WhatsApp મુખ્ય પેજWhatsApp મુખ્ય પેજમદદ કેન્દ્ર
WHATSAPP વેબ
સુવિધાઓ
ડાઉનલોડ કરો
સુરક્ષા
મદદ કેન્દ્ર

તમારી ભાષા પસંદ કરો

  • azərbaycan

  • Afrikaans

  • Bahasa Indonesia

  • Melayu

  • català

  • čeština

  • dansk

  • Deutsch

  • eesti

  • English

  • español

  • français

  • Gaeilge

  • hrvatski

  • italiano

  • Kiswahili

  • latviešu

  • lietuvių

  • magyar

  • Nederlands

  • norsk bokmål

  • o‘zbek

  • Filipino

  • polski

  • Português (Brasil)

  • Português (Portugal)

  • română

  • shqip

  • slovenčina

  • slovenščina

  • suomi

  • svenska

  • Tiếng Việt

  • Türkçe

  • Ελληνικά

  • български

  • қазақ тілі

  • македонски

  • русский

  • српски

  • українська

  • עברית

  • العربية

  • فارسی

  • اردو

  • বাংলা

  • हिन्दी

  • ગુજરાતી

  • ಕನ್ನಡ

  • मराठी

  • ਪੰਜਾਬੀ

  • தமிழ்

  • తెలుగు

  • മലയാളം

  • ไทย

  • 简体中文

  • 繁體中文(台灣)

  • 繁體中文(香港)

  • 日本語

  • 한국어

  • ડાઉનલોડ કરો

  • સુવિધાઓ

  • સુરક્ષા

  • મદદ કેન્દ્ર

  • સંપર્ક કરો

અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.
  1. સામાન્ય

બાળકોનું શોષણ રોકવામાં WhatsApp કેવી રીતે મદદ કરે છે

WhatsApp, બાળકોનું જાતીય શોષણ અને તેમની સાથેના અયોગ્ય વર્તનને બિલકુલ પણ સહન કરતું નથી. અમે બાળકોના શોષણને લગતું કે તેમને જોખમમાં મૂકનારું કન્ટેન્ટ શેર કરનારા વપરાશકર્તાઓ પર પ્રતિબંધ મૂકીએ છીએ. અમે નેશનલ સેંટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન (NCMEC)ને પણ ઉલ્લંઘન કરનારા કન્ટેન્ટ અને એકાઉન્ટની જાણ કરીએ છીએ, આ સંગઠન આવી જાણકારી (CyberTips) દુનિયાભરની કાયદા અમલીકરણ સંસ્થાઓ કે પોલીસ સુધી પહોંચાડે છે. અમારી પાસે એવી સુવિધાઓ અને નિયંત્રણો છે જે શોષણ અને અયોગ્ય વર્તનને રોકવામાં મદદ કરે છે અને અમે એક સમર્પિત ટીમને કામે લગાવીએ છીએ જેમાં કાયદાના અમલીકરણ, ઓનલાઇન સુરક્ષા પોલિસી, તપાસ અને તકનીકી વિકાસના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

અમે શોષણ અને દુર્વ્યવ્હારને આ રીતે રોકીએ છીએ

WhatsApp પર્સનલ મેસેજિંગ માટે બનાવવામાં આવ્યું હતું. અમારા વપરાશકર્તાઓની પ્રાઇવસી અને સુરક્ષાના રક્ષણ માટે, અમે પહેલેથી જ શરૂથી અંત સુધીની સુરક્ષા (એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન) પૂરી પાડીએ છીએ, જેનો અર્થ છે કે ફક્ત મેસેજ મોકલનાર અને મેળવનાર જ મેસેજનું કન્ટેન્ટ જોઈ શકે છે. અમારા વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવા માટે, અમે અયોગ્ય વર્તનની ઘટના થાય તે પહેલાં જ તેને રોકવા માટે કામ કરીએ છીએ. અન્ય સોશિયલ મીડિયાથી ઊલટું, WhatsApp પર તમે એવા લોકોને શોધી શકતા નથી કે જેને તમે જાણતા ન હો. તમારે કોઈની સાથે સંપર્ક કરવા માટે તેમના ફોન નંબરની જરૂર પડે છે અને પહેલી વાર જ્યારે તમને તમારી એડ્રેસ બુકની બહારની કોઈ વ્યક્તિનો મેસેજ મળે, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે શું તમે તેમની સાથે સંપર્ક તોડવા કે તેમની જાણ કરવા માગો છો. WhatsApp પર મોકલેલા 90% મેસેજ બે લોકોની વચ્ચેના જ હોય છે અને ગ્રૂપમાં સરેરાશ 10 કરતાં ઓછા લોકો હોય છે. અમે વપરાશકર્તાઓને તેમને ગ્રૂપમાં કોણ ઉમેરી શકે તે નક્કી કરવાનું નિયંત્રણ આપીએ છીએ અને હાનિકારક વાઇરલ કન્ટેન્ટના પ્રસારને મર્યાદિત કરવામાં મદદ મળે તે માટે એક વારમાં તમે કેટલી ચેટને એક જ મેસેજ ફોરવર્ડ કરી શકો તે સંખ્યાને અમે મર્યાદિત કરીએ છીએ.

અમે ઍપ સ્ટોર પ્રોવાઇડર સાથે મળીને કામ કરીએ છીએ, જેથી એવી ઍપ પર રોક લગાવી શકીએ જેમાં બાળકોના શોષણને લગતું કન્ટેન્ટ (CEI) સામેલ હોય. અમે એવી ઍપ પર પણ રોક લગાવીએ છીએ જે આવા કન્ટેન્ટને શેર કરવાની ઇચ્છા ધરાવતા લોકોને એકબીજા સાથે કનેક્ટ થવા માટે કોઈ ગ્રૂપમાં સામેલ થવાની લિંક ઉપલબ્ધ કરાવે છે. અમે લોકપ્રિય સર્ચ એન્જિનો પર આવા પ્રકારના આમંત્રણવાળી લિંકની લિસ્ટિંગ પર પણ રોક લગાવી છે.

અમે શોષણ અને અયોગ્ય વર્તનવાળા કન્ટેન્ટની ભાળ આ રીતે મેળવીએ છીએ

બાળકોને જાતીય શોષણથી બચાવવા માટે WhatsApp એવી માહિતીની મદદ લે છે જે એન્ક્રિપ્ટેડ નથી, જેમાં વપરાશકર્તાઓનો રિપોર્ટ પણ સામેલ છે. આ માહિતીથી અમને અયોગ્ય વર્તનની ભાળ મેળવવામાં અને તેને રોકવામાં મદદ મળે છે. સાથે જ, અમે બાળકોનું શોષણ અને તેમની સાથેના અયોગ્ય વર્તનને બતાવતા કન્ટેન્ટની ભાળ મેળવવાની ટેક્નોલોજીમાં સતત સુધારો કરી રહ્યા છીએ.

અમારી તપાસની રીતોમાં ફોટો અને વીડિયો મેચિંગ ટેક્નોલોજી સહિત એડ્વાન્સ્ડ ઑટોમેટેડ ટેક્નોલોજીનો ઉપયોગ સામેલ છે જેથી કરીને જાણીતા CEI માટે વપરાશકર્તાઓના રિપોર્ટ અને પ્રોફાઇલ તથા ગ્રૂપ ફોટા જેવી એન્ક્રિપ્ટેડ ન હોય તેવી માહિતીને સક્રિય રીતે સ્કેન કરી શકાય. ઉપરાંત, અમારી પાસે એવી ટેક્નોલોજી પણ છે જેની મદદથી અમે એન્ક્રિપ્ટેડ ન હોય તેવી માહિતીમાંથી બાળકોના શોષણને લગતા કે અજ્ઞાત કન્ટેન્ટની ભાળ મેળવીએ છીએ. અમે મશીન લર્નિંગ ક્લાસિફાયર્સનો ઉપયોગ કરીને WhatsApp પર હાજર એવી ટેક્સ્ટને સ્કેન કરીએ છીએ જે એન્ક્રિપ્ટેડ નથી, જેમ કે વપરાશકર્તાની પ્રોફાઇલ અને ગ્રૂપ માટેની માહિતી. ઉપરાંત, અમે આ ટેક્નોલોજીની મદદથી એવા ગ્રૂપની માહિતી અને એવા વ્યવહારની પણ તપાસ કરીએ છીએ જેમાં બાળકોના શોષણને લગતું કન્ટેન્ટ શેર થવાની શંકા હોય.

WhatsApp આને લગતી તપાસ સતત કરતું રહે છે. સાથે જ, વપરાશકર્તાઓને પ્રોત્સાહિત પણ કરે છે કે તેઓ બાળકોના શોષણને લગતું કન્ટેન્ટ અને બીજા આપત્તિજનક કન્ટેન્ટની જાણ કરે. વપરાશકર્તાઓ કોઈ પણ સમયે વ્યક્તિગત એકાઉન્ટ કે ગ્રૂપ સાથે સંપર્ક તોડી અથવા તેની જાણ પણ કરી શકે છે. WhatsApp પર કેવી રીતે સુરક્ષિત રહેવું તે વિશે અમારા મદદ કેંદ્રમાં વધુ જાણો.

WhatsApp આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દર મહિને 3,00,000 કરતાં પણ વધારે એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકે છે, જેના પર બાળકોના શોષણને લગતું કન્ટેન્ટ શેર કરવાની શંકા હોય.

અમે કાયદાનું અમલીકરણ કરાવતી સંસ્થાઓ સાથે મળીને કેવી રીતે કામ કરીએ છીએ

દુનિયાભરની કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા લોકોની સુરક્ષા માટે કરાતા કામોને WhatsApp બિરદાવે છે. અમે કાયદા અમલીકરણ સંસ્થાઓ સાથે નિયમિત સંપર્કમાં રહીએ છીએ, જેથી તેમને ખ્યાલ રહે કે અમારો સંપર્ક કેવી રીતે કરવો અને WhatsAppને વિનંતી કેવી રીતે મોકલાવી. અમારા કાયદા અમલીકરણ અધિકારીઓ માટેની માહિતીના રિસોર્સ કેન્દ્રમાં કાનૂની વિનંતીઓ સુરક્ષિત રીતે સબમિટ કરવા માટેની ઓનલાઇન સિસ્ટમનો સમાવેશ કરાયો છે.

જેવી જ WhatsAppને પોતાના પ્લેટફોર્મ પર બાળકોના શોષણને લગતા કન્ટેન્ટની જાણકારી મળે છે, અમે તેમાં સામલે બધાં એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકીએ છીએ. અમે શોષણને લગતા ફોટા પણ દૂર કરીએ છીએ અને સંકળાયેલા એકાઉન્ટની વિગતોની સાથે U.S. કાયદા મુજબ NCMECને તેમની જાણ કરીએ છીએ.

જ્યારે NCMEC આ બાબતોને તપાસ માટે કાયદા અમલીકરણને આગળ મોકલે છે, ત્યારે WhatsApp તે મુજબ કાયદા અમલીકરણ માટેની માન્ય વિનંતીઓનો જવાબ આપવા માટે તૈયાર રહે છે. WhatsAppને કાયદા અમલીકરણ તરફથી પ્રતિસાદ મળ્યો છે કે અમારા પ્રયત્નોથી બાળ દુર્વ્યવહારનો ભોગ બનેલા લોકોને બચાવવામાં ઘણી મદદ મળી છે.

ફેબ્રુઆરી, 2021 (Q4 2020ના વિશ્લેષણને આધારે એકાઉન્ટ પ્રતિબંધના આંકડા)

શું આ લેખથી મદદ મળી?
હાના
શા માટે આ લેખ મદદરૂપ નથી?
  • આ લેખ મુંઝવણભર્યો હતો
  • લેખમાં મારા સવાલનો જવાબ મળ્યો નહિ
  • લેખમાં જણાવેલી મદદ ઉપયોગી નથી
  • મને આ સુવિધા કે પોલિસી ન ગમી
તમારા અભિપ્રાય માટે આભાર
મદદ કેન્દ્ર

WHATSAPP

સુવિધાઓ

સુરક્ષા

ડાઉનલોડ કરો

WhatsApp વેબ

બિઝનેસ

પ્રાઇવસી

કંપની

અમારા વિશે

કારકિર્દી

બ્રાંડ સેન્ટર

સંપર્ક કરો

બ્લોગ

WhatsApp સ્ટોરી

ડાઉનલોડ કરો

Mac/PC

Android

iPhone

મદદ

મદદ કેન્દ્ર

Twitter

Facebook

કોરોના વાઇરસ

2022 © WhatsApp LLC

પ્રાઇવસી અને શરતો