WhatsApp મુખ્ય પેજWhatsApp મુખ્ય પેજમદદ કેન્દ્ર
WHATSAPP વેબ
સુવિધાઓ
ડાઉનલોડ કરો
સુરક્ષા
મદદ કેન્દ્ર

તમારી ભાષા પસંદ કરો

  • azərbaycan

  • Afrikaans

  • Bahasa Indonesia

  • Melayu

  • català

  • čeština

  • dansk

  • Deutsch

  • eesti

  • English

  • español

  • français

  • Gaeilge

  • hrvatski

  • italiano

  • Kiswahili

  • latviešu

  • lietuvių

  • magyar

  • Nederlands

  • norsk bokmål

  • o‘zbek

  • Filipino

  • polski

  • Português (Brasil)

  • Português (Portugal)

  • română

  • shqip

  • slovenčina

  • slovenščina

  • suomi

  • svenska

  • Tiếng Việt

  • Türkçe

  • Ελληνικά

  • български

  • қазақ тілі

  • македонски

  • русский

  • српски

  • українська

  • עברית

  • العربية

  • فارسی

  • اردو

  • বাংলা

  • हिन्दी

  • ગુજરાતી

  • ಕನ್ನಡ

  • मराठी

  • ਪੰਜਾਬੀ

  • தமிழ்

  • తెలుగు

  • മലയാളം

  • ไทย

  • 简体中文

  • 繁體中文(台灣)

  • 繁體中文(香港)

  • 日本語

  • 한국어

  • ડાઉનલોડ કરો

  • સુવિધાઓ

  • સુરક્ષા

  • મદદ કેન્દ્ર

  • સંપર્ક કરો

અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.
  1. સામાન્ય
  2. સુરક્ષા અને પ્રાઇવસી

અમે Facebook કંપનીઓ સાથે કેવી રીતે કામ કરીએ છીએ

આ લેખ આર્કાઇવ કરવામાં આવ્યો છે. અમારી પ્રાઇવસી પોલિસીમાં અપ-ટૂ-ડેટ કન્ટેન્ટ જુઓ.

આ લેખમાં, અમે યુરોપિયન ક્ષેત્રમાં રહેલા અમારા યુઝર્સને વધારાની માહિતી આપી રહ્યા છીએ.

કઈ કંપનીઓ Facebook કંપનીઓ છે?

WhatsApp Facebook કંપનીઓમાંની એક છે. Facebook કંપનીઓમાં બીજી કંપનીઓની સાથેસાથે, Facebook, Facebook Technologies અને WhatsAppનો સમાવેશ થાય છે અને સાથે મળીને Facebook કંપનીની પ્રોડક્ટ ઓફર કરે છે.

WhatsApp શા માટે Facebook કંપનીઓ સાથે માહિતી શેર કરે છે?

માળખાગત, ટેક્નોલોજી અને સિસ્ટમ જેવી સેવાઓ મેળવવા માટે WhatsApp અન્ય Facebook કંપનીઓ સાથે મળીને કામ કરે છે અને તેઓની સાથે માહિતી શેર કરે છે. આનાથી WhatsAppની સેવા પૂરી પાડવામાં અને તેને વધુ સારુ બનાવવાની સાથેસાથે WhatsApp અને અન્ય Facebook કંપનીઓને સુરક્ષિત અને સલામત રાખવામાં મદદ મળે છે. જ્યારે અમે Facebook કંપનીઓ તરફથી સેવાઓ મેળવીએ છીએ, ત્યારે તેઓની સાથે અમે શેર કરીએ છીએ તે માહિતીને અમારી સૂચનાઓ મુજબ WhatsAppને મદદ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ઉદાહરણ તરીકે, સાથે મળીને કામ કરવાથી અમે:

  • તમને વિશ્વભરમાં ઝડપી અને વિશ્વાસપાત્ર મેસેજિંગ અને કૉલ કરવાની સુવિધા આપી શકીએ છીએ અને આનાથી અમને એ સમજવામાં મદદ મળે છે કે અમારી સેવાઓ અને સુવિધાઓ કેવું કામ કરી રહી છે.

  • સ્પામ એકાઉન્ટને દૂર કરી અને દુરુપયોગ આચરનારી પ્રવૃત્તિઓનો સામનો કરીને WhatsApp અને Facebook કંપનીની પ્રોડક્ટ પર સલામતી, સુરક્ષા અને અખંડિતતાની ખાતરી કરી શકીએ છીએ.

  • તમારા WhatsApp અનુભવને Facebook કંપનીની પ્રોડક્ટ સાથે કનેક્ટ કરી શકીએ છીએ.

આજે, તમારા Facebook પ્રોડક્ટ અનુભવોને વધારે સારા બનાવવા અથવા તમને Facebook પર વધારે સંબંધિત Facebook જાહેરાત અનુભવો આપવા માટે Facebook તમારા WhatsApp એકાઉન્ટની માહિતીને ઉપયોગમાં લેતું નથી. WhatsApp અને તમે ઉપયોગમાં લો છો તે Facebook કંપનીની અન્ય પ્રોડક્ટના તમારા અનુભવને વધારે સારો બનાવવા માટે અમે હંમેશાં નવી રીતો પર કામ કરીએ છીએ. અમે ઓફર કરીએ છીએ તે નવા અનુભવો અને અમારા ડેટા વપરાશની રીતો બાબતે અમે તમને અપડેટ કરતા રહીશું.

Facebook કંપનીઓ સાથે WhatsApp કઈ માહિતી શેર કરે છે?

Facebook કંપનીઓ પાસેથી સેવાઓ મેળવવા માટે, WhatsApp, અમારી પાસે રહેલી તમારા વિશેની એ માહિતીને શેર કરે છે કે જેનું વર્ણન પ્રાઇવસી પોલિસીના “અમારા દ્વારા ભેગી કરવામાં આવતી માહિતી” વિભાગમાં કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, WhatsAppને એનાલિટિક્સ સેવાઓ પૂરી પાડવા માટે, જ્યારે તમે WhatsApp માટે સાઇન અપ કરેલું ત્યારે તમે ખાતરી કરેલા ફોન નંબર, તમારા ડિવાઇસની કેટલીક માહિતી (સમાન ડિવાઇસ કે એકાઉન્ટ, ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન, ઍપના વર્ઝન, પ્લેટફોર્મની માહિતી, તમારા મોબાઇલનો દેશનો કોડ અને નેટવર્ક કોડ અને અપડેટને સ્વીકારવા અને નિયંત્રણ સંબંધી વિકલ્પોની ટ્રેકિંગને ચાલુ કરવા માટેના ફ્લેગ) અને વપરાશ બાબતની તમારી કેટલીક માહિતી (જેમ કે તમે છેલ્લી વાર WhatsAppનો ઉપયોગ ક્યારે કરેલો અને તમારું એકાઉન્ટ પહેલી વાર રજિસ્ટર થયાની તારીખ અને સુવિધાઓના પ્રકાર તથા તે કેટલી વાર ઉપયોગમાં લેવાયેલી) પર Facebook, WhatsApp વતી અને અમારી સૂચનાઓ મુજબ પ્રક્રિયા કરે છે.

જ્યારે Facebook કંપનીઓમાં સલામતી, સુરક્ષા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવાના હેતુ માટે આ જરૂરી હોય ત્યારે, WhatsApp અન્ય Facebook કંપનીઓની સાથે પણ માહિતી શેર કરે છે. આમાં એવી માહિતીને શેર કરવાનું શામેલ છે જેનાથી Facebook અને અન્ય Facebook કંપનીઓ એ નક્કી કરી શકે છે કે અમુક ચોક્કસ WhatsApp યુઝર અન્ય Facebook કંપનીની પ્રોડક્ટનો પણ ઉપયોગ કરી રહ્યા છે કે નહિ, શું આવા યુઝર સામે અન્ય Facebook કંપનીએ પગલાં લેવા જોઈએ કે તેમની સુરક્ષા કરવી જોઈએ તે બાબતનું મૂલ્યાંકન કરવા માટે પણ શેર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, WhatsApp એવી માહિતીને શેર કરી શકે છે કે જે Facebook માટે Facebook પર ઓળખાયેલા સ્પામરની વિરુદ્ધ પગલાં લેવા માટે પણ જરૂરી હોય, જેમ કે કોઈ ઘટના બાબતની માહિતી તેમજ WhatsApp પર સાઇન અપ કરતી વખતે તેઓએ ખાતરી કરેલ ફોન નંબર કે એ ડિવાઇસ કે એકાઉન્ટની સાથે સંકળાયેલા ડિવાઇસ ઓળખકર્તાઓ. આવું કોઈ પણ ટ્રાન્સફર પ્રાઇવસી પોલિસીના "ડેટાની પ્રક્રિયા કરવા માટેના અમારા કાનૂની આધાર" મુજબ હાથ ધરવામાં આવે છે.

Facebook કંપનીઓ દ્વારા મારી WhatsApp માહિતી કેવી રીતે વાપરવામાં આવે છે?

  • પ્રોવાઇડરએવી સેવાઓ મેળવવા માટે કે જે અમારા બિઝનેસને સંચાલિત કરવામાં, વધારે સારો બનાવવા અને વિકસાવવામાં WhatsAppની મદદ કરશે. જ્યારે WhatsApp, Facebook કંપનીઓની સાથે આ રીતે માહિતી શેર કરે છે, ત્યારે Facebook કંપનીઓ સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરે છે અને અમે તેમની સાથે શેર કરીએ છીએ તે માહિતીને અમારી સૂચનાઓ મુજબ WhatsAppની મદદ કરવા માટે વાપરવામાં આવે છે.

    • અમે અન્ય Facebook કંપનીઓ સાથે સર્વિસ પ્રોવાઇડર તરીકે માહિતી શેર કરીએ છીએ. અમારા વાપરનારાઓ માટે WhatsAppની સેવા પૂરી પાડવા અને તેને વધારે સારી બનાવવામાં મદદ માટે સર્વિસ પ્રોવાઇડર આધારરૂપ વ્યવસ્થા, ટેક્નોલોજી, સિસ્ટમ, ટૂલ, માહિતી અને કુશળતા પૂરી પાડીને WhatsApp જેવી કંપનીઓની મદદ કરે છે.

    • ઉદાહરણ તરીકે, આનાથી અમે એ સમજી શકીએ છીએ કે અમારી સેવાઓ કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવી રહી છે અને તે Facebook કંપનીઓમાં વપરાશની તુલના કેવી રીતે કરે છે. જ્યારે તમે WhatsApp માટે સાઇન અપ કરેલું ત્યારે તમે ખાતરી કરેલો ફોન નંબર અને તમારું એકાઉન્ટ છેલ્લી વાર ક્યારે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું જેવી માહિતીને અન્ય Facebook કંપનીઓ સાથે શેર કરવાથી, અમે એ શોધી શકીએ છીએ કે એક ચોક્કસ WhatsApp એકાઉન્ટ એવી કોઈ વ્યક્તિનું છે કે નહિ કે જે Facebook કંપનીઓમાં બીજી સેવાનો પણ ઉપયોગ કરે છે. આનાથી અમે અમારી સેવાઓ વિશેની માહિતીની સચોટ રીતે જાણ કરી શકીએ છીએ અને અમારી સેવાઓને વધારે સારી બનાવી શકીએ છીએ. તેથી, ઉદાહરણ તરીકે, આનાથી અમે એ સમજી શકીએ છીએ કે લોકો અન્ય Facebook કંપનીઓમાં રહેલી અન્ય ઍપ કે સેવાઓના તેમના ઉપયોગની તુલનામાં WhatsAppની સેવાઓનો કેવી રીતે ઉપયોગ કરે છે, આનાથી WhatsAppને એ સંભવિત સુવિધાઓ અથવા પ્રોડક્ટ સુધારણાને શોધવામાં મદદ મળી રહે છે. ઉદાહરણ તરીકે, અમારા એવા કયા યુઝર્સ જે કોઈ પણ અન્ય Facebook ઍપનો ઉપયોગ કરતા નથી અને Facebook કંપનીઓ પર આવા કેટલા અનન્ય યુઝર્સ છે તે નિર્ધારિત કરીને અમે WhatsAppની પાસે કેટલા અનન્ય યુઝર્સ છે તેની પણ ગણતરી કરી શકીએ છીએ. આનાથી WhatsAppને રોકાણકારો અને નિયામકો સહિત અમારી સેવા પર એક્ટિવિટીની પૂર્ણપણે જાણ કરવામાં મદદ મળશે.

    • આનાથી સ્થાયી બિઝનેસ કરવા માટેની રીતોને શોધવામાં પણ WhatsAppને મદદ મળી રહે છે. ઉદાહરણ તરીકે, જેમ કે અમે અગાઉ જણાવ્યું એ મુજબ અમે લોકો અને બિઝનેસ માટે WhatsApp વાપરીને વાતચીત કરવાની રીતો શોધી રહ્યા છીએ અને આમાં Facebook કંપનીઓની સાથે કામ કરવાનું પણ શામેલ હોઈ શકે છે જેથી કરીને લોકો એવા બિઝનેસને શોધી શકે કે જેમાં તેમની રુચિ હોય અને તેઓ જેની સાથે WhatsApp મારફતે વાતચીત કરી શકે. આ રીતે Facebook, યુઝર્સને Facebook પર જે બિઝનેસ મળે છે તેની સાથે WhatsApp મારફતે વાતચીત કરવાની સુવિધા આપી શકે છે.

  • WhatsApp અને અન્ય Facebook સમૂહની સેવાઓને સલામત અને સુરક્ષિત રાખવા માટે.

    • અમે પ્રાઇવસી પોલિસીના "ડેટાની પ્રક્રિયા કરવા માટેના અમારા કાનૂની આધાર" વિભાગ મુજબ અન્ય Facebook કંપનીઓની સાથે અને તે અમારી સાથે માહિતી શેર કરશે, જેથી કરીને અમારી સેવાઓ પર સ્પામ અને દુરુપયોગ સામેની લડતમાં મદદ મળી રહે, તેમને સુરક્ષિત રાખી શકાય અને અમારી સેવાઓ પર અને તેની બહાર સલામતી, સુરક્ષા અને અખંડિતતાનો પ્રચાર કરી શકાય. તેથી, ઉદાહરણ તરીકે, જો Facebook કંપનીઓના કોઈ સભ્યને જાણ થાય કે કોઈ વ્યક્તિ ગેરકાયદેસરના ઉદ્દેશ્યો માટે તેની સેવાઓનો ઉપયોગ કરી રહી છે, તો તે તેમના એકાઉન્ટને બંધ કરી શકે છે અને અન્ય Facebook કંપનીઓને આ બાબતે જણાવી શકે છે જેથી કરીને તેઓ પણ આમ કરવા માટે વિચારી શકે. આ રીતે, અમે માત્ર એવા યુઝર્સ વિશેની માહિતી શેર કરીએ છીએ કે જેમની ઓળખ પહેલા અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિ તરીકે થઈ છે અથવા જે અમારા યુઝર્સ અથવા અન્ય લોકોની સલામતી કે સુરક્ષાને જોખમમાં મૂકે છે કે જેના વિશે અમારી કંપનીઓના સમૂહના અન્ય સભ્યોને પણ સાવધ કરવા જોઈએ.

    • WhatsApp અને અન્ય Facebook કંપનીઓની સેવાઓને સલામત અને સુરક્ષિત રાખવા માટે, અમારે એ સમજવાની જરૂર છે કે Facebook કંપનીઓ પર તે કયા એકાઉન્ટ છે જે એ જ યુઝરના છે, જેથી કરીને જ્યારે અમે અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરનારા અથવા અન્ય લોકો માટે સુરક્ષા કે સલામતી બાબતે જોખમ ઊભું કરનારા એવા યુઝરને શોધી કાઢીએ, ત્યારે યોગ્ય પગલાં લઈ શકીએ.

  • અમે Facebook પર રહેલી Facebook પ્રોડક્ટને વધારે સારી બનાવવા અને વધુ સંબંધિત Facebook જાહેરાતના અનુભવો પૂરા પાડવા માટે ડેટા શેર કરતા નથી.

    • આજે, તમારા Facebook પ્રોડક્ટ અનુભવોને વધારે સારા બનાવવા અથવા તમને Facebook પર વધારે સંબંધિત Facebook જાહેરાત અનુભવો આપવા માટે Facebook તમારા WhatsApp એકાઉન્ટની માહિતીને ઉપયોગમાં લેતું નથી. આ આઇરિશ ડેટા પ્રોટેક્શન કમિશન અને યુરોપની અન્ય ડેટા પ્રોટેક્શન ઓથોરિટિ સાથે થયેલી ચર્ચાના પરિણામે છે. WhatsApp અને તમે ઉપયોગમાં લો છો તે Facebook કંપનીની અન્ય પ્રોડક્ટના તમારા અનુભવને વધારે સારો બનાવવા માટે અમે હંમેશાં નવી રીતો પર કામ કરીએ છીએ. જો અમે ભવિષ્યમાં આ ઉદ્દેશ્ય માટે Facebook કંપનીઓની સાથે આવો ડેટા શેર કરવાનું પસંદ કરીએ છીએ, તો અમે આ ત્યારે જ કરીશું જ્યારે અમે ભવિષ્યમાં આવા ઉપયોગને ચાલુ રાખવા માટે આઇરિશ ડેટા પ્રોટેક્શન કમિશનની સાથે આ બાબતે સંમત થઈશું. અમે ઓફર કરીએ છીએ તે નવા અનુભવો અને અમારી માહિતીની વપરાશની રીતો બાબતે તમને અપડેટ કરતા રહીશું.

આવા ઉદ્દેશ્યો માટે કોની WhatsApp માહિતી Facebook કંપનીઓ સાથે શેર કરવામાં આવે છે?

અમે તે બધા જ WhatsApp યુઝર્સની માહિતી શેર કરીએ છીએ જેઓ અમારી સેવાઓ વાપરવાનું પસંદ કરે છે. આમાં તે WhatsApp યુઝર્સ પણ શામેલ હોઈ શકે છે કે જે Facebookનો ઉપયોગ નથી કરતા કારણ કે Facebook કંપનીઓની મહત્ત્વપૂર્ણ સેવાઓ મેળવવા માટે અને અમારી પ્રાઇવસી પોલિસી તથા આ લેખમાં વર્ણવેલા મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે અમારે અમારા બધા યુઝર્સની માહિતી શેર કરવી પડે છે.

આ બધા કિસ્સાઓમાં, અમે આ ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે જેટલી જરૂરી હોય તેટલી જ માહિતી શેર કરીએ છીએ. અમે એ બાબતની પણ ખાતરી કરીએ છીએ કે અમે શેર કરીએ છીએ તે માહિતી અપ ટૂ ડેટ હોય, તેથી, ઉદાહરણ તરીકે, જો તમે તમારા WhatsApp ફોન નંબરને અપડેટ કરવાનું પસંદ કરો, તો Facebook સમૂહના સભ્યો પણ તે નંબરને અપડેટ કરી લેશે જે તેમને અમારા તરફથી મળેલો છે.

સૌથી અગત્યની વાત, WhatsApp, તમારા WhatsApp સંપર્કોને Facebook કે Facebook કંપનીઓના અન્ય સભ્યોની સાથે તેના પોતાના ઉદ્દેશ્યો માટે ઉપયોગ કરવા દેવા માટે શેર કરતું નથી અને તેની આવું કરવાની કોઈ યોજના નથી.

Facebook કંપનીઓ દ્વારા મારી WhatsApp માહિતીના કરવામાં આવતા ઉપયોગ બાબતે મારી પાસે કયા વિકલ્પ છે?

તમે ગમે ત્યારે અમારી સેવાઓને ઉપયોગમાં લેવાનું બંધ કરી શકો છો અને ઍપમાં મારું એકાઉન્ટ ડિલીટ કરો સુવિધા દ્વારા તમારું એકાઉન્ટ ડિલીટ કરી શકો છો. તમારા WhatsApp એકાઉન્ટને ડિલીટ કરવાથી અન્ય Facebook કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતી અન્ય ઍપ અને સેવાઓ વાપરવાનું ચાલુ રાખવાની તમારી ક્ષમતા પર કોઈ અસર થશે નહિ, બસ એ જ રીતે તમારું Facebook એકાઉન્ટ ડિલીટ કરવાથી WhatsApp વાપરવાનું ચાલુ રાખવાની તમારી ક્ષમતા પર પણ કોઈ અસર થશે નહિ. જ્યારે તમે તમારું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરી દો ત્યારે તેનું શું થશે તે અંગેની વધુ માહિતી માટે કૃપા કરીને WhatsAppની પ્રાઇવસી પોલિસી જુઓ.

શું આ લેખથી મદદ મળી?
હાના
શા માટે આ લેખ મદદરૂપ નથી?
  • આ લેખ મુંઝવણભર્યો હતો
  • લેખમાં મારા સવાલનો જવાબ મળ્યો નહિ
  • લેખમાં જણાવેલી મદદ ઉપયોગી નથી
  • મને આ સુવિધા કે પોલિસી ન ગમી
તમારા અભિપ્રાય માટે આભાર
મદદ કેન્દ્ર

WHATSAPP

સુવિધાઓ

સુરક્ષા

ડાઉનલોડ કરો

WhatsApp વેબ

બિઝનેસ

પ્રાઇવસી

કંપની

અમારા વિશે

કારકિર્દી

બ્રાંડ સેન્ટર

સંપર્ક કરો

બ્લોગ

WhatsApp સ્ટોરી

ડાઉનલોડ કરો

Mac/PC

Android

iPhone

મદદ

મદદ કેન્દ્ર

Twitter

Facebook

કોરોના વાઇરસ

2022 © WhatsApp LLC

પ્રાઇવસી અને શરતો