તમને કદાચ WhatsAppથી નહીં પણ કોઈ અધિકાર સનદ વગરના તૃતીય પક્ષ તરફથી સ્પામ પ્રાપ્ત થયું હશે.
અમારી સંસ્થા મારફતે અાવતા સંદેશાઅોમાંથી સ્પામ સંદેશાઅોની માત્રા ઓછી કરવા માટે અમે ચીવટથી કામ કરીયે છીયે. અમારા વપરાશકર્તાઓ માટે એકબીજા સાથે વહેવાર રાખવાની એક સુરક્ષિત જગ્યા બનવવાનું અમે આગ્રહ રાખીયે છીયે. જો કે, જેવી રીતે SMS કે ફોન્સ સાથે થાય છે, તેવી જ રીતે શક્ય છે કે બીજા WhatsApp વપરાશકર્તાઓ પાસે તમને સંપર્ક કરવા માટે તમારું ફોન નંબર હોઈ શકે. એટલે અમે તમને આવા સંદેશાઓને ઓળખવા અને તેમની વ્યવસ્થા કરવામાં તમને મદદરૂપ થવા માગીયે છીયે.
અધિકાર સનદ વગરના તૃતીય પક્ષ તરફથી અનિચ્છનીય સંદેશાઓ ઘણા સ્વરૂપે આવે છે, જેવાં કે અનિચ્છનીય (સ્પામ), છેતરપિંડી (હોક્સ), અને ઠગાઈ (ફિશિંગ) વાળા સંદેશાઓ. આ પ્રકારના સઘળા સંદેશાઅો મુખ્યત્વે અધિકાર સનદ વગરના તૃતીય પક્ષ તરફથી વણમાગેલાં સંદેશાઅો કહેવાય છે, જે તમને છેતરીને વિશિષ્ટ રૂપે કાર્ય કરવા પ્રેરે છે.
જો તમે WhatsApp આથવા ઇમેઇલ દ્વારા નીચે લખેલ મુજબ કોઈ સંદેશ પ્રાપ્ત કરો, તો શક્ય છે કે તમને છેતરવા માટે કાવતરાનું લક્ષ્ય બનાવવામાં આવતું હોય:
અમારી હંમેશા સલાહ રહી છે કે તમે તે સંદેશ મોકલનારને પ્રતિબંધિત કરી દો, અને તે સંદેશને બેકાર સમજીને રદ્દ કરી દો. પ્રતિબંધિત કરવા વિષે વધુ માહિતી માટે, વારંવાર પૂછાતા પ્રશ્નો બાબત આ લેખ વાંચો. તમારા સંપરકોને સંભવિત ઈજા પહોંચવાથી બચાવવા માટે, કૃપયા આ સંદેશાઅોને ક્યારેય આગળ ના મોકલશો.
અફવાહો વાળા સંદેશાઅો વિષે સામાન્ય રીતે વધુ માહિતી મેળવવા માટે, કૃપયા અમારો બ્લૉગ વાંચો.