બિઝનેસની સુવિધાઓ વિશે માહિતી
અમે એ બાબત એકદમ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે જાન્યુઆરી 2021માં અમારી શરતો અને પ્રાઇવસી પોલિસીમાં થયેલી અપડેટની કોઈ પણ અસર તમારા પર્સનલ મેસેજની સુરક્ષા પર પડશે નહિ. આ ફેરફારો WhatsApp પરની વૈકલ્પિક બિઝનેસ સુવિધાઓને લગતા છે અને અમે કેવી રીતે ડેટાનો સંગ્રહ અને ઉપયોગ કરીએ છીએ એના વિશે તેમાં વધુ પારદર્શિતા પૂરી પાડવામાં આવી છે.

શું બદલાઈ નથી રહ્યું?
તમારા પર્સનલ મેસેજ અને કૉલની પ્રાઇવસી અને સુરક્ષામાં કોઈ જ ફેરફાર થયો નથી. તે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે અને WhatsApp અને Meta તેને વાંચી કે સાંભળી શકતા નથી. આ સુરક્ષાને અમે કદી પણ નબળી પડવા દઈશું નહિ અને અમે દરેક ચેટ પર લેબલ મૂકીએ છીએ, એટલે તમારી પ્રાઇવસી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને તમે સમજો.
બિઝનેસની વૈકલ્પિક સુવિધાઓ
દરરોજ બિઝનેસ એકાઉન્ટને મેસેજ કરતા 17.5 કરોડથી પણ વધારે લોકોને અમે બહેતર સપોર્ટ પૂરો પાડવા માટે સતત કામ કરી રહ્યાં છીએ. બિઝનેસ મેસેજિંગને લગતી અપડેટ એ બિઝનેસ સાથેની વાતચીતોને દરેક માટે સુરક્ષિત, બહેતર અને વધુ સહેલી બનાવવાના અમારા વ્યાપક પ્રયત્નોનો એક ભાગ છે. આ પ્રયત્નોમાં સામેલ છે:
- ગ્રાહક સેવાને શરૂ કરવી: બિઝનેસને પ્રશ્નો પૂછવા, ખરીદી કરવા અથવા ખરીદીની રસીદો જેવી ઉપયોગી માહિતી મેળવવા માટે લોકોને બિઝનેસ સાથેની ચેટ મદદરૂપ લાગે છે. અમે Meta બિઝનેસ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકે એવા બિઝનેસ સાથે ચેટ કરવાનું વધુ સરળ બનાવી રહ્યાં છીએ. ગ્રાહકોને જવાબ આપવા માટે, કેટલાક બિઝનેસને સુરક્ષિત હોસ્ટિંગ સેવાઓની જરૂર પડે છે, જેને પૂરી પાડવાની યોજના Meta બનાવી રહ્યું છે. જ્યારે કોઈ બિઝનેસ આ સેવાનો ઉપયોગ કરે છે, ત્યારે અમે એ ચેટ પર સ્પષ્ટ રીતે લેબલ મૂકીશું, જેથી તેઓને મેસેજ કરવો કે નહિ એનો નિર્ણય તમે લઈ શકો.
- બિઝનેસને શોધવો: લોકો પહેલાં જ Facebook કે Instagram પર બિઝનેસની એવી જાહેરાતોને જોઈ શકે છે કે જેમાં હાજર બટન પર ક્લિક કરતા જ તમે તે બિઝનેસને WhatsApp પર મેસેજ મોકલી શકો છો. Facebook પર બીજી જાહેરાતોની જેમ, જો તમે એ જાહેરાતો પર ક્લિક કરવાનું પસંદ કરો, તો એનો ઉપયોગ તમને Facebook પર તમારી પસંદને લગતી જાહેરાતો બતાવવા માટે થઈ શકે. ફરી એક વાર, WhatsApp અને Meta કોઈ પણ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત મેસેજનું કન્ટેન્ટ જોઈ શકતા નથી.
- ખરીદીને લગતા અનુભવો: વધુને વધુ લોકો ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે અને હાલના સંજોગોમાં ઓનલાઇન ખરીદી વધી રહી છે. Facebook અથવા Instagram પર શૉપ ધરાવતા બિઝનેસ પોતાની WhatsApp Business પ્રોફાઇલ પર પણ ઉપલબ્ધ હોય ત્યાં શૉપ રાખી શકે છે. આનાથી તમે Facebook અને Instagram પર બિઝનેસની પ્રોડક્ટ જોઈ શકો છો અને WhatsAppમાંથી જ સીધી ખરીદી કરી શકો છો. જો તમે શૉપ સાથે કનેક્ટ થવાનું પસંદ કરો, તો અમે તમને WhatsApp પર જણાવી દઈશું કે કેવી રીતે તમારો ડેટા Meta સાથે શેર કરવામાં આવે છે.
આ વૈકલ્પિક સુવિધાઓ અને અમે કેવી રીતે Meta સાથે કામ કરીએ છીએ તે વિશે તમે વધુ વિગતે અહીં જાણી શકો છો.