તમારા પ્રાઇવસી સેટિંગ કેવી રીતે બદલવાં
પહેલેથી, WhatsApp પર તમારા પ્રાઇવસી સેટિંગને નીચેની પરવાનગીઓ સાથે સેટ કરેલા હોય છે:
- કોઈ પણ વપરાશકર્તા તમે છેલ્લે ક્યારે જોયું, તમારો પ્રોફાઇલ ફોટો, તમારા વિશેની માહિતી અને વંચાયાની ખાતરી જોઈ શેક છે.
- તમારા બધા જ સંપર્કો તમારી સ્ટેટસ અપડેટ જોઈ શકે છે
- કોઈ પણ વપરાશકર્તા તમને ગ્રૂપમાં ઉમેરી શકે છે
પ્રાઇવસી સેટિંગ બદલો
- આના પર:
- Android: વધુ વિકલ્પો
> સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી પર દબાવો. - iPhone: સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી પર દબાવો.
- KaiOS: વિકલ્પો > સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી પર દબાવો.
- Android: વધુ વિકલ્પો
તમે નીચેના સેટિંગમાં ફેરફાર કરી શકો છો:
- તમે ક્યારે છેલ્લે જોયું તે કોણ જોઈ શકશે
- તમારો પ્રોફાઇલ ફોટો કોણ જોઈ શકશે
- 'તમારા વિશે'ની માહિતી કોણ જોઈ શકશે
- તમારી સ્ટેટસ અપડેટ કોણ જોઈ શકશે
- વંચાયાની ખાતરી કોણ જોઈ શકશે
- ગ્રૂપમાં કોણ તમને ઉમેરી શકશે
નોંધ:
- જો તમે પોતે ક્યારે 'છેલ્લે જોયું' એ શેર નહિ કરો, તો તમે બીજા વપરાશકર્તાઓએ ક્યારે 'છેલ્લે જોયું' એ જોઈ નહિ શકો.
- જો તમે 'મેસેજ વંચાયાની ખાતરી' બંધ કરો, તો તમે બીજા વપરાશકર્તાઓની 'મેસેજ વંચાયાની ખાતરી' જોઈ શકશો નહિ. 'મેસેજ વંચાયાની ખાતરી' ગ્રૂપ ચેટ માટે હંમેશાં મોકલવામાં આવે છે.
- જો કોઈ સંપર્કે 'વંચાયાની ખાતરી' બંધ કરી છે, તો તેમણે તમારી સ્ટેટસ અપડેટ જોઈ છે કે નહિ એ તમે જોઈ શકશો નહિ.
- તમારા ઓનલાઇન થવાને અથવા લખે છે... એમ દેખાતું બદલવાની કોઈ રીત નથી.