અમે તાજેતરમાં અમારી પ્રાઇવસી પોલિસી અપડેટ કરી અને અમને ઘણા ચિંતનશીલ પ્રશ્નો મળ્યા. ચારેબાજુ ચાલી રહેલી અમુક અફવાઓને અનુસંધાને, અમને વારંવાર મળેલા કેટલાક પ્રશ્નોના અમે જવાબ આપવા માગીએ છીએ. અમે WhatsAppને વિકસાવવામાં ખૂબ મહેનત કરીએ છીએ અને તેને એવી રીતે વિકસાવીએ છીએ કે લોકોને પ્રાઇવેટ રીતે વાતચીત કરવામાં તે મદદરૂપ બની રહે.
અમે એ બાબતને સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આ પોલિસી અપડેટથી મિત્રો અને કુટુંબીઓ સાથેના તમારા મેસેજની પ્રાઇવસીને કોઈ પણ રીતે અસર થતી નથી. આ ફેરફારો WhatsApp પરની વૈકલ્પિક બિઝનેસ સુવિધાઓને લગતા છે અને અમે કેવી રીતે ડેટાનો સંગ્રહ અને ઉપયોગ કરીએ છીએ એના વિશે તેમાં વધુ પારદર્શિતા પૂરી પાડવામાં આવી છે. WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં થયેલી અપડેટ અને બિઝનેસની નવી સુવિધાઓ વિશે અહીં વધુ જાણો.
અમે અને Facebook બન્નેમાંથી કોઈ તમારા પર્સનલ મેસેજ કે કૉલ જોઈ કે સાંભળી શકતા નથી: તમારા મિત્રો, કુટુંબીઓ અને સહકાર્યકરો સાથેના તમારા WhatsApp મેસેજ અને કૉલ WhatsApp કે Facebook બન્નેમાંથી કોઈ પણ વાંચી કે સાંભળી શકતાં નથી. તમે જે કંઈ પણ શેર કરો છો, તે રહે છે તો તમારી વચ્ચે જ. આનું કારણ એ છે કે તમારા પર્સનલ મેસેજ શરૂથી અંત સુધી (એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન)ની સુરક્ષા દ્વારા સુરક્ષિત કરવામાં આવેલા છે. આ સુરક્ષાને અમે કદી પણ નબળી પડવા દઈશું નહિ અને અમે દરેક ચેટ પર સ્પષ્ટપણે લેબલ મૂકીએ છીએ, એટલે તમારી પ્રાઇવસી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને તમે સમજો. WhatsApp સુરક્ષા વિશે અહીં વધુ જાણો.
કોણ કોને મેસેજ મોકલે છે કે કૉલ કરે છે તેનો રેકોર્ડ અમે રાખતા નથી: પરંપરાગત રીતે મોબાઇલ કંપનીઓ અને ઓપરેટરો આવી માહિતીનો સંગ્રહ કરે છે, અમે માનીએ છીએ કે બે અબજ યુઝર્સનો આવો રેકોર્ડ રાખવો એ પ્રાઇવસી અને સુરક્ષા બન્ને માટેનું જોખમ હશે, આથી અમે આવો રેકોર્ડ રાખતા નથી.
અમે અને Facebook બન્નેમાંથી કોઈ તમારું શેર કરેલું લોકેશન જોઈ શકતા નથી: જ્યારે તમે WhatsApp પર કોઈની સાથે તમારું લોકેશન શેર કરો છો, ત્યારે તમારું લોકેશન શરૂથી અંત સુધીની સુરક્ષાથી સુરક્ષિત હોય છે, જેનો અર્થ એમ થાય કે તમે જેમની સાથે તે શેર કર્યું છે તેના સિવાય કોઈ પણ વ્યક્તિ તમારું લોકેશન જોઈ શકતી નથી.
અમે Facebook સાથે તમારા સંપર્કો શેર કરતા નથી: જ્યારે તમે અમને પરવાનગી આપો છો, ત્યારે અમે મેસેજિંગને ઝડપી અને વિશ્વાસપાત્ર બનાવવા માટે તમારી એડ્રેસ બુકમાંથી ફક્ત તમારા ફોન નંબરોને જ ઍક્સેસ કરીએ છીએ અને અમે Facebookની અન્ય ઍપ સાથે તમારા સંપર્કોની યાદી શેર કરતા નથી.
ગ્રૂપ્સ હજી પણ પ્રાઇવેટ રહેશે: ગ્રૂપ મેમ્બરશિપનો ઉપયોગ અમે મેસેજ પહોંચાડવા અને અમારા સર્વરને સ્પામ અને દુરુપયોગથી સુરક્ષા આપવા માટે કરીએ છીએ. અમે જાહેરાતના હેતુઓ માટે Facebook સાથે આ ડેટા શેર કરતા નથી. ફરી એક વાર, આ પર્સનલ ચેટ શરૂથી અંત સુધી સુરક્ષિત (એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ) છે જેથી અમે તેનું કન્ટેન્ટ જોઈ શકતા નથી.
તમે ‘ગાયબ થતા મેસેજ'ની સુવિધાનો ઉપયોગ કરી શકો છો: વધારાની પ્રાઇવસી માટે, તમે તમારા મેસેજ મોકલ્યા પછી તેને ચેટમાંથી ગાયબ કરી દેવાનું પસંદ કરી શકો છો. મદદ કેંદ્રના આ લેખમાં વધુ જાણો.
તમે તમારો ડેટા ડાઉનલોડ કરી શકો છો: તમે સીધા જ તમારી ઍપમાંથી અમારી પાસે રહેલી તમારા એકાઉન્ટની માહિતી ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. મદદ કેંદ્રના આ લેખમાં વધુ જાણો.
દરરોજ, વિશ્વભરના લાખો લોકો WhatsApp પર નાના-મોટા બિઝનેસ સાથે સુરક્ષિત રીતે વાતચીત કરે છે. જો તમે બિઝનેસને મેસેજ મોકલવાનું પસંદ કરો તો અમે તે સરળ અને વધુ સારું બનાવવા માગીએ છીએ. જ્યારે તમે આ સુવિધાઓનો ઉપયોગ કરતા કોઈ પણ બિઝનેસ સાથે વાતચીત કરશો ત્યારે અમે કાયમ તેના વિશે WhatsAppમાં તમને સ્પષ્ટપણે જણાવીશું.
Facebook હોસ્ટિંગ સેવાઓ: બિઝનેસ સાથે મેસેજિંગ એ તમારા કુટુંબીઓ અને મિત્રો સાથેના મેસેજિંગથી અલગ છે. અમુક મોટા બિઝનેસને તેમની વાતચીતોના સંચાલન માટે હોસ્ટિંગ સેવાઓ વાપરવાની જરૂર પડે છે. આ કારણસર અમે બિઝનેસને તેમના ગ્રાહકો સાથેની WhatsApp ચેટનું સંચાલન કરવા, પ્રશ્નોના જવાબ આપવા અને ખરીદીની રસીદ જેવી મદદરૂપ માહિતી મોકલવા માટે Facebook દ્વારા સંચાલિત સુરક્ષિત હોસ્ટિંગ સેવાઓ વાપરવાનો વિકલ્પ આપીએ છીએ. તમે બિઝનેસનો ભલેને ફોન, ઇમેઇલ કે WhatsAppથી સંપર્ક કરો, તેઓ એ જોઈ શકે છે કે તમે શાના વિશે વાત કરી રહ્યાં છો અને બની શકે કે આ જાણકારીનો તેઓ પોતાના માર્કેટિંગ માટે ઉપયોગ કરે. એવું પણ બની શકે કે તેઓ તમને Facebook પર તેને લગતી જાહેરાતો બતાવે. જો તમે એવા બિઝનેસ સાથે વાત કરો જે Facebookની હોસ્ટિંગ સેવાઓનો ઉપયોગ કરે છે, તો અમે તેઓની ચેટ પર સ્પષ્ટપણે લેબલ મૂકીએ છીએ જેથી તમને આ વિશે પૂરી જાણકારી રહે.
બિઝનેસને શોધવો: તમે Facebook પર કોઈ એવી જાહેરાત જોઈ શકો છો કે જેમાં બટન હોય અને તેના ઉપયોગથી WhatsApp પર તમે તે બિઝનેસને મેસેજ મોકલી શકો. જો તમારા ફોન પર WhatsApp ઇન્સ્ટોલ કરેલું હોય, તો તમારી પાસે તે બિઝનેસને મેસેજ મોકલવાનો વિકલ્પ હશે. Facebook આવી જાહેરાતો સાથેના તમારા વ્યવહારનો ઉપયોગ Facebook પર તમારી પસંદ મુજબની જાહેરાતો બતાવવા માટે કરી શકે.
WhatsApp પર પેમેન્ટ: WhatsAppની UPI પેમેન્ટ સુવિધા માટે અલગથી પ્રાઇવસી પોલિસી છે જે તમે અહીં જોઈ શકો છો અને તે પ્રાઇવસી પોલિસીમાં આ અપડેટની કોઈ અસર થતી નથી.