Facebook પેજ સાથે લિંક કરેલાં WhatsApp Business એકાઉન્ટ માટેની બિઝનેસ માહિતી અપડેટ કરવા વિશે
જ્યારે તમે તમારા WhatsApp Business એકાઉન્ટને તમારા Facebook પેજ સાથે કનેક્ટ કરીને સિંક કરવાનું ચાલુ કરો, ત્યારે તમારું WhatsApp Business એકાઉન્ટ તમારા Facebook પેજ પરની બિઝનેસ માહિતી બતાવશે.
જો કે, WhatsApp Businessથી વિપરીત, તમારા Facebook પેજમાં એકથી વધુ એડિટર કે એડમિન હોઈ શકે છે. બધા પેજના એડમિન અને એડિટર તમારા Facebook પેજ પર બિઝનેસની માહિતી અપડેટ કરી શકશે, જે પછી તમારી WhatsApp Business પ્રોફાઇલ પર દેખાશે.
પરંતુ, WhatsApp Business ઍપ પર કરવામાં આવેલા ફેરફારો Facebook પેજ પર દેખાશે નહિ, ભલે પછી એકાઉન્ટ લિંક થયેલાં હોય.