સપોર્ટ ન કરતી ઍપ વિશે જાણકારી
સપોર્ટ ન કરતી ઍપ એ WhatsAppની નકલ કરીને બનાવવામાં આવેલી ઍપ હોય છે, જેનો અર્થ છે કે તેને થર્ડ પાર્ટીએ બનાવી છે અને તે અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરે છે. WhatsApp આ થર્ડ પાર્ટી ઍપને સપોર્ટ કરતું નથી, કેમ કે અમે તેઓની સુરક્ષા સંબંધી નિયમો અને શરતોની ખાતરી કરી શકતા નથી.
સપોર્ટ ન કરતી ઍપ્લિકેશન તમારી પ્રાઇવસી, સુરક્ષા અને સલામતીને જોખમમાં મૂકે છે. તે WhatsApp સાથે જોડાયેલી હોતી નથી અને એટલે જ તે અમારા સુરક્ષાના ઉપાયોને અધીન હોતી નથી. પર્સનલ મેસેજ અને તમારા લોકેશન જેવા ડેટા મોકલવા તેમજ ફાઇલો અથવા લિંક મેળવવા માટે બિનસત્તાવાર ઍપનો ઉપયોગ કરવો જોખમી બની શકે છે.
જો તમે સત્તાવાર WhatsApp ઍપને બદલે WhatsAppના સપોર્ટ કરતા ન હોય એવા વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા હો, તો કેટલાક એકાઉન્ટને થોડા સમય માટે અથવા કાયમી રીતે પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. તમે આ લેખમાં વધુ જાણી શકો છો.
WhatsAppની સત્તાવાર ઍપ પર કેવી રીતે સ્વિચ કરવું
અમારી ભલામણ છે કે WhatsAppની સત્તાવાર ઍપ ડાઉનલોડ કરતા પહેલાં તમારી જૂની ચેટ સેવ કરી લો. Android અથવા iPhone પર તમારી જૂની ચેટ કેવી રીતે સેવ કરવી તે જાણો. એ વાતનું ધ્યાન રાખજો કે WhatsApp આ બિનસત્તાવાર ઍપને સપોર્ટ કરતું ન હોવાથી અમે તમને જૂની ચેટ સફળતાપૂર્વક ટ્રાન્સફર થશે તેની ગેરેંટી આપી શકતા નથી.
તમારી માહિતીનો બેકઅપ લીધા પછી, તમે WhatsApp અથવા WhatsApp Business ઍપને ડાઉનલોડ કરવા અને તમારા ફોન નંબરને ફરીથી રજિસ્ટર કરવા માટે અમારી વેબસાઇટ પર જઈ શકો છો. Android, iPhone અને KaiOS પર કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું તે જાણો.
સંબંધિત લેખો
- WhatsAppનો જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો
- Android | iPhone પર કેવી રીતે બેકઅપ લેવો
- Android | iPhone | KaiOS પર કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું
- એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાવા વિશે જાણકારી
- થોડા સમય પૂરતાં પ્રતિબંધિત એકાઉન્ટ વિશે