પહેલેથી, WhatsApp પર તમારા પ્રાઇવસી સેટિંગને નીચેની પરવાનગીઓ સાથે સેટ કરેલા હોય છે:
કોઈ પણ વપરાશકર્તા તમે છેલ્લે ક્યારે જોયું, તમારો પ્રોફાઇલ ફોટો, તમારા વિશેની માહિતી અને વંચાયાની ખાતરી જોઈ શેક છે.
તમારા બધા જ સંપર્કો તમારી સ્ટેટસ અપડેટ જોઈ શકે છે
કોઈ પણ વપરાશકર્તા તમને ગ્રૂપમાં ઉમેરી શકે છે
પ્રાઇવસી સેટિંગ બદલો
આના પર:
Android: વધુ વિકલ્પો > સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી પર દબાવો.
iPhone: સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી પર દબાવો.
KaiOS: વિકલ્પો > સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી પર દબાવો.
તમે નીચેના સેટિંગમાં ફેરફાર કરી શકો છો:
તમે ક્યારે છેલ્લે જોયું તે કોણ જોઈ શકશે
તમારો પ્રોફાઇલ ફોટો કોણ જોઈ શકશે
'તમારા વિશે'ની માહિતી કોણ જોઈ શકશે
તમારી સ્ટેટસ અપડેટ કોણ જોઈ શકશે
વંચાયાની ખાતરી કોણ જોઈ શકશે
ગ્રૂપમાં કોણ તમને ઉમેરી શકશે
નોંધ:
જો તમે પોતે ક્યારે 'છેલ્લે જોયું' એ શેર નહિ કરો, તો તમે બીજા વપરાશકર્તાઓએ ક્યારે 'છેલ્લે જોયું' એ જોઈ નહિ શકો.
જો તમે 'મેસેજ વંચાયાની ખાતરી' બંધ કરો, તો તમે બીજા વપરાશકર્તાઓની 'મેસેજ વંચાયાની ખાતરી' જોઈ શકશો નહિ. 'મેસેજ વંચાયાની ખાતરી' ગ્રૂપ ચેટ માટે હંમેશાં મોકલવામાં આવે છે.
જો કોઈ સંપર્કે 'વંચાયાની ખાતરી' બંધ કરી છે, તો તેમણે તમારી સ્ટેટસ અપડેટ જોઈ છે કે નહિ એ તમે જોઈ શકશો નહિ.
તમારા ઓનલાઇન થવાને અથવા લખે છે... એમ દેખાતું બદલવાની કોઈ રીત નથી.