WhatsApp મુખ્ય પેજWhatsApp મુખ્ય પેજમદદ કેન્દ્ર
WHATSAPP વેબ
સુવિધાઓ
ડાઉનલોડ કરો
સુરક્ષા
મદદ કેન્દ્ર

તમારી ભાષા પસંદ કરો

  • azərbaycan

  • Afrikaans

  • Bahasa Indonesia

  • Melayu

  • català

  • čeština

  • dansk

  • Deutsch

  • eesti

  • English

  • español

  • français

  • Gaeilge

  • hrvatski

  • italiano

  • Kiswahili

  • latviešu

  • lietuvių

  • magyar

  • Nederlands

  • norsk bokmål

  • o‘zbek

  • Filipino

  • polski

  • Português (Brasil)

  • Português (Portugal)

  • română

  • shqip

  • slovenčina

  • slovenščina

  • suomi

  • svenska

  • Tiếng Việt

  • Türkçe

  • Ελληνικά

  • български

  • қазақ тілі

  • македонски

  • русский

  • српски

  • українська

  • עברית

  • العربية

  • فارسی

  • اردو

  • বাংলা

  • हिन्दी

  • ગુજરાતી

  • ಕನ್ನಡ

  • मराठी

  • ਪੰਜਾਬੀ

  • தமிழ்

  • తెలుగు

  • മലയാളം

  • ไทย

  • 简体中文

  • 繁體中文(台灣)

  • 繁體中文(香港)

  • 日本語

  • 한국어

  • ડાઉનલોડ કરો

  • સુવિધાઓ

  • સુરક્ષા

  • મદદ કેન્દ્ર

  • સંપર્ક કરો

અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.
  1. સામાન્ય
  2. સુરક્ષા અને પ્રાઇવસી

WhatsApp પર ખાનગી, સલામત અને સુરક્ષિત કોમ્યુનિટીનું નિર્માણ

અમે WhatsApp પર પરસ્પર વણાયેલા ગ્રૂપ માટે તેની વાતચીતને સુયોજિત અને મેનેજ કરવા માટેના વધુ ટૂલ પ્રદાન કરવા માટે કોમ્યુનિટીનું નિર્માણ કરી રહ્યાં છીએ. સામાન્ય રીતે આ પ્રકારના ગ્રૂપ એવા જોડાણ ધરાવતા હોય છે જેમાં લોકો એકબીજાને ઓળખતા હોય અને કોઈ સમાન સ્થળ અથવા રુચિ બાબતે પરસ્પર સંકળાયેલા હોય છે.

શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ, સ્થાનિક ક્લબ અને નાના કાર્યસ્થળો પણ હવે તેમની સાથે સંકળાયેલા લોકોને માહિતીથી અપડેટેડ રાખવા માટેના પ્રાથમિક માર્ગ તરીકે WhatsApp પર ભરોસો કરતાં હોય છે. આ પ્રકારના ગ્રૂપને માહિતીનો સંચાર કરવા માટેની ખાનગી રીતોની જરૂર હોય છે જે સોશિયલ મીડિયાથી અલગ હોય, પરંતુ રિયલ-ટાઇમ વાતચીતની સુવિધા માટે ઇમેઇલ કે ફક્ત બ્રોડકાસ્ટ માટેની ચેનલો કરતા વધુ સંસાધનો પ્રદાન કરતી હોય.

WhatsApp પરની દરેક કોમ્યુનિટીના કેન્દ્રમાં તમામ ગ્રૂપનું વર્ણન અને મેનૂ હશે જે જોઈને લોકો જે-તે ગ્રૂપમાં પસંદગી અનુસાર જોડાઈ શકશે. મોટા અને વધુ જટિલ ગ્રૂપ અંતર્ગત આ વાતચીત માટે એક માળખું અને સંગઠન પ્રદાન કરે છે જેમાં લોકો તેમના માટે શું મહત્ત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ ગ્રૂપ માટે WhatsApp પર સંચાર કરવા માટેના ખાનગી, સલામત અને સુરક્ષિત માર્ગો પ્રદાન કરવા નીચે મુજબના સિદ્ધાંતોને અમારા માર્ગદર્શક તરીકે રાખીને અમે સંખ્યાબંધ અપડેટ બનાવી રહ્યાં છીએ.

એડમિનની ક્ષમતામાં વધારો

અમે એડમિન માટે તેમના વિવિધ ખાનગી ગ્રૂપની વચ્ચે વાતચીતને મેનેજ કરવા માટેના નવા ટૂલ બનાવી રહ્યાં છીએ. WhatsApp પર કોમ્યુનિટી બનાવવા અને મેનેજ કરવા માટેની જવાબદારી એડમિનની છે. તેઓ નવા ગ્રૂપ બનાવીને અથવા પહેલાંથી અસ્તિત્વમાં હોય તેવા ગ્રૂપને લિંક કરીને પસંદ કરી શકે છે કે કયા ગ્રૂપ તેમની કોમ્યુનિટીનો ભાગ બનશે. કોમ્યુનિટીના એડમિન પાસે ગ્રૂપને કોમ્યુનિટીમાંથી અનલિંક કરવાની અને આખી કોમ્યુનિટીમાંથી સભ્યોને વ્યક્તિગત રીતે દૂર કરવાની ક્ષમતા પણ હશે. આ ઉપરાંત, ગ્રૂપ એડમિન ગ્રૂપના તમામ સભ્યો માટે કોઈ અયોગ્ય અથવા અપમાનજનક ચેટ અથવા મીડિયાને પણ ડિલીટ કરી શકશે. અમે એડમિનને આ નવી સુવિધાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની રીત અંગેના સંસાધનો પણ પ્રદાન કરીશું.

વાપરનારને તેમની ચેટ પર વધુ નિયંત્રણ આપવું

એડમિનને નવા ટૂલ પ્રદાન કરવા ઉપરાંત, વાપરનાર કોમ્યુનિટી સાથે તેમની પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરી શકશે. અમારા હાલના સેટિંગ વાપરનારને તે નક્કી કરવાની પસંદગી આપે છે કે તેમને ગ્રૂપમાં કોણ ઉમેરી શકે - અને આ સેટિંગ કોમ્યુનિટીને પણ લાગુ થશે. વાપરનાર સરળતાથી દુરુપયોગની જાણ કરી શકશે, એકાઉન્ટ સાથે સંપર્ક તોડી શકશે અને જે કોમ્યુનિટી સાથે હવે તેઓ રહેવા નથી માંગતા તેને છોડી પણ શકશે. કોઈને જાણ ન થાય તે રીતે ગ્રૂપમાંથી નીકળી જવાની ક્ષમતા પણ ઉમેરી રહ્યાં છીએ, જેથી જો કોઈને એમ લાગે કે આ વાતચીત હવે તેમના કામની નથી તો તેઓ ગ્રૂપ છોડી શકે અને અન્ય કોઈને આ બાબતે સૂચના ન મળે.

કદ, શોધક્ષમતા અને ફોરવર્ડ કરવા પર સમજદારીપૂર્ણ મર્યાદાઓ

જ્યારે અન્ય ઍપ કોઈ સીમા વગર ગ્રૂપ ચેટ પ્રદાન કરે છે, WhatsApp અમારી પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે સંસ્થાઓ અને અન્ય ગ્રૂપની જરૂરિયાતોને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં ઘણા લોકો એકબીજાને પહેલાંથી જ ઓળખતા હોય. સોશિયલ મીડિયા અને અન્ય મેસેજિંગ સેવાઓથી વિપરીત, WhatsApp અમારી સેવામાં નવી કોમ્યુનિટી માટે શોધખોળ કરવાની ક્ષમતાને સમર્થન નહીં આપે.

બિનજરૂરી ઘોંઘાટ અને ભારણને મર્યાદિત કરવા માટે, ફક્ત એડમિન જ તમામ કોમ્યુનિટીના સભ્યોને મેસેજ મોકલી શકશે - આને કોમ્યુનિટી માટેનું ઘોષણા ગ્રૂપ કહેવાય છે. અમે શરૂઆતમાં કેટલાક હજાર વાપરનાર માટે કોમ્યુનિટી ઘોષણાને સપૉર્ટ કરીશું. કોમ્યુનિટીના સભ્યો એડમિન દ્વારા બનાવેલા અથવા મંજૂર કરેલ નાના ગ્રૂપમાં ચેટ કરી શકશે. અમે એડમિન અને વાપરનાર માટે વધુ નિયંત્રણો લાવતા જઈએ તેમ-તેમ ગ્રૂપના કદમ વધારો કરતા જવાની અમારી યોજના છે.

અમે વાતચીતને ખાનગી રાખવા માટે WhatsApp પર ફોરવર્ડ કરવા પરના નિયંત્રણો ચાલુ રાખીશું. કોમ્યુનિટી રજૂ કરવાની સાથે, પહેલાંથી ફોરવર્ડ કરેલા મેસેજ કે જે આજે એકસાથે પાંચ જગ્યાએ ફોરવર્ડ કરી શકાય છે તે મર્યાદા ઘટાડવામાં આવશે અને એકસાથે ફક્ત એક જ ગ્રૂપમાં ફોરવર્ડ કરી શકાશે. અમારું માનવું છે કે આનાથી કોમ્યુનિટી ગ્રૂપમાં સંભવિત રૂપે હાનિકારક હોય તેવી ખોટી માહિતીનો ફેલાવો થવામાં અર્થપૂર્ણ રીતે ઘટાડો થશે.

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને ફોન નંબરની પ્રાઇવસી

આ પરસ્પર વણાયેલી કોમ્યુનિટીની અંદર રહેલી ચેટની ખાનગી પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, WhatsApp મેસેજને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે સુરક્ષિત કરવાનું ચાલુ રાખશે જેથી જે-તે ગ્રૂપના સભ્યો જ તેમને જોઈ શકે અને બીજા કોઈ નહીં. આ સુરક્ષા ટેક્નોલોજી સંવેદનશીલ વાતચીતને સંસ્થાઓ, કાર્યસ્થળો અને અંગત ગ્રૂપની વચ્ચે સુરક્ષિત રાખે છે.

વાપરનારની પ્રાઇવસીને સુરક્ષિત કરવામાં સહાયતા માટે, તમારો ફોન નંબર કોમ્યુનિટીથી મોટા પાયે છુપાયેલ રહેશે, અને ફક્ત કોમ્યુનિટીના એડમિન અને તમે જે ગ્રૂપમાં છો તેના અન્ય લોકોને જ દેખાશે. આ અવાંછિત સંપર્કને રોકવામાં મદદ કરશે અને લોકોના ફોન નંબરના દુરુપયોગને પણ ઘટાડશે.

અપમાનજનક કોમ્યુનિટી વિરુદ્ધ પગલાં લેવા

આ નવા પગલાં અને નિયંત્રણો કોમ્યુનિટીના એડમિનને તેમના ગ્રૂપની અંદરની સમસ્યાઓને સંબોધિત કરવા સશક્ત કરશે, કારણ કે એડમિન તેઓને સારી રીતે ઓળખતા હોય છે. અમે વાપરનારને સમસ્યારૂપ કોમ્યુનિટી અને મેસેજ અંગે અમને સીધી જાણ કરવા પ્રોત્સાહિત કરવાનું પણ ચાલુ રાખીશું.

જ્યારે પણ અમને બાળ જાતીય દુર્વ્યવહાર સામગ્રીનું વિતરણ કે હિંસા અથવા માનવ તસ્કરીના સંકલન જેવી દુરુપયોગમાં સંકળાયેલી કોમ્યુનિટી વિશે જાણ થશે, ત્યારે WhatsApp વ્યક્તિગત કોમ્યુનિટીના સભ્યો અથવા એડમિન પર પ્રતિબંધ મૂકશે, કોમ્યુનિટીને વિસર્જિત કરી નાખશે અથવા કોમ્યુનિટીના તમામ સભ્યો પર પ્રતિબંધ મૂકશે. અમે યોગ્ય પગલાં લેવા માટે કોમ્યુનિટીનું નામ, વર્ણન અને વાપરનાર દ્વારા કરાયેલ જાણ સહિતની તમામ ઉપલબ્ધ બિન-એન્ક્રિપ્ટેડ માહિતી પર આધાર રાખીશું.

WhatsApp will continue to build support for Communities in the months and years to come and as always we will continue to listen closely to feedback from users about how we can help people connect privately, safely, and securely.

શું આ લેખથી મદદ મળી?
હાના
શા માટે આ લેખ મદદરૂપ નથી?
  • આ લેખ મુંઝવણભર્યો હતો
  • લેખમાં મારા સવાલનો જવાબ મળ્યો નહિ
  • લેખમાં જણાવેલી મદદ ઉપયોગી નથી
  • મને આ સુવિધા કે પોલિસી ન ગમી
તમારા અભિપ્રાય માટે આભાર
મદદ કેન્દ્ર

WHATSAPP

સુવિધાઓ

સુરક્ષા

ડાઉનલોડ કરો

WhatsApp વેબ

બિઝનેસ

પ્રાઇવસી

કંપની

અમારા વિશે

કારકિર્દી

બ્રાંડ સેન્ટર

સંપર્ક કરો

બ્લોગ

WhatsApp સ્ટોરી

ડાઉનલોડ કરો

Mac/PC

Android

iPhone

મદદ

મદદ કેન્દ્ર

Twitter

Facebook

કોરોના વાઇરસ

2022 © WhatsApp LLC

પ્રાઇવસી અને શરતો