WhatsAppને લોકો સાથે મેસેજથી ચેટ કરવા સરળ, સુરક્ષિત અને ભરોસાપાત્ર રીતે બનાવવામાં આવ્યું છે. મેસેજથી આપલે કરીને ચેટ કરવી એ અંગત બાબત છે અને અમારી સેવાની શરતોને એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેથી અમારું પ્લેટફોર્મ અને અમારા વપરાશકર્તાઓ સુરક્ષિત રહે. WhatsAppનો જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે લોકોએ અમને પૂછ્યૂં છે, તેથી અમે આ માર્ગદર્શિકા તૈયારી કરી છે, જેથી WhatsAppનો ઉપોયગ કરનારાઓને સારો અનુભવ મળી રહે. WhatsAppના તમામ વપરાશકર્તાઓએ એના ઉપયોગના નિયમો પાળવા જરૂરી છે, પછી ભલે તેઓ સરકારી સંસ્થાઓ, રાજકીય પક્ષો કે સરકારી કર્મચારીઓ હોય. WhatsApp કેવી રીતે આપમેળે મોકલાતા અને થોકબંધ મેસેજનો દુરુપયોગ રોકે છે એ વિશે વધુ માહિતી મેળવવા માટે આ શ્વેતપત્ર વાંચો.
WhatsAppનો ઉપયોગ કરવાની શ્રેષ્ઠ રીતો
WhatsAppની ડિઝાઇનથી રાખો તમારી વાતચીત અંગત: વપરાશકર્તાઓએ વ્યક્તિગત ચેટ અને નાનાં ગ્રૂપની વાતચીતો માટે પોતાનાં એકાઉન્ટનું જાતે સંચાલન કરવું જોઈએ.
લોકોની પરવાનગી મેળવો: મેસેજ ફક્ત એવા લોકોને જ મોકલવો જોઈએ, જેમણે પહેલા તમારો સંપર્ક કર્યો હોય અથવા તમને WhatsApp દ્વારા સંપર્ક કરવા વિનંતી કરી હોય. લોકોને તમારો ફોન નંબર આપવો સૌથી સારું કહેવાશે, જેથી પહેલા તેઓ તમને મેસેજ કરી શકે. જો લોકો તેઓનો નંબર આપે, તો એવી રીતે તેઓને મેસેજ કરો જેવી તેઓ આશા રાખતા હોય. દાખલા તરીકે, તમારી ઓળખ આપો અને જણાવો કે તમને તેમનો નંબર કેવી રીતે મળ્યો.
લોકોની પસંદનો આદર કરો: જો કોઈ વપરાશકર્તા તમને મેસેજ ન કરવા જણાવે, તો તમારે વપરાશકર્તાને પોતાની એડ્રેસ બુકમાંથી કાઢી નાખવા જોઈએ અને તેમને ફરીથી સંપર્ક કરવાથી દૂર રહેવું જોઈએ. તમે કોઈ ગ્રૂપમાં લોકોને ઉમેરો એ પહેલાં તમારે તેઓની પાસેથી પરવાનગી લેવી જોઈએ. જો તમે કોઈને ગ્રૂપમાં ઉમેરો અને તેઓ પોતાને ગ્રૂપમાંથી દૂર કરે, તો તેઓના નિર્ણયને માન આપો.
ગ્રૂપ કંટ્રોલનો ઉપયોગ કરો: અમે WhatsApp ગ્રૂપ માટે ફક્ત એડમિન મેસેજ મોકલી શકે તેવું સેટિંગ બનાવ્યું છે. જો તમે એડમિન હો, તો તમે નક્કી કરી શકો છો કે ગ્રૂપમાં બધા સભ્યો કે માત્ર ગ્રૂપ એડમિન જ મેસેજ મોકલી શકે. આ સુવિધા વાપરવાથી ગ્રૂપમાં અનિચ્છનિય મેસેજ પર કાપ મૂકી શકાશે.
આગળ મોકલતા પહેલાં બે વાર વિચારો: અમે તમામ આગળ મોકલાયેલા મેસેજ પર એનું લેબલ મૂક્યું છે, જેથી અમે લોકોને પ્રોત્સાહન આપી શકીએ કે મેસેજ આગળ મોકલતા પહેલાં બે વાર વિચારે.
આટલું કરવાથી બચો
કામ વગરના, આપમેળે મોકલાતા કે થોકબંધ મેસેજ: WhatsApp વાપરીને થોકબંધ મેસેજ મોકલવાનો, આપમેળે થતા મેસેજ મોકલવાનો કે આપમેળે થતા ફોન કરવાનો પ્રયત્ન ન કરો. જે એકાઉન્ટ અનિચ્છિનીય મેસેજ મોકલે છે તેઓને પારખવા અને તેઓ પર પ્રતિબંધ મૂકવા માટે WhatsApp મશીન લર્નિંગ ટેક્નોલોજી અને વપરાશકર્તાઓના અહેવાલોનો ઉપયોગ કરે છે. આમાં વપરાશકર્તાઓની નાપસંદગી ધ્યાને લઈને યોજનાપૂર્વક મેસેજ મોકલવાની સુવિધાનો સમાવેશ થાય છે. ઉપરાંત, બિનસત્તાવાર કે આપમેળે એકાઉન્ટ કે ગ્રૂપ બનાવો નહિ અથવા WhatsAppનાં ફેરફાર કરેલાં વર્ઝનનો ઉપયોગ કરવો નહિ.
તમારી ન હોય એવી સંપર્ક સૂચિનો ઉપયોગ: લોકોની સહમતી વગર ક્યારેય તેઓનો ફોન નંબર શેર ન કરો અથવા વપરાશકર્તાઓને WhatsApp પર મેસેજ કરવા કે ગ્રૂપમાં ઉમેરવા માટે કોઈ ગેરકાનૂની સ્રોતમાંથી મેળવેલો ડેટા (દાખલા તરીકે, ફોન નંબરનું લિસ્ટ ખરીદવું)નો ઉપયોગ કરવો નહિ.
બ્રોડકાસ્ટ લિસ્ટનો વધારે પડતો ઉપયોગ: બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા મોકલેલા મેસેજ વપરાશકર્તાઓને ત્યારે જ મળશે જ્યારે તેઓએ પોતાની સંપર્ક સૂચિમાં તમારો ફોન નંબર સેવ કર્યો હશે. તમે છતાં, જો તમે બ્રોડકાસ્ટ લિસ્ટનો વધુ પડતો ઉપયોગ કર્યો હશે, તો તેઓ તમારા મેસેજ વિશે જાણ કરી શકે છે. એકથી વધુ વાર જાણ કરાયેલા એકાઉન્ટ પર અમે પ્રતિબંધ મૂકી દઈએ છીએ.
અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન: તમને યાદ અપાવી દઈએ કે બીજી બાબતોની સાથે સાથે સેવાની શરતો એ જૂઠાંણું ફેલાવવાં, ગેરકાનૂની રીતે ધાકધમકી આપવા, નફરતની ભાવના કે રંગ કે જાતિ પ્રત્યે ભેદભાવભર્યા વર્તન પર મનાઈ ફરમાવે છે. સેવાની શરતો એ તમે WhatsApp સાથે કરેલા કરારરૂપી સંબંધને દર્શાવે છે અને આ દસ્તાવેજની સાથે તકરારના કિસ્સામાં અમારી સેવાની શરતોને પ્રાધાન્ય આપવામાં આવશે.