મદદ કેન્દ્ર
તમારી ભાષા પસંદ કરો
  • azərbaycan
  • Afrikaans
  • Bahasa Indonesia
  • Melayu
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • Filipino
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • العربية
  • فارسی
  • اردو
  • বাংলা
  • हिन्दी
  • ગુજરાતી
  • ಕನ್ನಡ
  • मराठी
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • മലയാളം
  • ไทย
  • 简体中文
  • 繁體中文
  • 日本語
  • 한국어
  • WhatsApp વેબ
  • સુવિધાઓ
  • ડાઉનલોડ કરો
  • સુરક્ષા
  • મદદ કેન્દ્ર
  • ડાઉનલોડ કરો
  • સુવિધાઓ
  • સુરક્ષા
  • મદદ કેન્દ્ર
  • સંપર્ક કરો

અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.
સામાન્યસુરક્ષા અને પ્રાઇવસી

શરૂથી અંત સુધીની સુરક્ષા વિશે

પ્રાઇવસી અને સુરક્ષા અમારી રગેરગમાં છે, એટલે જ અમે અમારી ઍપમાં શરૂથી અંત સુધીની સુરક્ષા બનાવી છે. જ્યારે શરૂથી અંત સુધી સુરક્ષિત હોય, ત્યારે તમારા મેસેજ, ફોટા, વીડિયો, વોઇસ મેસેજ, ડોક્યુમેન્ટ, સ્ટેટસ અપડેટ અને કૉલ ખોટા હાથમાં પડવા સામે સુરક્ષિત છે.

વ્યક્તિગત મેસેજિંગ

જ્યારે તમે WhatsApp Messengerનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિ સાથે ચેટ કરો ત્યારે WhatsAppની શરૂથી અંત સુધીની સુરક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂથી અંત સુધીની સુરક્ષા, એ વાતની ખાતરી કરે છે કે તમે અને તમે જેની સાથે વાતચીત કરો છો એ જ માત્ર એકબીજાના મેસેજ વાંચી કે સાંભળી શકે, બીજું કોઈ જ નહિ, WhatsApp પણ નહિ. આ એટલા માટે કે શરૂથી અંત સુધીની સુરક્ષા વડે, તમારા મેસેજને એક લૉકથી સુરક્ષિત કરવામાં આવે છે અને ફક્ત એ મેસેજ મેળવનાર અને તમારી પાસે જ તેને ખોલી અને વાંચવા માટે જરૂરી ખાસ કી હોય છે. આ બધું આપમેળે થાય છે: તમારા મેસેજ સુરક્ષિત રાખવા માટે કોઈ ખાસ સેટિંગ ચાલુ કરવાની જરૂર રહેતી નથી.

બિઝનેસ મેસેજિંગ

દરેક WhatsApp મેસેજ સરખાં સાંકેતિક કોડ દ્વારા સુરક્ષિત છે જે તમારા ડિવાઇસ પરથી મોકલતા પહેલાં જ મેસેજને સુરક્ષિત કરી દે છે. બિઝનેસ એકાઉન્ટને મેસેજ મોકલો, ત્યારે તમારો મેસેજ સુરક્ષિત રીતે બિઝનેસ દ્વારા પસંદ કરવામાં આવેલી નિર્ધારિત જગ્યાએ પહોંચાડવામાં આવે છે.

WhatsApp એવા બિઝનેસ સાથેની ચેટને ધ્યાનમાં લે છે કે જેઓ WhatsApp Business ઍપ્લિકેશનનો ઉપયોગ કરે છે અથવા ગ્રાહકોના મેસેજને શરૂથી અંત સુધી સુરક્ષિત રાખવા પોતે જ તેનું સંચાલન અને સંગ્રહ કરે છે. એક વાર મેસેજ મળી જાય પછી, તે જે તે બિઝનેસની પોતાની પ્રાઇવસી પોલિસીને આધીન રહેશે. બિઝનેસ તેમને મળતા મેસેજને આગળ વધારવા અને તેનો જવાબ આપવા માટે ઘણાં કર્મચારીઓ કે અન્ય વેન્ડરને નિયુક્ત કરી શકે છે.

અમુક બિઝનેસ1 સુરક્ષિત રીતે મેસેજનો સંગ્રહ કરવા અને ગ્રાહકોને જવાબ આપવા માટે WhatsAppની પેરેન્ટ કંપની, Facebookનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકશે. જોકે, Facebook તમને દેખાતી જાહેરાતો માટે તમારી મેસેજની માહિતીનો આપમેળે ઉપયોગ કરશે નહિ, બિઝનેસ તેમના પોતાના માર્કેટિંગ હેતુઓ માટે તેમને મળતી ચેટનો ઉપયોગ કરી શકશે, જેમાં Facebook પર જાહેરાતનો સમાવેશ હોઈ શકે છે. કોઈ બિઝનેસની પ્રાઇવસીની રીતો વિશે વધુ જાણવા માટે તમે હંમેશાં તેમનો સંપર્ક કરી શકો છો.

નોંધ: વપરાશકર્તાને ફેરફાર બતાવ્યા વિના શરૂથી અંત સુધી સુરક્ષિત ચેટની સુરક્ષાની સ્થિતિ બદલી શકાતી નથી. કઈ ચેટ શરૂથી અંત સુધી સુરક્ષિત છે તે વિશે વધુ માહિતી માટે અમારું શ્વેતપત્ર વાંચો.

પેમેન્ટ

પસંદગીના દેશોમાં ઉપલબ્ધ WhatsApp પેમેન્ટ, નાણાકીય સંસ્થઓમાં એકાઉન્ટ વચ્ચે ટ્રાન્સફરને શક્ય બનાવે છે. કાર્ડ અને બેંકના નંબરોને ઉચ્ચ ગુણવત્તાવાળા સુરક્ષિત નેટવર્ક પર સાચવવામાં આવે છે. જોકે, નાણાકીય સંસ્થાઓ આ પેમેન્ટને લગતી માહિતી મેળવ્યા વગર પૈસાની લેવડદેવડ પૂરી કરી શકતી ન હોવાથી, આ પેમેન્ટ શરૂથી અંત સુધી સુરક્ષિત કરેલા નથી હોતા.

સંપર્કની માહિતીવાળી સ્ક્રીનમાં “સુરક્ષા કોડની ખાતરી કરો”ની સ્ક્રીન શું છે?

શરૂથી અંત સુધી સુરક્ષિત દરેક ચેટ માટે એક ખાસ સુરક્ષા કોડ હોય છે, જેનો ઉપયોગ કરેલા કૉલ અને મોકલેલા મેસેજ શરૂથી અંત સુધી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે થાય છે.

નોંધ: શરૂથી અંત સુધી સુરક્ષિત ચેટ માટે ખાતરી કરવાની પ્રક્રિયા વૈકલ્પિક છે અને તેનો ઉપયોગ ફક્ત તમે મોકલેલા મેસેજ અને કૉલ શરૂથી અંત સુધી સુરક્ષિત છે એની ખાતરી કરવા માટે કરાય છે.

આ કોડને સંપર્કની માહિતીવાળી સ્ક્રીન પર QR કોડ અને 60 આંકડાવાળા નંબર રૂપે જોઈ શકાય છે. આ કોડ દરેક ચેટમાં જુદો હોય છે અને ચેટમાં જે મેસેજ મોકલો છો એ શરૂથી અંત સુધી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે તમે આવા કોડને બન્ને વ્યક્તિઓની ચેટમાં સરખાવી શકો છે. સુરક્ષા કોડ તો ખાલી તમારા બન્ને વચ્ચે શેર કરેલી એક ખાસ ચાવી તરીકે દેખાય છે - અને ચિંતા ના કરતા, તે અસલી ચાવી નથી હોતી, એને હંમેશાં ખાનગી જ રખાય છે.

ચેટ શરૂથી અંત સુધી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે:

  1. તે ચેટ ખોલો.
  2. સંપર્કની માહિતીવાળી સ્ક્રીન ખોલવા માટે તે સંપર્કના નામ પર દબાવો.
  3. QR કોડ અને 60 અંકના નંબરને જોવા ડેટા કવચ પર દબાવો.
    • નોંધ: આ સુવિધા ફક્ત શરૂથી અંત સુધી સુરક્ષિત ચેટમાં રહેલી વ્યક્તિ માટે જ ઉપલબ્ધ છે.

જો તમે અને તમારો સંપર્ક એકબીજાની સાથે હો, તો તમારામાંથી કોઈ પણ QR કોડને સ્કેન કરી શકે છે અથવા તો 60 અંકનો નંબર સરખાવી શકે છે. જો તમે QR કોડને સ્કેન કરો અને કોડ ખરેખર સરખો હોય, તો એક લીલા રંગની ખરાની નિશાની દેખાશે. બન્ને મેળ ખાતા હોવાથી, તમે બેફિકર રહી શકો છો કે તમારો કૉલ કે મેસેજ કોઈ આંતરી રહ્યું નથી.

જો કોડ મેળ ન ખાતા હોય, તો બની શકે કે તમે કોઈ અલગ સંપર્કનો કોડ અથવા તો અલગ નંબર સ્કેન કરી રહ્યા હો. જો તમારા સંપર્કે હમણાં જ WhatsApp ફરી ઇન્સ્ટોલ કર્યું હોય અથવા તો ફોન બદલ્યો હોય, તો અમે તમને તમારા સંપર્કને નવો મેસેજ મોકલીને કોડ રિફ્રેશ કર્યા પછી સ્કેન કરવાની ભલામણ કરીએ છીએ. સુરક્ષા કોડ બદલવા વિશે આ લેખમાં વધુ શીખો.

જો તમે અને તમારો સંપર્ક એકબીજાની સાથે ન હો, તો તમે તેઓને 60 અંકનો નંબર મોકલી શકો છો. એક વાર તમારા સંપર્કને કોડ મળી જાય એટલે તેમને જણાવો કે કોડને લખી લે અને તેને ડેટા કવચ નીચે સંપર્ક માહિતી સ્ક્રીન પર દેખાતા 60-અંકના નંબર સાથે સરખાવી લે. Android અને iPhone માટે, SMS, ઇમેઇલ વગેરે દ્વારા 60-અંકનો નંબર મોકલવા માટે તમે "સુરક્ષા કોડની ખાતરી કરો" સ્ક્રીન પરથી "શેર કરો" બટનનો ઉપયોગ કરી શકો છો.

WhatsApp શા માટે શરૂથી અંત સુધીની સુરક્ષા પૂરી પાડે છે અને લોકોને સુરક્ષિત રાખવા માટે તેનું શું મહત્ત્વ છે?

WhatsApp જે સેવા પૂરી પાડે છે તેના માટે સુરક્ષા ખૂબ અગત્યની છે. અમે ઘણા એવા દાખલાઓ જોયા છેે જેમાં અપરાધી હેકર દ્વારા ગેરકાયદેસર રીતે ખાનગી ડેટા પડાવીને ટેક્નોલોજીના દુરુપયોગથી તે ચોરાયેલી માહિતી વાપરીને લોકોને હેરાન કરાયા હોય. 2016માં શરૂથી અંત સુધીની સુરક્ષાનું અમલીકરણ પૂરું કર્યા પછી, ડિજિટલ સુરક્ષા વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.

WhatsApp પોતે, શરૂથી અંત સુધી સુરક્ષિત મેસેજનું લખાણ વાંચવાની કે કૉલ સાંભળવાની ક્ષમતા ધરાવતું નથી. આનું કારણ એ છે કે, WhatsApp પર તમે મોકલેલા કે મેળવેલા મેસેજનું ડેટા કવચ માત્ર તમારા ડિવાઇસ પર જ ખોલી કે બંધ કરી શકાય છે. કોઈ મેસેજ તમારા ડિવાઇસ પરથી જાય તે પહેલાં, તે મેસેજના લખાણને કોડમાં બદલીને તેને લૉક કરવામાં આવે છે અને માત્ર મેળવનાર પાસે તેની ચાવી હોય છે. આ ઉપરાંત, મોકલાતા દરેક મેસેજ માટે ચાવી અલગ હોય છે. આ પ્રક્રિયા પડદા પાછળ ચાલતી હોય, ત્યારે તમે તમારા ડિવાઇસ પર સુરક્ષા ખાતરીનો કોડ ચકાસીને તમારી વાતચીત સુરક્ષિત છે કે નહિ તેની ખાતરી કરી શકો છો. આ બધું કેવી રીતે કામ કરે છે તેના વિશે વધુ જાણકારી તમે અમારા શ્વેતપત્રમાંથી મેળવી શકો છો.

સ્વાભાવિક રીતે, કાયદાના અમલને લાગતાં કામો માટે લોકો શરૂથી અંત સુધીની સુરક્ષા શું છે તે પૂછે છે. દુનિયાભરની સરકારી એજન્સીઓ દ્વારા લોકોની સુરક્ષા માટે કરાતા કામોને WhatsApp બિરદાવે છે. અમે, લાગુ થતા કાયદા અને પોલિસી મુજબ સરકારી એજન્સીઓ પાસેથી આવતી વિનંતીઓની કાળજીપૂર્વક સમીક્ષા કરીને તેનો કાયદેસર જવાબ આપીએ છીએ અને ઇમર્જન્સી વિનંતીઓને જવાબ આપવમાં પ્રાથમિકતા આપીએ છીએ. અમારા શૈક્ષણિક પ્રયત્નોના ભાગરૂપે, સરકારી એજન્સીઓને માહિતગાર કરવા અમે અમારા દ્વારા ભેગી કરાતી મર્યાદિત માહિતી વિશે અને સરકારી એજન્સીઓ WhatsApp પાસેથી માહિતી મેળવવા કેવી રીતે સંપર્ક કરી શકે તે વિશે જાણકારી પ્રકાશિત કરી હતી, જે તમે અહીં વાંચી શકો છો.

WhatsApp પર સુરક્ષા વિશે વધુ જાણવા માટે WhatsApp સુરક્ષાની મુલાકાત લો.

1 2021માં.

શું આ લેખથી મદદ મળી?
હાના
શા માટે આ લેખ મદદરૂપ નથી?
  • આ લેખ મુંઝવણભર્યો હતો
  • લેખમાં મારા સવાલનો જવાબ મળ્યો નહિ
  • લેખમાં જણાવેલી મદદ ઉપયોગી નથી
  • મને આ સુવિધા કે પોલિસી ન ગમી
તમારા અભિપ્રાય માટે આભાર
મદદ કેન્દ્ર

WhatsApp

  • સુવિધાઓ
  • સુરક્ષા
  • ડાઉનલોડ કરો
  • WhatsApp વેબ
  • બિઝનેસ
  • પ્રાઇવસી

કંપની

  • અમારા વિશે
  • કારકિર્દી
  • બ્રાંડ સેન્ટર
  • સંપર્ક કરો
  • બ્લોગ
  • WhatsApp સ્ટોરી

ડાઉનલોડ કરો

  • Mac/PC
  • Android
  • iPhone

મદદ

  • મદદ કેન્દ્ર
  • Twitter
  • Facebook
  • કોરોના વાઇરસ
2021 © WhatsApp LLC
પ્રાઇવસી અને શરતો