংলা

  • हिन्दी

  • ગુજરાતી

  • ಕನ್ನಡ

  • मराठी

  • ਪੰਜਾਬੀ

  • தமிழ்

  • తెలుగు

  • മലയാളം

  • ไทย

  • 简体中文

  • 繁體中文(台灣)

  • 繁體中文(香港)

  • 日本語

  • 한국어

  • ડાઉનલોડ કરો

  • સુવિધાઓ

  • સુરક્ષા

  • મદદ કેન્દ્ર

  • સંપર્ક કરો

અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.
  1. સામાન્ય
  2. સુરક્ષા અને પ્રાઇવસી

વીડિયો કૉલિંગના સાયબર હુમલાથી અમારા વપરાશકર્તાઓની સુરક્ષા કરવી

મે 2019માં અમે એક ખૂબ જ કુટિલ સાયબર હુમલો અટકાવ્યો હતો કે જેણે ઘણાં WhatsApp વાપરનારાઓના મોબાઇલ ડિવાઇસ પર મલવેર મોકલવા માટે અમારી વીડિયો કૉલિંગ સિસ્ટમનો ગેરલાભ ઉઠાવ્યો હતો. આ હુમલો એવા પ્રકારનો હતો કે જેમાં લક્ષિત વપરાશકર્તાઓને આવેલા કૉલ ઉપાડવાની જરૂર નહોતી પડતી. અમે તરત જ અમારી સિસ્ટમમાં નવી સુરક્ષા ઉમેરી અને લોકોને સલામત રાખવામાં મદદ કરવા માટે WhatsApp પર એક અપડેટ બહાર પાડી. અમે આજ સુધી જે શીખ્યા તેના આધારે હવે અમે વધારાની કાર્યવાહી કરી રહ્યા છીએ.

અમે આશરે 1,400 વપરાશકર્તાઓને એક ખાસ WhatsApp મેસેજ મોકલ્યો, જેનું ખાસ કારણ આ હુમલાથી તેમને શું અસર થઈ તે સીધું જ તેમને જણાવવાનું હતું. સિટિઝન લેબના સાયબર સુરક્ષા નિષ્ણાતો, જે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોની મંક સ્કૂલનું શૈક્ષણિક સંશોધન ગ્રૂપ છે, તેમણે સામાન્ય નાગરિકો તેમજ પત્રકારો અને માનવાધિકાર રક્ષકો પર આ હુમલાની કેવી અસર થઈ તે વિશે વધુ જાણવામાં અમારી સ્વૈચ્છિક રીતે મદદ કરી. સિટિઝન લેબ દ્વારા આ ચોક્કસ હુમલા વિશે અહીં માહિતી પ્રકાશિત કરવામાં આવી છે અને આ કોમ્યુનિટીને સપોર્ટ આપવા માટે તે માહિતી અહીં ઉપલબ્ધ રહેશે.

WhatsApp તેના વપરાશકર્તાઓની પ્રાઇવસી અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખે છે. WhatsApp પર તમે તમારી કેટલીક અત્યંત વ્યક્તિગત ક્ષણો શેર કરો છો, આ કારણે જ અમે અમારી ઍપમાં શરૂથી અંત સુધીની વિકસાવી છે. આ હુમલો સંક્રમિત ડિવાઇસ પર મેસેજ ડિક્રિપ્ટ થયાં પછી તેને ઍક્સેસ કરવા માટે, ઍપની આંતરિક નિર્બળતાઓ અને મોબાઇલ ફોનની ઓપરેટિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

આ હુમલાઓને રોકવા અંગે અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેના યુ.એન.ના વિશેષ સહયોગી David Kayeના હુકમ સાથે અમે સંમત છીએ. આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા સાયબર હથિયાર જેવા હથિયારો પર મજબૂત કાનૂની દેખરેખ હોવી આવશ્યક છે, જેનાથી એ બાબતની ખાતરી કરી શકાય કે તેનો ઉપયોગ વિશ્વના કોઈ પણ ખૂણે રહેતા લોકો જે વ્યક્તિગત અધિકારો અને સ્વતંત્રતાના હકદાર છે તેના ઉલ્લંઘન માટે થતો નથી. માનવાધિકાર સમૂહો દ્વારા એક વ્યાકુળ કરતા વલણની નોંધ લેવામાં આવી છે કે પત્રકારો અને માનવાધિકાર રક્ષકો પર હુમલો કરવા માટે આ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિટિઝન લેબના સંશોધન નિષ્ણાતો સાથે કામ કરીને, અમે માનીએ છીએ કે આ હુમલો સામાન્ય નાગરિકોમાંથી ઓછામાં ઓછા 100 સભ્યોને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હતો, જે દુરુપયોગની એક અચૂક રીત છે. આનો ભોગ બનેલાં વધુ લોકો સામે આવે તો આ સંખ્યા હજી વધી શકે છે. અમે અમારા વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવા અને આ પ્રકારની ધમકીઓથી બચાવવા માટે, ઉદ્યોગોના ભાગીદારો સાથે મળીને કામ કરીને, અમે અમારાથી બનતું બધું જ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

WhatsAppએ US કોર્ટમાં એક ફરિયાદ પણ નોંધાવી છે, જે આ હુમલો NSO Group તરીકે ઓળખાતી સ્પાયવેર કંપની અને તેની મૂળ કંપની Q Cyber Technologies દ્વારા કરવામાં આવ્યો હતો એવું જણાવે છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓએ US અને કેલિફોર્નિયા બન્નેના કાયદા તેમજ WhatsAppની સેવાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે, જે આ પ્રકારના દુરુપયોગને પ્રતિબંધિત કરે છે. આ પહેલી વખત છે કે જ્યારે કોઈ એન્ક્રિપ્ટ કરેલા મેસેજની સેવા આપતી કંપની કોઈ એવા ખાનગી એકમ સામે કાનૂની કાર્યવાહી કરી રહી છે કે જેણે તેના વપરાશકર્તાઓ સામે આ પ્રકારનો હુમલો કર્યો છે. અમારી ફરિયાદમાં અમે સમજાવીએ છીએ કે NSOએ આ હુમલો કેવી રીતે કર્યો, જેમાં NSOના એક કર્મચારીની સ્વીકૃતિ પણ સામેલ છે જે જણાવે છે કે હુમલાને રોકવાના અમારા પગલાં અસરકારક હતા. અમે અમારી સેવાનો ઉપયોગ કરવા પર NSO પર પ્રતિબંધ લગાવવાના કાયમી મનાઈ હુકમની માંગ કરી રહ્યા છીએ.

તમે અહીં પ્રકાશિત થયેલા અમારા અભિપ્રાયો વિશે વધુ વાંચી શકો છો.

જો તમને અમારા તરફથી કોઈ મેસેજ મળ્યો હોય અને આ ઘટના વિશે કોઈ પ્રશ્નો હોય, તો તમે WhatsApp ખોલીને સેટિંગ > મદદ > અમારો સંપર્ક કરો પર જઈને સુરક્ષિત રીતે સીધો જ WhatsApp ટીમને મેસેજ મોકલી શકો છો.

શું આ લેખથી મદદ મળી?
હાના
શા માટે આ લેખ મદદરૂપ નથી?
  • આ લેખ મુંઝવણભર્યો હતો
  • લેખમાં મારા સવાલનો જવાબ મળ્યો નહિ
  • લેખમાં જણાવેલી મદદ ઉપયોગી નથી
  • મને આ સુવિધા કે પોલિસી ન ગમી
તમારા અભિપ્રાય માટે આભાર
મદદ કેન્દ્ર

WHATSAPP

સુવિધાઓ

સુરક્ષા

ડાઉનલોડ કરો

WhatsApp વેબ

બિઝનેસ

પ્રાઇવસી

કંપની

અમારા વિશે

કારકિર્દી

બ્રાંડ સેન્ટર

સંપર્ક કરો

બ્લોગ

WhatsApp સ્ટોરી

ડાઉનલોડ કરો

Mac/PC

Android

iPhone

મદદ

મદદ કેન્દ્ર

Twitter

Facebook

કોરોના વાઇરસ

2022 © WhatsApp LLC

પ્રાઇવસી અને શરતો